ઉપાય / પ્રોસેસ્ડ ફૂડ અને સ્મોકિંગથી દૂર રહીને કેન્સરથી બચી શકાય છે

Cancer can be avoided by avoiding processed food and smoking

  • રેડ મીટનાં વધારે પડતાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે
  • કેમિકલયુક્ત કીટનાશકોની મદદથી ઉછેરવામાં આવેલાં શાકભાજી, ફળ અને અનાજનું સેવન ટાળવું જોઈએ

Divyabhaskar.com

Nov 08, 2019, 04:20 PM IST

હેલ્થ ડેસ્કઃ કેન્સરની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ‘જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 20 વર્ષે કેન્સરનાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારો લાવીને કેન્સરથી બચી શકાય છે.

વજન નિયંત્રણ કરો
વધી રહેલું શરીરનું વજન અને જમા થયેલું ફેટ કેન્સર ઉત્પન્ન કરતા કારકોને વધવામાં પ્રોત્સાહિત કરે છે. તેથી સંતુલિત વજન જાળવી રાખવું જરૂરી છે. વ્યાયામ કરવાથી વજન નિયંત્રણ કરવામાં ફાયદો થાય છે. મેનોપોઝ પછી મહિલાઓમાં વજન વધવાની સમસ્યા વધી જતી હોય છે. તેથી નિયમિત વ્યાયામ કરવો આવશ્યક છે. નિયમિત એક્સર્સાઇઝને બદલે રોજ 30 મિનિટ સ્વિમિંગ, વોકિંગ અને જોગિંગ પણ કરી શકાય છે.

હોર્મોનોલ થેરપીથી બચવું જોઈએ
મેનોપોઝનાં લક્ષણોથી બચવા માટે કેટલીક મહિલાઓ વારંવાર હોર્મોનોલ થેરપી કરાવતી હોય છે. તેને લીધે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેથી હોર્મોનોલ રિપ્લેસમેન્ટ થેરપી અથવા પોસ્ટ મેનોપોઝ થેરપી વારંવાર કરાવવાથી બચવું જોઈએ. તેની સાઈડ ઇફેક્ટને લીધે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેને લીધે બ્લડ ક્લોટિંગ, સ્ટ્રોક અથવા ડિમેન્શિયા જેવી બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે.

પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી બચવું જોઈએ
પેકેજ્ડ સ્નેક્સ અને અન્ય ખાદ્ય સામગ્રીમાં રંગ અને પ્રિઝર્વેટિવ્સના રૂપે અનેક કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. રેડ મીટનાં વધારે પડતાં સેવનથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

ઓર્ગેનિક ફૂડનું સેવન કરવું જોઈએ
કેમિકલયુક્ત કીટનાશકોની મદદથી ઉછેરવામાં આવેલાં શાકભાજી, ફળ અને અનાજનું સેવન ટાળવું જોઈએ. તેને બદલે ઓર્ગેનિક ખોરાકનું સેવન કરવું જોઈએ. ખોરાકમાં હળદર, લસણ, મરી, આદું, લીલાં શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલાં એન્ટિ

ઓક્સિડન્ટ્સ કેન્સરની કોશિકાઓને ફેલાતી રોકે છે.

ધૂમ્રપાન ન કરવું જોઈએ
તમાકુનાં સેવનથી મોં અને સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તેનાથી ફેફસાં, મોં, મૂત્રાશય, બ્રેસ્ટ અને કિડનીનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. કોઈ વ્યક્તિ ભલે ધૂમ્રપાન ન કરે પરંતુ તે ધૂમ્રપાન કરતી વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ ફેફસાંનાં કેન્સરનું જોખમ રહેલું છે.

X
Cancer can be avoided by avoiding processed food and smoking

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી