રિસર્ચ / દિવસમાં 3 વાર બ્રશ કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે

Brushing 3 times a day reduces the risk of heart-related illnesses

  • બ્રશ કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ માટે કારણભૂત બેક્ટેરિયાની સંખ્યા ઘટે છે
  • દિવસમાં 3 વાર બ્રશ કરવાથી અનિયમિત ધબકારા થવાનું જોખમ 10% અને હાર્ટ અટેક થવાનું જોખમ 12% ઘટાડી શકાય છે

Divyabhaskar.com

Dec 03, 2019, 11:21 AM IST

હેલ્થ ડેસ્કઃ ઓરલ હેલ્થ (મોઢાનાં સ્વાસ્થ્ય)નું ધ્યાન રાખતા લોકો માટે સાઉથ કોરિયાથી એક સારા સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી નામની મેડિકલ જર્નલ અનુસાર દિવસમાં 3 વાર બ્રશ કરવાથી હૃદય સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે.

કોરિયન હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં 16 લાખ લોકોના ડેટા પર અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં 40થી 79 ઉંમરના લોકોને સામેલ કરાયા હતા.

આ તમામ લોકોની વજન, ઊંચાઈ, સામાન્ય બીમારી, જીવનશૈલી, ઓરલ હેલ્થની તપાસ કરવામાં આવી હતી. રિસર્ચમાં જાતિ, રેગ્યુલર એક્સર્સાઇઝ, આલ્કોહોલની આદત, બોડી માસ ઇન્ડેક્સ જેવા પરિબળોનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે દિવસમાં 3 વાર બ્રશ કરવાથી સબજિંજિવલ બાયોફિલ્મ (દાંત અને પેઢાંમાં રહેતા બેકટેરિયા) બેકટેરિયાની સંખ્યા ઘટે છે. આ બેક્ટેરિયા હાર્ટ અટેક સહિતની અનેક બીમારીઓ માટે કારણભૂત હોય છે. તેથી દિવસમાં 3 વાર બ્રશ કરવાથી હૃદય સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર દિવસમાં 3 વાર બ્રશ કરવાથી આર્શિયલ ફેબ્રિલેશન (અનિયમિત ધબકારા) થવાનું જોખમ 10% અને હાર્ટ અટેક થવાનું જોખમ 12% ઘટે છે.

X
Brushing 3 times a day reduces the risk of heart-related illnesses

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી