ગાયક કેકેનું મંગળવાર રાત્રે કોન્સર્ટમાં મૃત્યુ થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ અટેક અથવા કાર્ડિયક અરેસ્ટથી થયું છે. સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ કેમ થઈ રહ્યું છે, આ વિશે AIIMSના કાર્ડિયો થોરોસિસિ-વેસ્ક્યુલર સર્જરી પ્રો. મિલિંદ પી. હોટે અને કાર્ડિયોલોજિસ્ટ પ્રો. અંબુજ રૉયે દૈનિક ભાસ્કરના પવન કુમાર સાથે વાત કરી.
સવાલઃ કેવી રીતે જાણવું કે હાર્ટની બીમારી છે?
જવાબઃ આ જાણવું સરળ નથી. પરિવારમાં કોઈને આવ્યો હોય તો, સાવચેત રહો. ખાસ કરી પેટની આસપાસની ચરબી હૃદયની બીમારીનું એક મોટું કારણ હોઈ શકે છે. ધુમ્રપાન અને આલ્કોહોલના વધારે સેવનથી પણ બીમારી થઈ શકે છે. જે લોકોનું રૂટિન બરાબર નથી તેમને પણ જોખમ છે. છાતી ભારે થઈ જવી, બળતરા અને પરસેવો આવે અને આ સ્થિતિ 10-15 મિનિટ રહે છે, તો તેને હાર્ટ અટેક કહેવામાં આવે છે. આવા કિસ્સામાં એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી જરૂરી છે.
સવાલઃ કઈ તપાસ પછી ખબર પડશે કે હૃદય રોગનું જોખમ છે?
જવાબઃ બ્લડ ટેસ્ટ જેમાં લિપિડ પ્રોફાઈલ, સુગર અને બ્લડ પ્રેશરની તપાસની સાથે ઈકો પછી ડૉક્ટર જણાવી શકે છે કે ભવિષ્યમાં હૃદયરોગનું જોખમ છે કે નહીં.
સવાલઃ શું અટેકનો તણાવ સાથે સંબંધ છે?
જવાબઃ 50% હૃદય રોગ અને હાર્ટ અટેકમાં તણાવની મુખ્ય ભૂમિકા છે. તણાવથી માનસિક અને શારીરિક બંને સમસ્યા થાય છે, જે શરીરના તમામ અંગો અને હોર્મોન્સમાં ફેરફાર કરે છે. મોડીરાત સુધી કામ કરવું અને પૂરતી ઊંઘ ન લેવાથી પણ રૂટિન ખરાબ થઈ જાય છે.
સવાલઃ કોને અને કઈ પરિસ્થિતિમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે?
જવાબઃ એવા લોકો જેમનું બીપી કંટ્રોલમાં નથી. લિપિડ પ્રોફાઈલ વધી જાય અને પેટની આસપાસ ચરબી વધારે હોય. જો આવા લોકો વધુ તણાવમાં હોય તો નસની અંદર બ્લોકેજ ફાટવાનો ડર રહે છે, જેનાથી હૃદયમાં ઈજા થવાનું જોખમ રહે છે. હકીકતમાં નસમાં બ્લોકેજ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે બીપી વધઘટ થાય છે તો તેનાથી જોખમ વધી જાય છે.
સવાલઃ બીપી કંટ્રોલમાં ન હોય તો?
જવાબઃ આ પરિસ્થિતિમાં હાર્ટ અટેકની સાથે બ્રેન હેમરેજનું પણ જોખમ રહે છે.
સવાલઃ હૃદયની બીમારીથી બચવા માટે શું કરવું?
જવાબઃ ધુમ્રપાન-આલ્કોહોલથી બચવું. ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું. ખાવામાં ફળ અને શાકભાજી વધારે લો. 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. સવારે અડધો કલાક સુધી યોગ અને કસરત જરૂર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.