31મેનાં રોજ 53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું કાર્ડિયેક અરેસ્ટથી કોલકાતામાં અવસાન થયું હતું. પર્ફોર્મન્સ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતા ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. સિંગર કેકેને મેજર હાર્ટ-એટેક જેનું મેડિકલ ટર્મ એમઆઈ(MI) છે, એટલે માયોકાર્ડિયલ ઈશેમિયા. જેનાં કારણે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો.
ધમની બ્લોક થાય છે
રાંચીની મેદાંતા હોસ્પિટલની કાર્ડિયાક સર્જન ડો. સંજય કુમાર સિંહ જણાવે છે કે, હાર્ટ એટેક એક રોગ છે, પરંતુ કાર્ડિયેક અરેસ્ટ એક ટર્મિનલ ઇવેન્ટ છે. હાર્ટ એટેકમાં માયોકાર્ડિયલ ઇસ્કેમિયાની સ્થિતિમાં હાર્ટમાં બ્લડ સપ્લાય ઘટી જાય છે. એટલે કે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. બ્લડ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે હાર્ટની ધમનીમાં અથવા કોરોનરી ધમનીનો એક ભાગ અથવા આખો ભાગ બ્લોક થઇ જાય છે.
પલ્સ નથી મળી રહ્યા તો કાર્ડિયેક અરેસ્ટ આવી શકે છે
એ જરૂરી નથી કે દરેક હાર્ટ-એટેક કાર્ડિયાક અરેસ્ટ જ હોય. કાર્ડિયાક અરેસ્ટ અચાનક જ આવે છે. કાર્ડિયાક અરેસ્નાં દર્દીઓને પણ બચાવી શકાય છે. 50 ટકા કેસમાં દર્દીઓનો જીવ બચી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ આવે છે ત્યારે સંકેત એ હોય છે કે સામાન્ય રીતે ધબકતું હૃદય બંધ થઈ ગયું છે. આપણે કહીએ છીએ કે પલ્સ નથી મળી રહી. એટલે કે, હૃદય વ્યવસ્થિત કામ કરવાનું બંધ કરી દીધું હોય છે.
મુખ્ય કોરોનરી આર્ટરી બંધ હોય તો હાર્ટ એટેક આવે છે
હૃદયની નાની-નાની નળીઓમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય તો માઈનોર હાર્ટ-એટેક આવે છે. પરંતુ જો મુખ્ય કોરોનરી ધમની બ્લોક થાય છે તો મેજર હાર્ટ-એટેક આવે છે. જ્યારે માયોકાર્ડિયલ ઈશેમિયા એટલે કે એમઆઇના કિસ્સામાં બ્લડ સપ્લાય સંપૂર્ણ ઘટી જાય છે. ત્યારે ઘણાં દર્દીઓનાં મોત એમઆઇનાં કારણે નથી થતા. એક્ટર સિદ્ધાર્થ શુક્લાને સમયસર સારવાર ન મળવાને કારણે એમઆઈથી મૃત્યુ થયું હતું.
કેકનું મોત ગૂંગળામણથી નથી થયું
ડો.સંજય કુમાર સિંહનું માનવું છે કે, સિંગર કેકેના મૃત્યુનું કારણ ગૂંગળામણ નથી. કોન્સર્ટમાં બીજા કોઈને પણ આ પ્રકારની ફરિયાદ નહોતી. કેકેને અગાઉથી જ કોઈ બીમારી થઈ હશે જે રૂટિન ચેકઅપમાં પણ ન ખબર પડી હોય. જોકે, જ્યારે તેમને હાર્ટ-એટેક આવ્યો ત્યારે ગોલ્ડન અવર મહત્વનો હતો. ગોલ્ડન અવરમાં સારવાર શરૂ થઈ હોત તો કદાચ કેકેનો જીવ બચી જાત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.