• Home
  • Lifestyle
  • Health
  • By doing a little exercise each day, the brain works well and strengthens the neuron connection

રિસર્ચ / દરરોજ થોડી-થોડી કસરત કરવાથી મગજ સારી રીતે કાર્ય કરે છે, ચેતાકોષોનાં જોડાણને વધુ મજબૂત બનાવે છે

By doing a little exercise each day, the brain works well and strengthens the neuron connection

Divyabhaskar.com

Jul 08, 2019, 12:46 PM IST

હેલ્થ ડેસ્કઃ એવું કહેવાય છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન અને મગજનો નિવાસ થાય છે. તેથી, શરીર તંદુરસ્ત રાખવા માટે તંદુરસ્ત આહાર અને તંદુરસ્ત જીવનશૈલી જેટલી આવશ્યક છે, એટલી જ નિયમિત કસરત કરવી પણ જરૂરી છે. તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ નાની-નાની કસરત એટલે કે સમય મળે ત્યારે વચ્ચે-વચ્ચે કસરત કરતાં રહેવાથી આપણું મગજ સારી રીતે કાર્ય કરે છે. એટલે કે તેનાથી બ્રેનનાં ફંક્શનમાં સુધારો થાય છે.


વૈજ્ઞાનિકોની એક ટીમે ઉંદરો પર આ અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે, દૈનિક થોડી-થોડી કસરત કરવાથી એક જીન એક્ટિવેટ થઈ જાય છે, જે મગજના હિપ્પોકેમ્પસ નામના ભાગમાં આવેલા ન્યુરોસન્સ (ચેતાકોષો) વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવે છે. મગજનો આ ભાગ મેમરી અને કંઈક નવું શીખવાની સાથે સંબંધિત છે.


અભ્યાસમાં સામેલ ઉંદરોને 2 કલાક માટે એક રનિંગ વ્હીલ પર રાખવામાં આવ્યાં અને આ દરમિયાન તેમના બ્રેનની કામગીરી માપવામાં આવી. eLifeમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, દરરોજ જ્યારે સમય મળે ત્યારે વચ્ચેના સમયગાળામાં થોડી-થોડી કસરત કરવાથી મગજનાં હિપોપ્કેમ્પસ ભાગમાં સિનેપ્સેસમાં વધારો થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ આ તારણ કસરત દરમિયાન એક્ટિવ કરેલ સિંગલ ન્યુરોસન્સમાં થયેલી જીનની વૃદ્ધિનું વિશ્લેષણ કરીને કાઢ્યું. અગાઉ પ્રાણીઓ અને મનુષ્યો પર કરવામાં આવલાં સંશોધનમાં પણ એ વાત સામે આવી કે નિયમિત રૂપે કસરત કરવાથી મગજનાં સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

X
By doing a little exercise each day, the brain works well and strengthens the neuron connection
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી