બ્રેસ્ટફીડિંગ માતા અને બાળક માટે ફાયદાકારક:માતાનું પહેલું દૂધ નવજાતની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને માતામાં બ્રેસ્ટ કેન્સર અને આર્થ્રાઈટિસનું જોખમ ઘટે છે

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જન્મના 1 કલાક પહેલાં માતાનું દૂધ પીનાર બાળકોને નાની ઉંમરે મૃત્યુનું જોખમ 20% સુધી ઓછું થઈ જાય છે
 • બ્રેસ્ટફીડિંગ કરાવાથી માતાને હૃદય રોગનું જોખમ 10% સુધી ઘટી જાય છે

નવજાત બાળકને સ્વસ્થ રાખવા માટે માતાના દૂધનું ઘણું મહત્ત્વ હોય છે. WHOના જણાવ્યા પ્રમાણે, માતાના દૂધથી બાળકમાં એન્ટિબોડી બને છે. તે બાળપણમાં ઘણી બીમારીઓથી બાળકોને બચાવે છે. સ્તનપાન ન માત્ર બાળક માટે ફાયદાકારક છે પરંતુ તેનાથી માતાને પણ ઘણા લાભ થાય છે.

1થી 7 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવી રહેલા બ્રેસ્ટફીડિંગ વીકના અવસરે નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ ડૉ. સારિકા ગુપ્તા જણાવે છે કે, બ્રેસ્ટફીડિંગ માતા અને બાળક બંને માટે કેટલું જરૂરી છે...

માતાના દૂધથી નવજાત બાળકને 4 મોટા ફાયદા

 • ઈમ્યુન સિસ્ટમ સારી થાય છે: જન્મના 1 કલાક પહેલાં માતાનું દૂધ પીનાર બાળકોને નાની ઉંમરે મૃત્યુનું જોખમ 20% સુધી ઓછું થઈ જાય છે. બાળક વેક્સિનેશન પ્રત્યે સારો રિસ્પોન્ડ કરે છે.
 • સંક્રમણનું જોખમ ઓછું રહે છે: માતાનું દૂધ પીવાથી બાળકમાં ડાયેરિયાનું જોખમ ઓછું થાય છે. આંતરડાંમાં સંક્રમણનું જોખમ આશરે 64% ઘટી જાય છે. 6 મહિના અને વધારે સમય સુધી સ્તનપાન કરનારા બાળકોમાં ડાયટથી જોડાયેલી એલર્જીના કેસ ઓછા સામે આવે છે.
 • રેસ્પિરેટરી સિસ્ટમ સારી કામ કરે છે: માતાનું દૂધ પીવાથી બાળકોમાં શ્વાસ સંબંધિત સંક્રમણનું જોખમ 72% સુધી ઓછું થાય છે. ન્યૂમોનિયા, સિઝનલ શરદી ઉધરસનું જોખમ ઓછું રહે છે.
 • બાળકનો IQ લેવલ વધારે રહે છે: માતાના દૂધમાં કોલેસ્ટેરોલ અને અન્ય ફેટ ઓછા હોય છે. નર્વ ટિશ્યૂનો સારો વિકાસ થાય છે. તેવામાં બાળકનો IQ લેવલ 2થી 5 પોઈન્ટ વધારે હોય છે. તેમનું હૃદય વધુ સારી રીતે કામ કરે છે.

માતામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ 28% સુધી ઘટી જાય છે
બ્રેસ્ટફીડિંગ કરાવાથી માતાને હૃદય રોગનું જોખમ 10% સુધી ઘટી જાય છે. બ્રેસ્ટ કેન્સરનું જોખમ 28% અને આર્થ્રાઈટિસનું જોખમ 50% સુધી ઓછું થાય છે.

1 વર્ષમાં આ રીતે બાળકને સુરક્ષા આપે છે માતાનું દૂધ

 • જન્મના સમયે: માતાનું પહેલું દૂધ ઈમ્યુનિટી અને આંતરડાંને સુરક્ષા આપે છે.
 • 6 અઠવાડિયાં પછી: એન્ટિબોડી મળે છે.
 • 3 મહિના પછી: કેલરી વધી જાય છે.
 • 6 મહિના પછી: દૂધમાં ઓમેગા એસિડ વધી જાય છે. તેનાથી બાળકનું મગજ ઝડપથી વિકસિત થાય છે.
 • 12 મહિના પછી: કેલરી અને ઓમેગા એસિડનું લેવલ વધારે હોય છે, જે માંસપેશીઓ અને મગજનાં વિકાસમાં મદદ કરે છે.
અન્ય સમાચારો પણ છે...