હેલ્થ ટિપ્સ:કેપ્સિકમ અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ જો વધુ ખાવામાં આવે છે તો જીવ ગુમાવવાનો વારો આવી શકે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મરચાનું નામ સાંભળતા જ લોકો દૂર ભાગવા લાગે છે. પરંતુ શિમલા મરચા હવે લોકોની પસંદ છે. ઘણી હોટેલમાં ઉપયોગ કરવામાં આવે છે. શિમલા મરચા ત્વચા માટે તો ફાયદાકારક છે. શિમલા મરચાને કેપ્સિકમ મરચા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. એગ્રોનોમીસ્ટ વિકાસ ઘૂમરે અને ડાયટિશિયન સુનિતા જણાવે છે કે, શિમલા મરચાથી કેવી રીતે ફાયદો મેળવી શકાય અને નુકસાનથી કેવી રીતે બચી શકાય.

શિમલા મરચામાં પોષક તત્વો ભરપુર હોય છે.
શિમલા મરચામાં વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. જેનાથી આંખની રોશની સારી થાય છે. વાળ પણ વધે છે. સફેદ બ્લડ સેલ્સ પણ વધે છે. બીજા શાકભાજીની તુલનામાં શિમલા મરચામાં વિટામીન-ઇ વધુ હોય છે. જેના કારણે મરચાની તીખાશ ઓછી થઇ જાય છે, તેથી શિમલા મરચાને 'સ્વીટ પેપર' પણ કહેવામાં આવે છે. શિમલા મરચામાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ત્વચા પર લાલ ચકમાં થાય છે. ઉલ્ટી, ચક્કરની અને આંખની રોશનીની પણ સમસ્યા રહે છે. મરચામાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોવાથી જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે.

મીઠાવાળા પાણીથી ધોઇને જ ઉપયોગ કરો
સલાડની જેમ જ શિમલા મરચાનો ઉપયોગ હંમેશા મીઠાવાળા પાણીથી ધોઈને જ કરો. અડધો લીટર પાણીમાં 1 ચમચી મીઠું નાખીને શિમલા મરચાને ધુઓ. આ બાદ સામાન્ય પાણીથી ધોઇ લો. તમે શિમલા મરચાને હુંફાળા પાણીથી પણ ધોઇ શકો છો.

શિમલા મરચા ત્વચા માટે ફાયદાકારક
શિમલા મરચા સ્કિન અને વાળ બંને માટે ફાયદાકારક છે પરંતુ સીધા ત્વચા પર લગાવવાથી નુકસાનકારક છે. તેથી તેને ડાયટમાં શામેલ કરી શકો છો. મરચામાં રહેલું કૈરોટેનોઇડ શરીરમાં એન્ટિ ઓક્સિડન્ટ એક્ટિવિટી રોકવામાં મદદરૂપ થાય છે.

ઋતુ અનુસાર શિમલા મરચા ખાઓ
ઋતુ પ્રમાણે અલગ-અલગ રંગના કેપ્સિકમ ખાઓ. તેની અસર રંગ પ્રમાણે બદલાય છે. ઉનાળામાં પીળા કેપ્સિકમને ડાયટમાં શામેલ કરી શકો છો. તેમાં જોવા મળતું કેરોટીનોઈડ એન્ટીઑકિસડન્ટ ત્વચાની બળતરા ઘટાડે છે.

લાલ શિમલા મરચા શિયાળા જ ખાઓ
લાલ મરચા શિયાળામાં ખાવા જોઈએ. તેમાં જોવા મળતું કેપસેન્થિન એક એવું એન્ટીઑકિસડન્ટ છે જે ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવે છે. લાલ શિમલા મરચા ખાવાથી ત્વચા પર વૃદ્ધત્વની અસર ઝડપથી દેખાતી નથી અને કોઈપણ પ્રકારની ઈજા પછી ત્વચા ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તો શિમલા મરચાથી મેટાબોલિઝમ વધે છે એટલે કે માણસ સ્વસ્થ છે. આ મરચાના સેવનથી સ્થૂળતા ઓછી થાય છે.

લીલું કેપ્સીકમ
લીલું કેપ્સિકમ કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. તેમાં કેરોટીનોઈડ્સ રતાં વધુ ક્લોરોફિલ હોય છે. લાલ અને પીળા કેપ્સિકમ કરતાં તે ત્વચા માટે ઓછું ફાયદાકારક છે.
શિમલા મરચાના મોટા ટુકડામાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેથી ત્વચાને સ્વસ્થ અને લચીલી બનાવે છે.આ ત્વચાને લટકતી અને કરચલીઓથી બચાવે છે . કેપ્સીકમથી ખીલની સમસ્યા, ત્વચાની રુક્ષતા, ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થઇ જાય છે.

દરરોજ શિમલા મરચા ખાઓ
કેપ્સિકમમાં વિટામિન E હોય છે. તમે દરરોજ 100 થી 200 ગ્રામ કેપ્સિકમ ખાઈ શકો છો. તેને રાંધીને ખાવાને બદલે સલાડમાં કાચું ખાવાથી વધુ ફાયદાકારક બની શકે છે. એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન સી, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને કેરોટીનોઇડ્સ ત્વચાને સ્વસ્થ રાખે છે.