રિસર્ચ / કેન્સરનાં દર્દીઓએ એક્સર્સાઈઝ કરવી આવશ્યક છે

Cancer patients must exercise

  • કેન્સરની સારવાર ઉપરાંત યોગ્ય એક્સર્સાઈઝ કરવાથી હૃદયને વધારે તંદુરસ્ત બનાવી શકાય છે
  • દર્દીઓએ ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય પ્રકારની અને નિશ્ચિત સમય પૂરતી એક્સર્સાઈઝ કરવી જોઈએ

Divyabhaskar.com

Oct 07, 2019, 02:51 PM IST

હેલ્થ ડેસ્ક: કેન્સરનાં દર્દીઓએ પણ તેમના શરીરને ફીટ રાખવા માટે એક્સર્સાઈઝ કરવી જોઈએ. કેન્સરની સારવાર ઉપરાંત યોગ્ય એક્સર્સાઈઝ કરવાથી હૃદયને વધારે તંદુરસ્ત બનાવી શકાય છે. ‘યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

કેન્સરના દર્દીઓને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધારે હોય છે. તેથી તેમણે યોગ્ય એક્સર્સાઈઝ કરવી જોઈએ.

આ રિસર્ચના લીડ ઓથર ડો. ફ્લાવીઓ જણાવે છે કે, ‘કેન્સરના દર્દીઓ અન્ય લોકોની સરખામણીએ શારીરિક રીતે ઓછા એક્ટિવ હોય છે. કેન્સરની સારવાર રહી રહેલાં દર્દીઓએ પણ એક્સર્સાઈઝ કરવી આવશ્યક છે. કેન્સરમાં પ્રકારને આધારે યોગ્ય એક્સર્સાઈઝ કરવી આવશ્યક છે.’

આ રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્સરનાં દર્દીઓએ કિમોથેરપી શરૂ કરાવતાં પહેલાં એક્સર્સાઈઝ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. દર્દીઓએ ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય પ્રકારની અને નિશ્ચિત સમય પૂરતી એક્સર્સાઈઝ કરવી જોઈએ.

X
Cancer patients must exercise

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી