રિસર્ચ / પેટમાં રહેલાં કેટલાક બેક્ટેરિયાથી આંતરડાંનું કેન્સર થવાનું જોખમ વધે છે

Certain bacteria in the stomach increase the risk of developing bowel cancer

'બેક્ટેરોઈડલ્સ' નામનાં બેક્ટેરિયાની હાજરીને લીધે આંતરડાંના કેન્સરનું જોખમ 2-15% વધી જાય છે

Divyabhaskar.com

Nov 05, 2019, 01:55 PM IST

હેલ્થ ડેસ્કઃ પેટમાં રહેલાં બેક્ટેરિયાના અનેક પ્રકાર હોય છે. તેમાંથી કેટલાક આપણા સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે તો કેટલાકથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. લંડનની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં કરાયેલાં એક રિસર્ચ અનુસાર પેટમાં રહેલા કેટલાક પ્રકારના બેકટેરિયાથી આંતરડાંનાં કેન્સરનું જોખમ વધે છે.

કેટલિન દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં માલુમ પડ્યું કે અનક્લાસિફાઈડ પ્રકારના 'બેક્ટેરોઈડલ્સ' નામના બેક્ટેરિયાની હાજરીને લીધે આંતરડાંના કેન્સરનું જોખમ 2-15% વધી જાય છે.

રિસર્ચ માટે જર્મન ફૂડ ચેઇન પ્લસ સ્ટડીમાંથી 3,890 લોકો અને ઇન્ટરનેશનલ જિનેટિક્સ એન્ડ એપિડેમિનોલોજી ઓફ કોરોરેક્ટલ કેન્સર કોન્સોર્ટિયમમાંથી 1,20,328 લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ તમામ લોકોના જનીન અને પેટમાં રહેલા વિવિધ પ્રકારના બેક્ટેરિયાનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં પુરવાર થયું કે 'બેક્ટેરોઈડલ્સ' બેક્ટેરિયા ધરાવતી વ્યક્તિઓમાં અન્ય લોકોની સરખામણીએ આંતરડાંનાં કેન્સરનું જોખમ વધારે જોવા હોય છે.

X
Certain bacteria in the stomach increase the risk of developing bowel cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી