બીમારી / વર્કિંગ વુમનમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ વધુ જોવા મળી રહ્યો છે, ઓફિસમાં સતત 8-9 કલાક કામ કરવાથી થાય છે

Divyabhaskar.com

Jun 07, 2019, 11:55 AM IST
Carpal tunnel syndrome is more visible in Working Woman

હેલ્થ ડેસ્કઃ આજકાલ વર્કિંગ લોકોએ એક નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રાત્રે આરામ કરતી વખતે તેમના હાથ અચાનક નિષ્ક્રિય થઈ જાય છે. આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળી રહી છે. આ સમસ્યાને કાર્પલ ટનલ સિન્ડ્રોમ (CTS) કહેવાય છે. આ સિન્ડ્રોમ સતત 8-9 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરવાને કારણે થઈ રહ્યો છે.


કાર્પલ ટનલ સિન્ડ્રોમ શું છે?
CTS નામના આ રોગમાં હાથની આંગળીઓ અને કાંડાથી દુખાવો શરૂ થાય છે. પછી આ દુખાવો વધીને હાથ સુધી પહોંચી જાય છે. આ રોગને લઇને નિષ્ણાતોનું કહેવું છે કે કાંડાંમાં એક મિડિયન નર્વ હોય છે, જે દબાવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે. સતત ટાઇપિંગ કરવાથી આ સમસ્યા વધતી જાય છે.


કોણ ભોગ બને છે?
આ રોગના સૌથી વધુ ભોગ 18થી 35 વર્ષના લોકો બને છે. યુવાનોને આ રોગ સૌથી વધારે એટલે થાય છે કારણ કે, તેઓ દિવસભર કમ્પ્યૂટર અને લેપટોપ પર કામ કરે છે. આ સિન્ડ્રોમથી પીડિત લોકોના કિસ્સા વધતા જાય છે. આ રોગથી પીડિત લોકોને જ્યારે તેમનાં કામ વિશે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેઓ આખો દિવસ કમ્પ્યૂટર પર કામ કરે છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અહીં દર એક લાખ લોકોમાંથી 120 મહિલાઓ અને 60 પુરુષોને આ સિન્ડ્રોમે જકડી રાખ્યો છે.


બચવા શું કરવું?

  • એક કલાક સતત ટાઇપિંગ કર્યાં બાદ પાંચ મિનિટનો બ્રેક લો.
  • દરરોજ કસરત કરો, 10 મિનિટ હાથ ખોલવા-બંધ કરવા પર ભાર મૂકો.
  • દિવસમાં 5 વાર આ કસરત કરો.
X
Carpal tunnel syndrome is more visible in Working Woman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી