Cookingને બદલે Kiss કરી વજન ઘટાડવું સરળ:વેટ લિફ્ટિંગથી વધારે તાકાત બ્રેસ્ટફીડિંગમાં જોઈએ, જાણો કયા કામમાં કેટલી કેલરી ખર્ચાય છે?

રાધા તિવારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રેસ્ટફીડિંગમાં આશરે 500 કેલરી બર્ન થાય છે
  • સતત એક કલાક વેટ લિફ્ટિંગથી 445 કેલરી બર્ન થાય છે

છત્તીસગઢ કોરબા જિલ્લામાં એક થયેલી એક ઘટના ચર્ચામાં છે. અહીં એક માતા બ્રેસ્ટફીડિંગની જીદ્દ કરી રહેલા બાળકથી એટલી હદે કંટાળી ગઈ કે, તેણે બાળકને ખોળામાંથી ફેંકી દીધું. ખરાબ રીતે ઘાયલ થયેલા બાળક મૃત્યુ પામ્યું. હાલ તેની માતા જેલમાં છે અને લોકોએ તેને ખરાબ માતાનું બિરુદ આપી દીધું છે. આ કેસમાં ડૉક્ટરનું માનવું છે કે, આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હોય શકે છે. આ ઉપરાંત અન્ય એક વાત પણ સાચી છે કે, બ્રેસ્ટફીડિંગમાં જેટલી એનર્જી ઓછી થાય છે, તેનાથી સારો એવો પહેલવાન પણ થાકી જાય.

બ્રેસ્ટફીડિંગમાં આશરે 500 કેલરી બર્ન થાય છે જ્યારે સતત એક કલાક વેટ લિફ્ટિંગથી 445 કેલરી બર્ન થાય છે. આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય છે કે, બાળકને જન્મ આપ્યા પછી દૂધ પીવડાવવું કેટલી અઘરી કસરત છે.

સ્ટડી શું કહે છે?
એક સ્ટડી પ્રમાણે, બ્રેસ્ટફીડિંગ કરાવતી માતા આશરે 500 કેલરી બર્ન કરે છે. આટલી કેલરી એક સમયનું ભોજન છોડી દો, વર્કઆઉટ, હલન-ચલન, ભોજન ઓછું કરવું વગેરે ઉપરાંત રૂટિન કામથી રોજની કેલરી બર્ન થાય છે. 70 કિલો વજન ધરાવતી વ્યક્તિ 30 મિનિટના ઘરેલુ કામમાં કે અન્ય કામમાં કેટલી એનર્જી બર્ન કરે છે તે જાણીએ...

ફીડિંગ કરાવતી માતાનું ડાયટ કેવું હોવું જોઈએ?
બ્રેસ્ટફીડિંગ દરમિયાન વધારે એનર્જી ખર્ચાય છે, આથી આ સમયમાં માતાએ તેમની ડાયટ પર પૂરું ધ્યાન આપવું જોઈએ. ભોજનમાં દૂધ, લીલા પાંદડાવાળી શાકભાજી, સલાડ, ગાજર અને સૂકામેવાને સામેલ કરવા. નોનવેજ માતા ઈંડાં, માંસ અને માછલી પણ ખાય શકે છે. પાણી અને લિક્વિડ વધારે લેવું જોઈએ.બ્રેસ્ટ મિલ્કમાં 87% પાણી હોય છે. ઓછું પાણી પીવાથી માતા ડીહાઇડ્રેશનનો શિકાર થાય છે.

એક્ટિવિટી

કેલરી બર્ન

રનિંગ282
એરોબિક્સ211
ગાર્ડનિંગ167
કાર વોશિંગ167
બાળકોની સાથે રમવું149
ઝડપી ચાલવું141
યોગ141
વેટ લિફ્ટિંગ500 (1 કલાક)
કુકિંગ93
કિસિંગ3 (1 મિનિટ)

હોર્મોન્સ ચેન્જથી પણ તકલીફ
​​​​​​​કોરબાવાળી ઘટનામાં એમ પણ કહેવાય રહ્યું છે કે, તે માતા પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનથી પીડિત હતી. આ એક ગંભીર તકલીફ છે. તેની શરૂઆત પોસ્ટ-પાર્ટમ બ્લૂઝથી થાય છે. એટલે કે બાળકના જન્મ પછી ઉદાસી. આ વિશે કર્ણાટકમાં શ્રી ત્રિનેત્ર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યૌગિક સાયન્સની ગાયનેકોલોજિસ્ટ શ્રીલલિતા અવિનાશે જણાવ્યું કે, આ તકલીફ 35થી 80% મહિલાઓમાં હોય છે. પોસ્ટપાર્ટમ બ્લૂઝ પર ધ્યાન આપવામાં ના આવે તો આ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલે શું?
​​​​​​​બાળકો થયા પછી જે ડિપ્રેશન થાય છે તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવાય છે. તેના શરૂઆતના લક્ષણો ઘણા સામાન્ય હોય છે. જેમ કે મૂડ સ્વિન્ગસ, ઉદાસી, ચીડિયાપણું, રડવાની ઈચ્છા અને બાળકોને સાચવવાનો ડર..ધીમે-ધીમે આ લક્ષણો વધતા જાય છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કારણ શું છે?
ડિલિવરી પછી માતાના વ્યવહારમાં ફેરફાર ઘણા બધા કારણોને લીધે આવી શકે છે. તેમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને હોર્મોન્સમાં ફેરફાર થાય છે. તેની અસર તેમના વ્યવહાર પર પડે છે. ઘરના લોકોને દીકરો જોઈએ અને દીકરીનો જન્મ થાય તો પણ પરિવારના ટોણા સાંભળવા પડે છે. માતા પર બાળક અને ઘરની જવાબદારી હોય છે અને તે શારીરિક રૂપે નબળી પણ હોય છે. આ દરમિયાન તેને ઓફિસમાં સારું પર્ફોમન્સ ના કરવાનો ડર પણ હોય છે. અમુક મહિલાઓને તેમનું શરીર વધતા પણ ચિંતા થાય છે. આ બધી સમસ્યાઓ ભેગી થઈને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને નોતરું આપી શકે છે.