ફિટનેસ / અડધો કલાક બટ કિક્સ વર્કઆઉટ કરવાથી 240 કેલરી બર્ન થાય છે, સાંધાના દુખાવામાં 50% રાહત મળે છે

butt kicks workout burns 240 calories, it also give 50% relief of joints pain

Divyabhaskar.com

Oct 05, 2019, 04:12 PM IST

હેલ્થ ડેસ્કઃ બટ કિક્સ એક પ્રકારની પ્લાયોમેટ્રિક્સ અથવા જંપ ટ્રેનિંગ છે. આ એક એવી કાર્ડિયોવેસ્કુલર એક્સર્સાઇઝ છે જે મસલ્સ સ્ટ્રેન્થ અને એન્ડ્યોરેન્સ વધારવામાં મદદ કરે છે. તેને સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે પણ કરી શકાય છે.

કેવી રીતે કરવી?
સૌપ્રથમ સીધા ઊભા થઈ જાઓ. બંને પગની વચ્ચે થોડી જગ્યા રાખો. આ દરમિયાન હાથ સીધા રાખો અને જંપ લગાવતા સીધા પગથી બટ તરફ કિક લગાઓ. આ જ રીતે બીજા પગથી પણ કૂદકો મારો. આ જ ક્રિયા વારંવાર કરો. આ રીતે બટ કિક્સના બે અથવા ચાર

સેટ્સ પૂરા કરો.

આ રીતે વેરિએશન સાથે કરો
તમે બટ કિક અલગ રીતે કરીને તેને વધુ રસપ્રદ બનાવી શકો છો. જેમ કે, એક જ જગ્યાએ ઊભા રહીને કરો અથવા મૂવમેન્ટ સાથે પણ કરી શકો. વધુ ઈન્ટેન્સ વર્કઆઉટ્સ માટે તમે બંને હાથમાં ડમ્બેલ્સ ઉઠાવીને પણ આ કરી શકાય છે. જમ્પિંગ જેક્સ, સ્ક્વોટ્સ જમ્પ, પુશ-અપ્સ, પ્લેક વગેરે જેવાં વર્કઆઉટ સાથે કોમ્બિનેશન કરીને પણ આ એક્સર્સાઇઝ કરી શકાય.

શરીરના આ 5 અવયવોને લાભ થાય છે

મગજ: લોહીનો પ્રવાહ વધે છે, જેના કારણે સ્ટ્રોકની સંભાવના ઓછી થાય છે. યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા વધે છે.

ત્વચા: રક્ત પરિભ્રમણ વધવાના કારણે પરસેવોના સ્વરૂપમાં ટોક્સિન્સ દૂર થાય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે, પિમ્પલ્સ અને કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

હાર્ટ: આ વર્કઆઉટ શુગર કન્ટ્રોલ કરવામાં મદદગાર છે. તેનાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે અને હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

સ્નાયુઓ: આ એક હાઈ ઈન્ટેન્સ કાર્ડિયો વર્કઆઉટ છે, જે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડે છે અને તમામ સ્નાયુઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ હાથ અને જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

હાડકાં: આ હાડકાં મજબૂત બનાવે છે. આ ઓસ્ટિઓપોરોસિસ અને સંધિવા સામે રક્ષણ આપે છે. આવર્કઆઉટ નિયમિત કરવાથી વજન ઘટે છે. પેટ અને જાંઘની ચરબી ઓછી હોય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • કસરત કરતાં પહેલાં થોડું વોર્મઅપ કરો.
  • જો તમને ઘૂંટણ, પગ અથવા કમરમાં દુખાવો હોય તો આ વર્કઆઉટ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો જેથી તકલીફ ન પડે.
  • તમારાં પોશ્ચરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
  • તમારી ક્ષમતા અનુસાર કરો અને ધીમે ધીમે સંખ્યામાં વધારો કરો.
  • કસરત દરમિયાન વારંવાર પાણી પીતાં રહો.
  • શરૂઆતમાં ટ્રેનરની દેખરેખ હેઠળ વર્કઆઉટ કરો.
  • હાથ અને પગની પોઝિશનનું ખાસ ધ્યાન રાખો, જેથી તમને ઇજા પહોંચવાનો ડર ન રહે અને યોગ્ય રીતે વર્કઆઉટ થાય.
  • તમારી સ્પીડ યોગ્ય રાખો, જેથી તમને વર્કઆઉટનો પૂરો ફાયદો મળે.
X
butt kicks workout burns 240 calories, it also give 50% relief of joints pain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી