નવો કોવિડ ટેસ્ટ:બ્રિટનના વૈજ્ઞાનિકોએ RT-PCR કરતાં ઝડપી, સચોટ અને સસ્તો ટેસ્ટ 'RTF-EXPAR' ડેવલપ કર્યો, 3 મિનિટમાં જ પરિણામ મળી જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધકોએ આ ટેસ્ટ ડેવલપ કર્યો
  • સ્વૉબ સેમ્પલથી આ ટેસ્ટ કોરોનાની તપાસ કરે છે
  • આ ટેસ્ટ વધારે વાઈરસ લોડ સેમ્પલનું પરિણામ 45 સેકન્ડમાં આપે છે

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોવિડની તપાસ કરવા માટે એક નવો ટેસ્ટ 'RTF-EXPAR' ડેવલપ કર્યો છે. આ ટેસ્ટ પણ RT-PCRની જેમ સ્વૉબ સેમ્પલની તપાસ કરશે અને 3 મિનિટમાં ટેસ્ટના પરિણામ આપશે. આગામી 3 મહિનાની અંદર આ ટેસ્ટ જાહેર જનતા માટે ઉપલબ્ધ થશે.

નવો ટેસ્ટ ડેવલપ કરનારા બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે, આ ટેસ્ટ RT-PCR કરતાં ઝડપી અને સચોટ પરિણામ આપશે. સંશોધકોનું કહેવું છે કે, નવા ટેસ્ટનું નામ 'RTF-EXPAR' છે.

આ રીતે પરિણામ આપે છે ટેસ્ટ
સંશોધકોએ એક એવું ડિવાઈસ વિકસિત કર્યું જે કોરોના જિનેટિક મટિરિયલના આધારે તપાસ કરે છે. તપાસ માટે ગળાં કે નાકના સેમ્પલને આ ડિવાઈસમાં રાખવામાં આવે છે. આ ડિવાઈસ કોરોનાની ઓળખ કરે છે. આ ટેસ્ટ પ્રોફેશનલ્સ કરે છે. એરપોર્ટ જેવી જગ્યા જે સમય વધુ કિમતી બની જાય છે ત્યાં આ ટેસ્ટથી ઝડપી સ્ક્રીનિંગ કરી શકાય છે.

યુનિવર્સિટી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસ પ્રોફેસર ટિમ ડૈફ્રનનું કહેવું છે કે, સેમ્પલમાં વાઈરસ લોડ ઓછો હોય તો આ ટેસ્ટના પરિણામમાં 8 મિનિટનો સમય લાગે છે. વાઈરસ લોડ વધુ હોય તો 45 સેકન્ડમાં જ પરિણામ મળી જાય છે.

સંશોધક પ્રોફેસર એન્ડ્ર્યુ બેગ્સ જણાવે છે કે, આ ટેસ્ટમાં RT-PCR કરતાં ઘણી ખાસિયતો છે. પોઝિટિવ સેમ્પલના 89% અને નેગેટિવ સેમ્પલના 93% સુધી સચોટ પરિણામ મેળવી શકાય છે.

આ કારણે RTF-EXPAR ટેસ્ટ ચઢિયાતો
સંશોધકોનું કહેવું છે કે, બંને ટેસ્ટિંગ પદ્ધતિથી પરિણામ મળવામાં કેટલી વાર લાગે છે તેની તપાસ કરવામાં આવી. તપાસમાં જોવા મળ્યું કે, નવો ટેસ્ટ જે પરિણામ આપવામાં 8 મિનિટ લગાડે છે તે ટેસ્ટના પરિણામ આપવામાં RT-PCRમાં 42 મિનિટનો સમય લાગે છે.

સંશોધકોનું કહેવું છે કે, ઘણી વખત RT-PCR ટેસ્ટથી પરિણામ આવવામાં આખો દિવસ લાગી જાય છે. કારણ કે સેમ્પલ લેબમાં પહોંચે તેમાં સમય જાય છે. નવા ટેસ્ટથી ઓન ધ સ્પોટ પરિણામ મેળવી શકાય છે.

આ ટેસ્ટ સસ્તો પડશે
નવા કોવિડ ટેસ્ટમાં કેટલો ખર્ચો થશે તેના વિશે વૈજ્ઞાનિકોએ કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી, પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે RT-PCRની સરખામણીએ આ ટેસ્ટ સસ્તો હશે. આ ટેસ્ટની તપાસ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તેનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...