ન્યૂ વાઇરસ / બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ અજાણ્યા જીનોમ ધરાવતા વાઇરસ ‘યારા વાઈરસ’ની શોધ કરી

Brazilian scientists search for 'Yara virus', an unknown genome containing virus

  • બાઝિલના બેલો હોરિઝોન્તે શહેરના એક કૃત્રિમ તળાવમાંથી આ વાઈરસ મળી આવ્યો
  • આ વાઈરસ જાયન્ટ નથી તેનાં પાર્ટિકલ 80 nmનું કદ ધરાવે છે

Divyabhaskar.com

Feb 11, 2020, 06:20 PM IST

હેલ્થ ડેસ્કઃ કોરોના નામના વાઇરસે દુનિયાભરમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેવામાં બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ અજાણ્યા જીનોમ ધરાવતા એક વાઇરસની શોધ કરી છે. આ વાઈરસને ‘યારા’ અથવા ‘લારા’ વાઈરસ નામ આપવામાં આવ્યું છે. બ્રાઝિલની પૌરાણિક કથાઓમાં પાણીની દેવીને લારા કહેવામાં આવે છે. આ વાઈરસની શોધ બાઝિલના બેલો હોરિઝોન્તે શહેરના એક કૃત્રિમ તળાવમાંથી કરવામાં આવી છે.
ફ્રાન્સની એઈક્સ માર્સેઈલી યુનિવર્સિટી અને બ્રાઝિલની મિનાસ જેરાઈસ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં આ રિસર્ચમાં યારા વાઇરસની ઓળખ થઈ છે.

વાઈરસનાં પાર્ટિકલ કદમાં નાનાં છે
આ આ વાઇરસની સૌથી રસપ્રદ વાત એ છે કે તેના જીનોમ (એક પ્રકારની જિનેટિક મટિરિયલ) એકદમ અલગ તરી આવે છે. આ વાઇરસ ના જીનોમની અત્યાર સુધીમાં કોઈ ઓળખ કરવામાં આવી નથી. જોકે આ કોઈ જાયન્ટ વાઈરસ નથી તેનાં પાર્ટિકલ 80 nmનું કદ ધરાવે છે.

લા સ્કોલા અને જોનાતાસ વાઈરલોજિસ્ટ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં જોવા મળ્યું કે યારા વાઇરસના 90% જનીન અત્યાર સુધી ઓળખ ન થઈ હોય તેવા છે. રિસર્ચર્સને યારા વાઇરસમાં કોઈ પણ ક્લાસિકલ વાઇરલ જનીન જોવા મળ્યા ન હતા.

વૈજ્ઞાનિકો અનુસાર આ વાઇરસ અમોબલ વાઇરસ ગ્રૂપથી છૂટો પડેલો કોઈ એક વાઇરસ છે. જોકે આ વાઇરસ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા અનુસાર વધારે રિસર્ચ કરવાની જરૂર છે.

X
Brazilian scientists search for 'Yara virus', an unknown genome containing virus

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી