તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ અટેક બંને અલગ છે, હૃદયની માંસપેશીઓ નબળી પડવાથી પણ કાર્ડિએક અરેસ્ટ આવે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ 29 સપ્ટેમ્બરના દિવસને ‘વર્લ્ડ હાર્ટ ડે’ મનાવવામાં આવે છે. તત્કાલીન જીવનશૈલીમાં હૃદય રોગ થવાનું જોખમ વધી જવાની સંભાવના છે. મોટે ભાગે લોકો હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટ વચ્ચેનો ફરક સમજી શકતા નથી. હૃદય સંબધિત રોગ, તેનું કારણ અને હાર્ટ અટેકની પ્રાથમિક સારવાર વિશે પૂરતી સમજણ હોવી આવશ્યક છે.

કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ અટેક વચ્ચેનો ફરક
કાર્ડિએક અરેસ્ટ 

 • કાર્ડિએક અરેસ્ટ હાર્ટ અટેકથી અલગ અને જીવલેણ હોય છે. મોટે ભાગે લોકો આ બન્ને બીમારીને એક જ સમજે છે. જ્યારે હૃદયના ધબકારા થંભી જાય અને શરીરના અંગોમાં લોહી ન પહોચેં તેને કાર્ડિએક અરેસ્ટ કહેવાય છે.
 • કાર્ડિએક અરેસ્ટમાં વ્યક્તિ મિનિટોમાં જ બેહોશ થઇ જાય છે. ઝડપથી સારવાર ન કરવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. કાર્ડિએક અરેસ્ટ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. હાર્ટ અટેક પણ તેનું એક કારણ છે. હૃદયની માંસપેશીઓ નબળી પડવાથી પણ કાર્ડિએક અરેસ્ટ આવી શકે છે.
 • કાર્ડિએક અરેસ્ટ આવે તો દર્દીને CPR (Cardiopulmonary resuscitation) આપીને તરત હોસ્પિટલ લઇ જવો જોઈએ. કાર્ડિએક અરેસ્ટ પછી અપાતા CPR પર વ્યક્તિની બચવાની સંભાવના રહેલી છે. તેથી દરેક વ્યક્તિને CPRની પ્રાથમિક સમાજ હોવી આવશ્યક છે.

હાર્ટ અટેક 

 • હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં કોઈ બાધા આવે ત્યારે હાર્ટ અટેક આવે છે. ધમનીઓમાં અચાનક ક્લાટ જમાં થવાથી 100% અવરોધ આવવાથી હાર્ટ અટેક આવે છે.
 • હૃદયમાં દુખાવો અથવા ભારીપણું મહેસૂસ થાય તે હાર્ટ એટેકના સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત શ્વાસ ચડી જવો, પરસેવો , ઉલટી પણ તેના લક્ષણો છે. હાર્ટ એટેકના લક્ષણો ઘણી વખત તરત જ જોવા મળતા હોય છે.
 • હાર્ટ અટેકનું કારણ ખરાબ જીવનશૈલી છે. ખાન-પાનમાં અનિયમિતતા અને ઓછી ઊંઘ લેવાથી પણ હાર્ટ અટેક આવી શકે છે.
 • હાર્ટ અટેક આવે તો તરત દર્દીને સ્પ્રિનની 2 ગોળી આપવી જોઈએ. ત્યારબાદ ECGનાં માધ્યમથી ડાયગ્નોસિસ કરવામાં આવે છે. બંધ ધમનીઓને દવા આપીને ખોલી શકાય છે.

CPR
CPR એક ટેક્નીક છે. ટેક્નીકમાં દર્દીનાં હૃદયની જમણી બાજુ એક હથેળી પર બીજી હથેળી રાખીને દબાણ આપવામાં આવે છે. આ સિવાય દર્દીનું નાક બંધ કરીને મોંથી શ્વાસ આપવામાં આવે છે.

હૃદયનાં સ્વાસ્થ્યની તપાસ કેવી રીતે કરવી?
હૃદયની તંદુરસ્તીને જાતે પણ તપાસી શકાય છે. ભોપાલના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુબ્રતો મંડળ અનુસાર  હૃદયના સ્વાસ્થ્યની તપાસ કરવાની પદ્ધતિ:
 
પ્રથમ ચરણ: આરામથી 5 મિનિટ બેસો. પોતાના જમણા હાથથી ડાબા હાથની કાંડું પકડીને હૃદયના ધબકારાંને મહેસૂસ કરો. હૃદયના ધબકારાની 1 મિનિટ સુધી ગણતરી કરો. ધબકારાં પ્રતિ મિનિટ 60-100 હોય તો હૃદય તંદુરસ્ત છે. જોકે આ પૂરતું નથી તેના માટે બીજા ચરણની તપાસ કરવી જોઈએ.


બીજું ચરણ : પ્રથમ ચરણ મુજબ હૃદયના ધબકારાંની નોંધ લઈને એક પેપરમાં લખી લો. ત્યારબાદ 45 સેકન્ડ સુધી ઊઠક-બેઠક કરો. ત્યારબાદ ઊભા રહીને હૃદયના ધબકારાંની ફરી નોંધ લો. હવે આરામથી બેસીને 1 મિનિટ પછી ફરી હૃદયના ધબકારાંની નોંધ લો. 3 વખત નોંધ કરેલા ધબકારાનો સરવાળો કરીને તેમાંથી 200 અંકની બાદબાકી કરને મળતા આંકડાંને 10 વડે ભાગાકાર કરો.
ભાગાકર કરીને મળતો આંકડો જો 1થી 5 ની વચ્ચે છે તો તમારું હૃદય સ્વસ્થ છે.
જો આ અંક 5થી 10 વચ્ચેનો હોય તો તમારું હૃદય સ્વસ્થ છે પરંતુ, તમારે સ્વસ્થ જીવનશૈલી અપનાવાની જરૂર છે.
જો 10થી વધારે અંક મળે તો તે ચિંતાનો વિષય છે. તમારે તરત જ ડોક્ટર પાસે જવાની આવશ્યકતા છે.

હૃદય સંબંધિત કોઈ રોગ ન હોય તો પણ સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે
ઉંમર 20થી 30ના વ્યક્તિએ 2થી 3 વર્ષમાં આ ટેસ્ટ કરાવવા જોઈએ 

 • બ્લડ પ્રેશર
 • કોલેસ્ટ્રોલ
 • લિપિડ પ્રોફાઈલ
 • ડાયાબિટીસ

30થી 40 ઉંમરના વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવા જોઈએ 

 • ઈકો
 • TMT
 • આ ઉપરાંત 20થી 30ના ઉંમરની વ્યક્તિના તમામ ટેસ્ટ

ઉંમર 40થી 50 વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવા જોઈએ 

 • કોરિનરી સિટિ એન્જિયોગ્રાફી
 • આ ઉપરાંત 20થી 40ના ઉંમરની વ્યક્તિના તમામ ટેસ્ટ

50થી 60 ઉંમરના વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવા જોઈએ  20થી 50 વર્ષ ઉંમર સુધીમાં આવતા તમામ ટેસ્ટ ઉપરાંત સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

એવા લક્ષણ જે દેખાય છે કોઈ બીજી બીમારીના પણ હોય છે હૃદયની સાથે જોડાયેલી બીમારીના લક્ષણ 

1. યુરિનમાં ફીણ
સમજીએ છીએ-કિડનીની બીમારી
સાચું આ છે-ઘણીવાર હાર્ટ સાથે જોડાયેલી બીમારી થવા પર પેશાબમાં ફેરફાર જોવા મળે છે. યુરિનમાં ફીણ થાય તો તે હૃદયની બીમારી સાથે પણ કંઈક સંબંધ હોય છે. યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ વધી જવાથી સ્ટ્રોક આવવાના ચાન્સ વધી જાય છે.

2. દાંતમાં દુખાવો
સમજીએ છીએ-ઓરલ ઇન્ફેક્શન
સાચું આ છે-ઓરલ ઇન્ફેક્શનના બેક્ટેરિયા હૃદય રોગનું કારણ પણ બની શકે છે. જ્યારે દાંત ખરાબ હોય છે કે પેઢા સોજી જાય છે ત્યારે ધમનીઓ સંકોચાઈ જાય છે. આ સમસ્યા મોટા ભાગે મહિલાઓમાં જ જોવા મળે છે.

3. ડોક કે પીઠમાં દુખાવો
સમજીએ છીએ-સર્વાઈકલ સ્પોન્ડિલાઇસિસ
સાચું આ છે- આ પ્રકારનો દુખાવો ઘણી વાર હાર્ટની બીમારીનો સંકેત આપે છે, આ દુખાવાને રેડિયેટિંગ કહેવાય છે. આ દુખાવો અચાનક જ શરુ થઈ જાય છે. દુખાવા પાછળ મોટાભાગે કોઈ ઇજા કે કસરત જવાબદાર નથી.

4. ચક્કર અને થાક
સમજીએ છીએ-નબળાઈ અને ડીહાઇડ્રેશન
સાચું આ છે- આ પ્રકારના લક્ષણ હાર્ટ અટેકના પણ હોઈ શકે છે. તેમાં ખાસ કરીને વ્યક્તિએ મહેનત ન કરી હોય તો પણ થાક રહે છે. મોટાભાગે મહિલાઓમાં હાર્ટને લઈએં તકલીફ વધારે હોવાથી તેમને થાક  વધારે લાગે છે.
 
5. પગમાં સોજા
સમજીએ છીએ-કિડનીમાં તકલીફ
સાચું આ છે-જો તમારું હાર્ટ સરખી રીતે કામ નથી કરી રહ્યું, તો આ લક્ષણ જોવા મળે છે. શરીરમાં ચરબી વધવાથી સોજા આવી જાય છે. આવું થવા પર વ્યક્તિને ભૂખ નથી લાગતી અને જમ્યા વગર પણ પેટ ભારે લાગે છે.

6. નસકોરા
સમજીએ છીએ-સાઈનસની તકલીફ
સાચું આ છે- તેને સ્લીપ એપ્નિયા પણ કહેવાય છે. આ સમયે નસકોરાનો અવાજ સામાન્ય કરતાં અલગ લાગે છે. આમ થવા પર હાર્ટ પર વધારે સ્ટ્રેસ આવે છે અને તેની નબળું થવાની શક્યતા પણ વધી જાય છે.

7. શ્વાસ લેવામાં તકલીફ
સમજીએ છીએ-અસ્થમા
સાચું આ છે- ઘણીવાર હાર્ટ એટેક દરમિયાન દર્દીને હાર્ટમાં દુખાવાને બદલે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કસરત કે શારીરિક સંબંધ દરમિયાન પણ જો શ્વાસમાં લેવામાં તકલીફ થાય તો તે હૃદય સાથે જોડાયેલી બીમારીના લક્ષણ હોઈ શકે છે.

8. વધારે પરસેવો
સમજી લઈએ છીએ-હાઇપરહાઈડ્રોસિસ
સાચું આ છે- સામાન્ય રીતે પરસેવો થવા પર સ્વેટ ગ્લેન્ડમાં ગોટાળો, સ્ટ્રેસ, હોર્મોન્સમાં ચેન્જ, ચટાકેદાર ભોજન, વધારે દવા અને વાતારવરણને જવાબદાર
ગણે છે પણ ઠંડા વાતાવરણમાં પણ પરસેવો થાય તે હાર્ટની બીમારીનું લક્ષણ છે.

9. છાતીમાં દુખાવો
સમજી લઈએ છીએ-એસિડિટી કે ગેસ
સાચું આ છે-છાતીમાં થતા દુખાવાને બ્રેસ્ટબ્રોન પણ કહેવાય છે. આ દુખાવો મધ્યથી લઈને ડાબી બાજુ આગળ વધે છે. તેવામાં પાચન ક્રિયામાં ગડબડ કે પેટમાં દુખાવો પણ રહે છે. આ દુખાવો સૌથી પહેલાં ભૂખને અસર કરે છે..

હૃદયની સંભાળ આ માટે પણ જરૂરી

 • દુનિયાભરમાં 1.79 કરોડ લોકો દર વર્ષે હૃદય સાથે જોડાયેલ બીમારીને કારણે મૃત્યુ પમે છે. આ નંબર દુનિયાભરમાં થનારા કુલ મૃત્યુના 31% છે.
 • 70 વર્ષ પહેલાં મૃત્યુ પામનાર દર 3 વ્યક્તિમાંથી એકનું મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે.
 • 80% હૃદય રોગ સંબંધી મૃત્યુ હાર્ટ અટેક સથવા સ્ટ્રોકને કારણે થાય છે.
 • 1.1 વયસ્ક છે વિશ્વમાં જેને બ્લડ પ્રેશરની ફરિયાદ છે. જેમાં દર 5માંથી એક વ્યક્તિ છે, જેને આને કન્ટ્રોલ કરી રાખ્યું છે.
 • આનો 75% શિકાર વિકાસશીલ દેશોના લોકો છે.

વર્લ્ડ હાર્ટ ફેડરેશન કહે છે... આપો એક વચન

 • માતા તરીકે- એજ બનાવો અને ખવડાવો જે હેલ્ધી હોય.
 • પિતા તરીકે- બાળકોને શારીરિક રીતે સક્રિય બનાવો અને તેમના આદર્શ બનો જેથી તેઓ ધુમ્રપાનને ના કહે.
 • ડોક્ટર તરીકે- લોકોને નશાની લતથી દૂર કરો અને કોલરેસ્ટ્રોલ ન વધવા દેવું.
 • મિત્ર તરીકે- એવી પોલિસી માટે પ્રોત્સાહન આપજો જે સ્વસ્થ હૃદય માટે જરૂરી હોય.
 • એમ્પ્લોઈ અને એમ્પ્લોયર તરીકે- વર્ક પ્લેસ પર કર્મચારીઓને સ્વસ્થ અને ખુશનુમા માહોલ આપો.
અન્ય સમાચારો પણ છે...