ઓમિક્રોન વેરિઅન્ટ દુનિયાભરમાં કહેર વરસાવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 26.96 લાખ નવા કેસ નોંધાયા છે. આ કેસ ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આવેલી લહેરને કારણે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ ઉદભવે છે કે શું ઓમિક્રોન કોવિડથી રિકવર થયેલા દર્દીઓને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે? WHOના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી રિકવર થયેલા લોકોને પણ ઓમિક્રોનનું સંક્રમણ થઈ શકે છે.
WHOના જણાવ્યાનુસાર, કોરોનાથી રિકવર થયા પછી પણ ઓમિક્રોનનું સંક્રમણ થઈ શકે છે. આ વેરિઅન્ટ આપણી ઈમ્યુન સિસ્ટમ સાથે હાથતાળી રમી શકે છે. અર્થાત જો તમને છેલ્લાં 2 વર્ષમાં કોરોના થયો હોય તો તમે પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકો છો.
રિકવરી પછી ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન થવાનું જોખમ 4-5ગણું
WHOના રિપોર્ટ પ્રમાણે, જે લોકોને પહેલાથી કોરોના થઈ ચૂક્યો છે તેમને ઓમિક્રોન થવાનું સંક્રમણ 4-5ગણું છે. કારણ કે ઈમ્યુન સિસ્ટમ ઓમિક્રોનની સરખામણીએ ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ જલ્દી કરી લે છે. ઓમિક્રોનમાં એવાં મ્યુટેશન થયાં છે જેને કારણે ઈમ્યુન સિસ્ટમના રડારમાં તે આવતો નથી.
ઓમિક્રોનથી બચવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરી
WHO યુરોપના રિજનલ ડાયરેક્ટર હેન્સ હેનરી પી ક્લુગે જણાવે છે કે, ઓમિક્રોન કોઈ પણ વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ શકે છે. બાળકો, વૃદ્ધો, યંગસ્ટર્સ, કોરનાથી રિકવર થયેલા, અનવેક્સિનેટેડ ઈવન વેક્સિનેટેડ લોકોને પણ ઓમિક્રોનનું સંક્રમણ થઈ શકે છે.
આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો તમારે ગંભીર રીતે બીમાર થતાં બચવું હોય તો વેક્સિન લેવી જરૂરી છે આ સાથે ટેસ્ટિંગ પણ એટલું જરૂરી છે. હેલ્થકેર વર્કરને હાલ સપોર્ટની ખૂબ જરૂર છે. ક્લુગેના મત પ્રમાણે, દર 5માંથી 1 હેલ્થકેર વર્કર ડિપ્રેશન અને ચિંતામાં છે. માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ સમસ્યાઓ કોરોના મહામારીનું જ પરિણામ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.