વિશ્વ સ્તનપાન દિવસ / માતાનું દૂધ અમૃત સામાન ... 5 કોરોના પોઝિટિવ નવજાત સાજા થયા

Breast milk is the nectar, 5 coro positive newborns recovered
X
Breast milk is the nectar, 5 coro positive newborns recovered

  • બીજા જિલ્લા અને શહેરોની હોસ્પિટલમાંથી પીજીઆઈ આવેલા 5 નવજાત પોઝિટિવ મળી આવ્યા, માતાનું દૂધ બોટલમાં લઈને આપવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 12:03 PM IST

કોરોનાકાળમાં પીજીઆઈએમએસના ગાયનેક વોર્ડમાં ડિલિવરી કરાવનારી 16 ગર્ભવતી મહિલાઓ કોરોના પોઝિટિવ હતી. પીજીઆઈ સિવાય અન્ય જિલ્લા અને શહેરોની હોસ્પિટલમાંથી પાંચ નવજાત કોરોના પોઝિટિવ મળ્યા હતા, જ્યારે માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ડિલિવરી બાદ માતાને ચેપ લાગ્યો હોવાથી નવજાતની સંભાળ રાખવા માટે નિયોનેટોલોજી વિભાગમાં બનાવવામાં આવેલા નિક્કુ કોવિડ-19 વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડમાં દાખલ માતાથી બ્રેસ્ટ મિલ્ક લઈને કોવિડ નિક્કુ વોર્ડમાં દાખલ નવજાતને આપવામાં આવે છે. એક સપ્તાહથી વધુ સમય સુધી દાખલ હોવાથી ડોક્ટરો અને સ્ટાફ નર્સની દેખરેખ હેઠળ બ્રેસ્ટ મિલ્ક આપવામાં આવ્યું. કોરોના સંક્રમિત માતાનું દૂધ આપવામાં આવ્યું તે નવજાત પર કોરોના સંક્રમણનો હુમલો બિનઅસરકારક રહ્યો.

નિયોનેટોલોજી વિભાગના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટમાં લખ્યું છે કે, અત્યાર સુધી કોરોનાવાઈરસથી પીડિત જે મહિલાઓએ શિશુઓને જન્મ આપ્યો છે, તે બાળકોને કોરોનાવાઈરસનો ચેપ નથી લાગ્યો. અત્યાર સુધી પીજીઆઈમાં કરવામાં આવેલા 21 કેસનું રિસર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે, માતાના દૂધમાં કોરોનાવાઈરસ ટ્રાન્સફર નથી થતો.

...તેથી માતાનું દૂધ અમૃત છેઃ
નિયોનેટોલોજી વિભાગના એચઓડી ડો. જગજીત દલાલના જણાવ્યા પ્રમાણે, માતાના દૂધમાં તમામ પ્રકારના જરૂરી પોષત તત્ત્વો જેમ કે, એન્ટિબોડીઝ, હોર્મોન્સ, રોગપ્રતિકારક શક્તિના પરિબળો અને એવા ઓક્સિડન્ટ હાજર હોય છે, જે નવજાત શિશુના વધુ સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. માતાના પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ)મા ગાઢ, પીળુ દૂધ આવે છે, જેનું શિશુ જન્મથી લઈને થોડા દિવસ સુધી સેવન કરે છે. આ પ્રથમ ગાઢ દૂધમાં વિટામિન, એન્ટિબોડી, અન્ય પોષક તત્ત્વ પૂરતા પ્રમાણમાં હોય છે, જે બાળકોમાં રાતના અંધત્વ જેવા અન્ય ચેપી રોગોના જોખમને પણ અટકાવે છે.

માતાના દૂધથી શિશુઓમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેના કારણે શિશુઓમાં કોરોનાનો ચેપ નથી લાગતો. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળમાં ન્યૂનોટોલોજી વિભાગમાં આવનાર સંક્રમિત અને બિન સંક્રમિત નવજાત શિશુઓને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે હેલ્થ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઓપી કાલરા અને પીજીઆઈએમએસના ડાયરેક્ટર ડો. રોહતાસ યાદવ સતત પ્રયાસ કરી રહ્યા છે. ડો જગજીત દલાલ, એચઓડી, ન્યૂનોટોલોજી વિભાગ, પીજીઆઈએમએસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી