Q&A / શું યુરિનથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે, એક્સપર્ટનો જવાબ- હજી સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા તેમજ કોઈના લોહી અને ખોરાક દ્વારા ચેપ ફેલાતો નથી

X

  • જે પહેલાથી જ બીમાર છે તેમને વધારે સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે, તેમને સંક્રમણનું જોખમ વધારે છે
  • ફળ, શાકભાજીને સેનિટાઈઝરથી બિલકુલ ધોવા નહીં, તેને માત્ર નળનાં પાણીથી ધોવા અથવા હુંફાળું ગરમ પાણી તેના પર રેડવું

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:36 PM IST

વરસાદમાં સંક્રમણનું જોખમ કેટલું છે, શું લોકડાઉન હળવું કરવાથી કોરોનાના કેસ વધી શકે છે, કોરોનાના લક્ષણ બદલાઈ રહ્યા છે તેને કેવી રીતે ઓળખવા... આવા ઘણા સવાલોના જવાબ RML હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો.એ. કે વાર્ષ્ણેયે આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોના સાથે જોડાયેલા સવાલો અને એક્સપર્ટના જવાબ...

1) મોર્બિડિટી શું છે અને તેનાથી વાઈરસનું સંક્રમણ કેવી રીતે વધી રહ્યું છે?
મોર્બિડિટી એટલે જે લોકોને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી હોય, જેમ કે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, એચઆઈવી, કેન્સર અને ફેફસાંની સમસ્યા. આવા લોકોની ઈમ્યુનિટી ઓછી હોય છે. તેમને જ્યારે સંક્રમણ થાય છે તો વાઈરસ ઘાતક રીતે અટેક કરે છે. વાઈરસ તેમના ફેફસાં સુધી પહોંચી જાય છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમાં મોટાભાગના વૃદ્ધ અને પ્રેગ્નન્ટ મહિલાઓ આવે છે. તેમને સૌથી વધારે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. 

2) સેનિટાઈઝર અને સાબુ વચ્ચે શું તફાવત છે?
વાઈરસનો ટોચનો સ્તર ચીકણો હોય છે કેમ કે, તેમાં ચરબી હોય છે. જ્યારે આપણે સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોઈએ છીએ તો વાઈરસ સાબુ દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ જો તમે કોઈ એવી જગ્યાએ છો જ્યાં સાબુ-પાણી ઉપલબ્ધ નથી તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલા માટે બહાર જતી વખતે કે કોઈ વસ્તુ અથવા શાકભાજી-ફ્રૂટને સ્પર્શ કરવાથી અથવા કોઈની પાસેથી કંઇક લેતા હોય તો આંખ-નાક-મોં પર હાથ લગાવતા પહેલા સાબુ-પાણી અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરો. 

3) શું વરસાદમાં વાઈરસનું સંક્રમણ વધી શકે છે?
વરસાદમાં શરદી-ખાંસી થવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા એવા વાઈરસ છે, જેનાથી શરદી, ખાંસી અને તાવ આવે છે. તેમાં રાઈનોવાઈરસ, ઈન્ફલ્યુએન્ઝા અને હ્યુમન કોરોના પણ સામેલ છે. ઘણા એવા વાઈરસ હોય છે, જે ગળા સુધી પહોંચી જાય છે અને તેના કારણે શરદી-ખાંસી થઈ જાય છે. કોરોનાવાઈરસના કિસ્સામાં પણ લક્ષણો બીજા વાઈરસ જેવા જ છે. આવી સ્થિતિમાં દરેકનું રક્ષણ કરવું જરૂરી છે. કોઈ પણ લક્ષણ દેખાય તો ડાયરેક્ટ ડોક્ટરનો સંપર્ક કરો. 

4) કોરોનાનાં કેટલાક નવા લક્ષણો જોવા મળ્યાં છે, વિદેશમાં ઘણા લોકોમાં લાલ રંગનાં ચિન્હો જોવા મળી રહ્યા છે?
ઘણી વખત શરીર પર લાલ રંગના નિશાન ડાયેરિયા,વાઈના હુમલા અથવા બ્રેઈન સાથે સંકળાયેલી સમસ્યાના કારણે થઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. 90-95 ટકા વાઈરસથી સંક્રમિત લોકોને તાવ આવે છે. જો આવા લક્ષણો જોવા મળે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. 

5) શું યુરિનથી પણ વાઈરસનું સંક્રમણ થાય છે
ના, હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈના યુરિનથી પણ વાઈરસનું સંક્રમણ થાય છે. તેમજ કોઈના લોહી અને ખોરાક દ્વારા ચેપ ફેલાતો નથી. અત્યાર સુધી માત્ર સંક્રમિતના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાવાના કેસ સામે આવ્યા છે. પરંતુ કોઈને ખબર નથી કે કોની અંદર વાઈરસનું સક્રમણ છે, એટલા માટે સાવધાની રાખવી. 

6) લોકડાઉનમાં છૂટછાટ આપવાથી શું નવા જોખમ વધી શકે છે, આવી સ્થિતિમાં શું સાવધાની રાખવી?
સરકાર પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે પરંતુ હવે દેશના નાગરિકોનું કામ છે કે તેઓ પોતાની જાતને વાઈરસથી કેવી રીતે દૂર રાખે અને કેવી રીતે બીજાને સુરક્ષિત રાખે. સરકારે જે નિયમો બનાવ્યા છે જેમ કે, ઓટોમાં એક સવારી અથવા કેબમાં બે સવારી બેસી શકે છે. આ નિયમોનું પાલન કરવાની જવાબદારી આપણી છે. જો કોઈએ માસ્ક ન પહેર્યું હોય તો તેમને માસ્ક પહેરવાનું કહો. દુકાનદારો પણ ગ્રાહકોને માસ્ક પહેરવાનું કહે છે. ઓફિસ જતી વખતે હાથ મિલાવવાનું ટાળવું.

7) શું શાકભાજીને સેનિટાઇઝરથી ધોઈ શકાય છો?
ના, ફળો, શાકભાજીને સેનિટાઇઝરથી બિલકુલ ધોવા નહીં. શાકભાજીને નળનાં પાણીથી ધોવા અથવા હુંફાળું ગરમ પાણી રેડવું. સેનિટાઈઝરનો ઉપયોગ ફક્ત હાથ ધોવા માટે કરવામાં આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી