તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે માસ્કથી ચહેરાની સારવાર થશે:3D પ્રિન્ટેડ માસ્કથી દાજેલા ચહેરાની સારવાર કરવામાં આવશે, 6 મહિનાથી 1 વર્ષ સુધી આ માસ્ક પહેરવો પડે છે

2 મહિનો પહેલા
8 વર્ષીય મરમ અને તેની માતા ઈઝદિહાર અલ અમાવી.
  • ગાજા શહેરમાં ડૉક્ટર્સ વિધ આઉટ બોર્ડર નામનું ચેરિટી ગ્રુપ આગમાં ઘાયલ દર્દીઓની 3D માસ્કથી સારવાર કરી રહ્યું છે
  • માસ્કથી સારવાર કરવાના પ્રોજેક્ટની શરૂઆત એપ્રિલ, 2020માં થઈ હતી

ગાજા પટ્ટીમાં દાજેલા ચહેરાની સારવાર 3D પ્રિન્ટેડ માસ્કથી કરવામાં આવી રહી છે. આ માસ્ક ઈજાને છુપાવે પણ છે અને સારવાર પણ કરે છે. આ માસ્કથી 8 વર્ષની મરમ અને તેની માતા ઈઝદિહાર અલ અમાવીના દાજેલા ચહેરાની સારવાર કરવામાં આવી રહી છે. એક વર્ષ પહેલા અહીંના ફિલિસ્તીન રેફ્યુજી કેમ્પમાં ગેસ લિક થવાના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 25 લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મરમ અને ઈઝદિહાર પણ આ દરમિયાન ઘાયલ થયા હતાં.

આવી રીતે કામ કરે છે માસ્ક
ગાજા શહેરમાં ડૉક્ટર્સ વિધ આઉટ બોર્ડર નામનું ચેરિટી ગ્રુપ આગમાં ઘાયલ દર્દીઓની 3D માસ્કથી સારવાર કરી રહ્યું છે. સારવાર કરનાર ફિઝિયોથેરેપીના હેડ ફિરાઝ સ્યૂરગોના જણાવ્યા પ્રમાણે, આ માસ્ક ચહેરા પર દબાણ બનાવે છે અને સ્કિનને રિપેર કરવાનું કામ કરે છે.

સારવાર પહેલા 3D સ્કેનરની મદદથી દર્દીના ચહેરાનું માપ લેવામાં આવે છે. આ માપના અનુસાર જ માસ્ક તૈયાર કરવામાં આવે છે જેથી તે ચહેરા પર સરળતાથી ફિટ થઈ શકે અને દબાણ ઊભું કરી શકે.

6 મહિનાથી 1 વર્ષ સુધી પહેરવો પડે છે
આ માસ્કને દર્દીની સ્થિતિ પ્રમાણે, 6 મહિનાથી 1 વર્ષ સુધી પહેરવો પડે છે. માસ્કમાં લગાવવામાં આવેલી સ્ટ્રીપની મદદથી તેને એડજસ્ટ કરી શકાય છે. માસ્કથી સારવાર કરવાના પ્રોજેક્ટની શરૂઆત એપ્રિલ, 2020માં થઈ હતી. ગાજામાં 20 લોકોની સારવાર આ માસ્કથી કરવામાં આવી રહી છે. આ અભિયાન જોર્ડન અને હૈતીમાં પણ શરૂ કરવામાં આવ્યું છે.

મને ડર હતો કે લોકો હસશે: મરમ
8 વર્ષની મરમનું કહેવું છે કે, માસ્કથી ચહેરાના દાજેલા ભાગમાં સુધારો થયો છે. મને ડર હતો કે જ્યારે હું તેને લગાવીને બહાર જઈશ તો લોકો મને જોઈને હસશે. મેં તેને પહેર્યો અને ક્લાસિસ પૂરા કરીને ઘરે પરત ફરી. મરમ માસ્કને એક દિવસમાં 8 કલાક અને તેની માતા ઈઝદિહાર 16 કલાક પહેરે છે. તેને ખાતી વખતે તેને ઉતારે છે. રાત્રે બીજો માસ્ક પહેરીને સૂવે છે. હાથ માટે પણ સ્પેશિયલ ગ્લવ્ઝ છે જેને તેઓ દરરોજ પહેરે છે.

પરિવારે ચહેરો જોવાની ના પાડી દીધી હતી
ઈઝદિહારના જણાવ્યા પ્રમાણે, ઘટના ઘણી ભયંકર હતી. અમે લોકો ખરીદી કર્યા બાદ ટેક્સીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક હુમલો થયો. ચારેય તરફ આગ લાગી ગઈ હતી. હું અને મારી દીકરી બે મહિના સુધી હોસ્પિટલમાં હતા. ઘણા ઓપરેશન કરવામાં આવ્યા. હવે મારી ઈજા અમુક હદ સુધી મટવા આવી છે અને તેની પાછળનું કારણ માસ્ક છે.

ઈઝદિહાર જણાવે છે કે, ઘટના બાદ મારા પરિવારના લોકોએ ચહેરો જોવાની ના પાડી દીધી હતી. ઓપરેશનના 50 દિવસ બાદ મેં મારો ચહેરો જોયો. ડૉક્ટર્સે અમને કહ્યું કે, બેથી ત્રણ વર્ષમાં ધીમે ધીમે ડાઘ જતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો