વિશ્વ પર્યાવરણ દિવસ 2022:જીવનશૈલીમાં લાવો આ ફેરફાર અને પર્યાવરણને કરો સુરક્ષિત

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે આપણી ત્વચા અને શરીરની હંમેશા સાર-સંભાળ રાખીએ છીએ અને આ એક સારી આદત પણ છે, પરંતુ જો તેની સાર-સંભાળ માટે ઉપયોગમાં લેવામાં આવતાં ઉત્પાદનો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તો પછી આપણે તેના ઉપયોગ પર ફરીથી એકવાર વિચાર કરવાની જરૂર છે. આજનું પર્યાવરણ એકદમ દુષિત બની ગયું છે ને જો આ પરિસ્થિતિ જ રહી તો આવનાર સમયમાં લોકો માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની જશે, તેથી આપણે એક જાગૃત નાગરિક બનીને અત્યારથી જ એવાં નાના-નાના પગલાં ઉઠાવીએ કે, આપણે તો ઠીક પણ આપણી આવનાર પેઢીને પણ એક શુદ્ધ વાતાવરણ મળી રહે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર અમે તમારી સાથે અમુક મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું, જે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

મીડિયા સાથેની એક મુલાકાતમાં 'ગ્રીન એન્ડ બેજ' ના સહ-સ્થાપક ડૉ.મેરિન લિઝા જેકબે ઝરાફશાન શિરાઝને જણાવ્યું હતું કે, 'બોડી સ્પ્રે અને ડિઓડરન્ટ્સ જેવા પ્રોપેલેન્ટ આધારિત પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ હવાની ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય કેટલાક ઘટકોનું ઉત્પાદન અને હાનિકારક ધુમ્રપાન પણ હવાને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પર્યાવરણ પ્રત્યે સભાન હોવ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માગતા હોવ તો આવા ઉત્પાદનો અને ઘટકોથી અંતર બનાવી રાખવું.'

તેમણે ઉમેર્યું હતું કે, 'માટી અને પાણીના દૂષણના સંદર્ભમાં સૌંદર્ય ઉત્પાદનોની અસર ખૂબ જ ગંભીર હોય છે, કારણકે દરેક સ્કીનકેર પ્રોડક્ટ અંતે જમીન અથવા પાણીમાં ભળે છે. એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ભાગ્યે જ કેટલાક ઘટકોનું અધઃપતન કરી શકે છે. ખાસ કરીને જો તે બાયોડિગ્રેડેબલ ના હોય તો તે અન્ય ઘટકો સાથે જોડાઈને એવા સંયોજનો પેદા કરે છે, જેને સરળતાથી તોડી શકાતા નથી. આવા ઘટકો આખરે માટી અને પાણીમાં એકત્રિત થાય છે અને તેને ઝેરી બનાવે છે.' ડૉ. મેરિન લીઝા જેકબે સલાહ આપી હતી કે, 'ગ્રાહકોએ ઈકો-ફ્રેન્ડલી હોય તેવા ઉત્પાદનો વિશે જાગૃત રહેવું અને બાયોડિગ્રેડેબલ હોય તેવા ઘટકોની માગ કરવી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, કુદરતી ઘટકોની શોધ કરતી વખતે, આપણે તેના ટકાઉ સોર્સિંગ માટે ધ્યાન આપવાની જરૂર છે.'

તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે, 'ત્વચા માટે લાભદાયક હોય તેવા કુદરતી ઘટકોનું ઉત્પાદન કરવા માટે વન આવરણના વિશાળ વિસ્તારોને ભૂંસી નાખવું એ કોઈપણ સભાન ગ્રાહકના અંતરાત્મા સાથે સંમત થાય તેવું નથી. અમુક કંદ અને રાઇઝોમ્સનો તેમના ધારેલા લાભો માટે બેફામ ઉપયોગ કરવાથી વધુ પડતી ખેતી થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તે બંજર બની શકે છે. આ અંગે જાગૃત થવું એ પર્યાવરણને બચાવવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે.'