રિપોર્ટ / ભારતમાં છેલ્લાં 1 વર્ષમાં કેન્સરના કેસમાં 324% નો ધરખમ વધારો, સૌથી વધારે કેસ ગુજરાત રાજ્યમાં

Cancer cases in India increased by 324% in last 1 year, most cases in Gujarat state
Cancer cases in India increased by 324% in last 1 year, most cases in Gujarat state

  • ગુજરાતમાં વર્ષ 2017માં કોમન કેન્સરના કેસ 3939 હતા, જે વર્ષ 2018માં વધીને 72,169 નોંધાયા છે
  • મેદસ્વિતાને લીધે ઘણાં પ્રકારનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે
  • મહિલાઓએ સિસ્ટેમેટિક મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવી જોઈએ

Divyabhaskar.com

Nov 05, 2019, 06:26 PM IST

હેલ્થ ડેસ્કઃ નેશનલ હેલ્થ પ્રોફાઈલે વર્ષ 2019નો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં રહેલાં કેન્સરને લગતા આંકડા ચોંકાવનારા છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2017-2018માં ઓરલ કેન્સર, સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવાં કોમન કેન્સરના કેસમાં 324%નો વધારો થયો છે. આ આંકડાઓ રાજયોના NCD (નોન કમ્યૂનિકેબલ ડિસીઝ) ક્લિનિકમાંથી લેવામાં આવ્યા છે.

વર્ષ 2018માં 6.5 કરોડ લોકો સ્ક્રીનિંગ માટે આ ક્લિનિકમાં ગયા હતા, જેમાંથી 1.6 લાખ લોકો કેન્સરના દર્દીઓ હતા. આ આંકડો વર્ષ 2017માં 39,635 હતો.

કેન્સરના કેસમાં ગુજરાત અવ્વ્લ સ્થાને છે. ગુજરાતમાં વર્ષ 2017માં કોમન કેન્સરના કેસ 3939 હતા, જે વર્ષ 2018માં વધીને 72,169 નોંધાયા છે. એટલે કે 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 68,230 કોમન કેન્સરના નવા કેસ નોંધાયા છે. ગુજરાત પછી ક્રમશઃ કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોમન કેન્સરના કેસમાં વધારો થયો છે.

નિષ્ણાતો અનુસાર બીમારી વધવાનું કારણ બદલાતી જીવનશૈલી છે. સ્ટ્રેસ, ખાનપાન અને દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર તેનું જોખમ તોળાઈ રહ્યું છે.

ઓરલ કેન્સર પાછળ તમાકુ જવાબદાર છે. આલ્કોહોલ સાથે તમાકુનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. મેદસ્વિતાને લીધે ઘણા પ્રકારનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, 50-69 વર્ષની મહિલાઓએ નિયત સમયે સિસ્ટેમેટિક મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. તેનાથી બ્રેસ્ટ કેન્સરનાં જોખમને 20% ઘટાડી શકાય છે.

X
Cancer cases in India increased by 324% in last 1 year, most cases in Gujarat state
Cancer cases in India increased by 324% in last 1 year, most cases in Gujarat state

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી