રિસર્ચ / ડ્રાઈવિંગ દરમિયાન મ્યૂઝિક સાંભળવાથી કાર્ડિયેક સ્ટ્રેસ ઘટાડી શકાય છે  

Cardiac stress can be reduced by listening to music while driving

Divyabhaskar.com

Nov 16, 2019, 01:31 PM IST

હેલ્થ ડેસ્ક: ડ્રાઈવિંગ દરમિયાન તણાવ મહેસૂસ કરતા લોકો માટે એક સારા સમાચાર બ્રાઝિલથી સામે આવ્યા છે. બ્રાઝિલની સાએ પાઉલો યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ ડ્રાઈવિંગ દરમિયાન મ્યૂઝિક સાંભળવાથી કાર્ડિયેક સ્ટ્રેસ ઘટાડી શકાય છે.

કોમ્પિલિમેન્ટ્રી થેરપી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં 18થી 23 વર્ષની 5 મહિલાઓ પર અભ્યાસ કરવામા આવ્યો હતો. તેમાં મ્યૂઝિકની અસર કાર્ડિયેક સ્ટ્રેસ પર કેવી રીતે થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચ કરવા માટે વોલન્ટિયર્સને 2 દિવસ માટે સાઓ પાઉલો શહેરના વિવિધ સ્થળો પર અલગ અલગ જગ્યાએ મ્યૂઝિક ડ્રાઈવ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના બીજા દિવસે એ જ સ્થળે અને એજ સમયે મ્યૂઝિક સાથે ડ્રાઈવ કરવા માટે કહેવામાં આવ્યું હતું

રિસર્ચમાં સામે આવ્યું કે મ્યૂઝિક ન સાંભળીને ડ્રાઈવ કરતી વખતે વોલન્ટિયર્સના હાર્ટ રેટમાં વધારો જોવા મળ્યો હતો. મ્યૂઝિક સાંભળીને ડ્રાઈવ કરતા લોકોમાં નર્વસ સિસ્ટમની ઓછી એક્ટિવિટી ઓછી જોવા મળી હતી. રિસર્ચમાં સામેલ ડોક્ટર વાલેન્ટિ જણાવે છે કે ડ્રાઈવિંગ દરમિયાન મ્યુઝિક સાંભળવાથી કાર્ડિયોવાસ્ક્યિલર રોગોનાં જોખમને પણ ઘટાડી શકાય છે.

X
Cardiac stress can be reduced by listening to music while driving

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી