બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ:બ્રેસ્ટ કેન્સરને માત આપનાર 36 વર્ષની જેસિકાએ આ બીમારીની ઓળખ કરનાર એપ બનાવી, બ્રેસ્ટ કેન્સર અંગે સંકોચ દૂર કરવા માટે મહિલાઓને જાગૃત કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસિકા 'ફીલ ફોર યોર લાઈફ' એપ બનાવી મહિલાઓને જાગૃત કરી રહી છે

બ્રેસ્ટ કેન્સર એક ગંભીર બીમારી છે. આ ગંભીર બીમારીમાંથી 36 વર્ષની જેસિકા બલદાદ બહાર આવી છે. હવે જેસિકા બ્રેસ્ટ કેન્સર પીડિત મહિલાઓની મદદ કરી રહી છે. જેસિકાએ બ્રેસ્ટ કેન્સરની ઓળખ કરનાર એપ 'ફીલ ફોર યોર લાઈફ' બનાવી છે.

જેસિકાની આ એપ બ્રેસ્ટ કેન્સરની સ્થિતિ ટ્રેક કરે છે. આ એપ મહિલાઓને નોટિફિકેશન મોકલી જરૂરી તપાસ અને સાવચેતી જણાવે છે. બ્રેસ્ટ કેન્સર દુનિયાભરની મહિલાઓમાં થતું આ સૌથી સામાન્ય કેન્સર છે. મહિલાઓનાં મૃત્યુનું સૌથી મોટું બીજું કારણ પણ બ્લડ કેન્સર છે.

જેસિકાની આપવીતી
જેસિકા જણાવે છે કે, તેનાં શરીરમાં બ્રેસ્ટ કેન્સરની શરૂઆત કોલેજના સમયે થઈ હતી. હું જાગૃત હતી અને રેગ્યુલર બ્રેસ્ટ ચેકિંગ કરાવતી હતી. તે સમયે મને બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગ્યું. જોકે આ ગાંઠ કેન્સરની નહોતી. તે ડૉક્ટર પાસે ગઈ અને સારવાર કરાવી. ડૉક્ટરે સર્જરી કરી ગાંઠ કાઢી દીધી.
આ ઘટના બાદ હું અલર્ટ થઈ ગઈ અને રેગ્યુલર બ્રેસ્ટ ચેકિંગ કરાવતી રહી. થોડા સમય બાદ ફરી ગાંઠ બની. આ વખતે ગાંઠમાં કેન્સરની પુષ્ટિ થઈ, પરંતુ ડૉક્ટરે તે સમયે મને જણાવ્યું નહિ. બીજા ડૉક્ટર પાસે ગઈ અને અલ્ટ્રાસાઉન્ડમાં કેન્સરની પુષ્ટિ થઈ.

હું ખુબ ગભરાઈ ગઈ હતી. બ્રેસ્ટ કેન્સરને કારણે મૃત્યુ પામેલા મારા આન્ટીના અંતિમ સંસ્કારમાં પણ હું નતી જઈ શકી. મને લાગ્યું કે હું પરિવારને નિરાશ કરવાનું કામ કરી રહી છું.

સારવારમાં કીમોથેરપીના 16 રાઉન્ડ કરવામાં આવ્યા. કુલ 25 કલાક સુધી રેડિએશનનો સામનો કર્યો. તાજેતરમાં જ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સર્જરી થઈ. સર્જરી દરમિયાન પેટમાંથી ફેટ ટિશ્યુ અને રક્તવાહિનીઓની મદદથી ખરાબ થયેલો બ્રેસ્ટનો આકાર સુધારાયો.

બીમારીમાંથી બહાર આવ્યા બાદ મહિલાઓની મદદ કરી રહી છે
જેસિકા એક પ્રોફેશનલ એપ ડેવલપર નથી, પરંતુ તેનો હેતુ લોકોની મદદ કરવાનો છે. અન્ય મહિલાઓની મદદ કરવા માટે તેણે એપ બનાવી. જેસિકા જણાવે છે કે તે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃત કરી રહી છે. સાથે તેની સારવાર કરવામાં પણ મદદ કરી રહી છે. જેસિકા ઈચ્છે છે કે મહિલાઓ બ્રેસ્ટ હેલ્થ અંગે ગંભીર બને.

10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં 30%ના વધારો
દેશમાં છેલ્લા 10 વર્ષમાં કેન્સરના 30% કેસ વધ્યા છે. દર વર્ષે ઓક્ટોબર મહિનો 'બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ' તરીકે ઉજવવામાં આવે છે. તેમ છતાં દેશમાં 80% મહિલાઓ ડૉક્ટર્સ પાસે જાય ત્યારે કેન્સરનો ત્રીજો કે ચોથો સ્ટેજ પહોંચી જાય છે.

બ્રેસ્ટ કેન્સરનાં 4 સ્ટેજ આ રીતે સમજો
સ્ટેજ 0:
આ કેન્સરની પ્રથમ સ્થિતિ છે. કેન્સર કોશિકાઓ સ્તનની વાહિનીઓમાં રહે છે. આસપાસના ટિશ્યુમાં નથી પહોંચતી. જોકે કેન્સરનું જોખમ રહે છે.
સ્ટેજ 1: ટ્યુમરનો આકાર 2 સેન્ટિમીટરથી મોટો નથી હોતો. લસિકા ગ્રંથિ પ્રભાવિત નથી થતી.
સ્ટેજ 2: ટ્યુમરનો આકાર 2 સેન્ટિમીટરથી નાનો જ હોય છે પરંતુ કેન્સર લસિકા ગ્રંથિ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ ટ્યુમરનો આકાર 2થી 5 સેન્ટિમીટરનો થઈ જાય છે.
સ્ટેજ 3: આ સ્થિતિમાં ટ્યુમરનો આકાર 5 સેન્ટિમીટરથી મોટો નથી હોતો, પરંતુ તે આસપાસના ટિશ્યુમાં ફેલાઈ જાય છે. કેન્સર છાતી કે ચામડીમાં પણ ફેલાઈ શકે છે.
સ્ટેજ 4: ટ્યુમરનો આકાર ગમે તેટલો હોઈ શકે છે. તે લસિકા ગ્રંથિ સુધી ફેલાઈ જાય છે.