બ્યુટી ટિપ્સ:માત્ર ફેસવોશથી ચહેરો ધોવાથી સ્કિન ક્લીન નહીં થાય, ક્લીંઝિંગ પાઉડર ડીપ ક્લીનઅપ કરીને તમારો ચહેરો નિખારશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટમાં ઘણા પ્રકારના ક્લીંઝિંગ પાઉડર અવેલેબલ છે, તે સ્કિનને સાફ કરવાની સાથે સોફ્ટ પણ બનાવે છે
  • ક્લીંઝિંગ માટે ઘરેલુ નુસખા પણ ટ્રાય કરી શકો છો

માત્ર ચહેરો ધોયા કરવાથી ગ્લોઈંગ સ્કિન નહીં મળે, પરંતુ ઊંડાઈએથી સાફ-સફાઈ પણ જરૂરી છે. યોગ્ય રીતે ક્લીંઝિંગ ના થવાથી સ્કિન ડલ દેખાય છે. ફેસ પર મસા અને બ્લેક હેડ્સ થવા લાગે છે. જો તમને લાગે છે કે, માત્ર ફેસવોશથી ચહેરો ધોવો એ ક્લીંઝિંગ માટે કાફી છે તો આ વાત ખોટી છે. બ્યુટી એક્સપર્ટ શ્રુતિ સેને કહ્યું કે, ગ્લોઈંગ સ્કિન માટે ડીપ ક્લીનઅપ ખૂબ જરૂરી છે. માર્કેટમાં ઘણા પ્રકારના ક્લીંઝિંગ પાઉડર અવેલેબલ છે, તે સ્કિનને સાફ કરવાની સાથે સોફ્ટ પણ બનાવે છે. ખાસ વાત છે કે, આ પાઉડર પ્યોર અને ડ્રાય ઇન્ગ્રીડિઅન્ટ્સમાંથી બનાવેલા હોય છે.

ક્લીંઝિંગ પાઉડરના ફાયદાઓ

  • સ્કિનમાં બંધ પોર્સ ઓપન થશે.
  • દિવસભર સ્કિન પર જમા થયેલી ધૂળ-માટી સાફ થઈ જશે.
  • બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી મુક્તિ મળશે.
  • ક્લિયર સ્કિનથી ચહેરા પર નિખાર આવશે.
  • સ્કિન હાઈડ્રેટેડ રહેશે.

સ્કિન ક્લીંઝિગના ઘરેલુ નુસખા
​​​​​​​1. ઓટમીલ ક્લીંઝિંર:
એક ચમચી દૂધ, એક ચમચી ઓટમીલ અને મધના અમુક ટીપા મિક્સ કરો. પાણી મિક્સ કર્યા પછી એક પેસ્ટ રેડી કરો. પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. હળવા હાથે મસાજ કરી 2-3 મિનિટ પછી ફેસ ધોઈ લો.

2. ચણાના પાઉડરનું ક્લીંઝિર: બે ચમચી ચણાનો પાઉડર, એક ચમચી હળદર અને એક ચમચી દૂધ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને વધારે ઘટ્ટ ના કરો. હાથ કે પછી બ્રશથી ચહેરા પર લગાવો. 15થી 20 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. ઓઈલી સ્કિન માટે આ બેસ્ટ ક્લીંઝિંગ છે.

3. મિલ્ક ક્લીંઝિર: દૂધ એક અસરકારક પ્રાકૃતિક ક્લીંઝિંર છે. પાંચ ચમચી ઠંડા દૂધમાં એક ચપટી મીઠું મિક્સ કરો. મિક્સ કર્યા પછી કોટન બૉલથી ચહેરા અને ગળા પર લગાવો. 1થી 2 મિનિટ પછી હળવા હાથે મસાજ કરો અને પાણીથી ધોઈ લો.

4. ઓરેન્જ પીલ પાઉડર: આ એક પ્રાકૃતિક ક્લીંઝિર અને સ્કિન ટોનર છે. સંતરાની છાલથી ક્લીંઝિંગ કરવાથી પિમ્પલ્સ ઓછા થશે. તેની છાલનો પાઉડર ઓઈલી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે.