નુકસાન / ફિશ પેડિક્યોર કરાવતી વખતે સાવધાની રાખવી જરૂરી, પગમાં ઈજા થઈ હોય તો ન કરાવવું

Caution should be taken while doing a fish pedicure, if the foot injured don't do

Divyabhaskar.com

Jul 11, 2019, 11:26 AM IST

હેલ્થ ડેસ્કઃ પગની સુંદરતા બનાવી રાખવા માટે મહિલાઓ ક્યારેક બ્લિચ તો ક્યારેક પેડિક્યોર કરાવે છે. આજકાલ પગને શાઇની અને સુંદર બનાવવા લોકોમાં ફિશ પેડિક્યોર કરાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. ફિશ પેડિક્યોર એક પ્રકારની થેરપી છે. જેમાં પગ માછલીઓથી ભરેલાં એક ટબમાં મૂકવામાં આવે છે. ટબમાં રહેલી નાની-નાની માછલીઓ તમારા પગની ડેડ સ્કિન અલગ કરી તેને ખાઈ જાય છે.


ફિશ પેડિક્યોરના ફાયદા

 • ફિશ પેડિક્યોર કરાવાથી પગની સ્કિન નરમ બને છે.
 • ફિશ પેડિક્યોર કરાવાથી તમને પગના દુખાવામાં રાહત મળે છે.
 • ફિશ પેડિક્યોર કરાવાથી એક્ઝિમા અને સોરાયસિસ જેવા રોગોમાં ફાયદો થાય છે.
 • પેડિક્યોર કરવા માટે ટબમાં રહેલી માછલીઓ ડેડ સ્કિન સાફ કરવાની સાથે શરીરનું લોહી પરિભ્રમણ પણ વધારે છે.
 • ફિશ પેડિક્યોરમાં ઉપયોગમાં લેવાતી ગારા રૂફા નામની માછલીઓ પગની ડેડ સ્કિન ખાઇને તેને સુંદર અને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે.

ફિશ પેડિક્યોરના નુકસાન
તમે ઘણીવાર લોકોને મોલ અથવા પાર્લરમાં એક જ ટબમાં પોતાના પગ નાખીને પેડિક્યોર કરાવતાં જોયાં હશે. પરંતુ એકસાથે બહુ બધા લોકોનું એક જ ટબમાં ફિશ પેડિક્યોર કરાવવું તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ફિશ પેડિક્યોર કરાવતી વખતે સફાઈનું પૂરતું ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને મહિલાઓએ ફિશ પેડિક્યોર કરાવતી વખતે કેટલીક વાતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઇએ. નહીં તો આ પેડિક્યોર તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.


ઘણીવાર ફિશ પેડિક્યોર કરનારા પાર્લર અને સ્પા સેન્ટરમાં લોકો ટબનું પાણી ઘણા દિવસો સુધી બદલતા નથી. તેના કારણે ટબમાં રહેલા માઇક્રોબેક્ટેરિયાથી અનેક પ્રકારનું સ્કિન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. ફિશ પેડિક્યોર કરાવતી વખતે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે ટબનું પાણી દરરોજ બદલાતું હોય અને પાણી ચોખ્ખું હોય. જો એકવાર પેડિક્યોર કર્યાં બાદ સ્પાના કર્મચારી ટબનું પાણી ન બદલે તો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.


આ સાવધાની રાખવી જોઇએ

 • જો તમારા પગમાં ઈજા થઈ હોય તો ફિશ પેડિક્યોર ન કરાવો. આમ કરવાથી એ ઘામાંથી વધારે લોહી વહેવા લાગે છે. જે ટબમાં જઇને ઈન્ફેક્શન થવાનું કારણ બને છે.
 • જો ફિશ પેડિક્યોર કરતી વખતે અચાનક લોહી નીકળે તો તમારા પગ તરત જ પાણીમાંથી બહાર કાઢી લો અને એ ઈજા થયેલા થયેલા ભાગને એન્ટિસેપ્ટિક દવાથી તરત જ સાફ કરી લો.
 • જો તમે પહેલેથી કોઈ શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો ફિશ પેડિક્યોર કરાવાની ભૂલ ન કરતાં.
 • જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અથવા તમને ડાયાબિટીસ હોય તો પણ ફિશ પેડિક્યોર કરાવાનું ટાળવું.
X
Caution should be taken while doing a fish pedicure, if the foot injured don't do
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી