તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે એપ વેટ લોસમાં મદદ કરશે:બ્રેન ટ્રેનિંગ એપ વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ, તે મગજને હેલ્ધી ફૂડની આદત પાડે છે અને જંક ફૂડથી અળગા રહેવા માટે અલર્ટ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સેટર અને હેલસિન્કી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં સામેલ લોકો પર 'ધ ફૂડ ટ્રેનર' એપનો અભ્યાસ કરવામાં આવ્યો

આજકાલની લાઈફસ્ટાઈલમાં મેદસ્વિતા સામાન્ય સમસ્યા બનતી જઈ રહી છે. તેને રોકવા માટે વૈજ્ઞાનિકોએ એક નવી રીત શોધી કાઢી છે. બ્રેન ટ્રેનિંગ એપની મદદથી બાળકો અને વયસ્કોમાં જંક ફૂડની આદત ઓછી કરી વજન ઘટાડી શકાય છે. આ દાવો એક્સેટર અને હેલસિન્કી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. વૈજ્ઞાનિકોએ 'ધ ફૂડ ટ્રેનર' એપનો ઉપયોગ કર્યો અને તે સફળ રહ્યો.

મેદસ્વિતા ઘટાડવામાં એપ કેવી રીતે મદદ કરે છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ધ ફૂડ ટ્રેનર' એપ એક પ્રકારની બ્રેન ટ્રેનિંગ એપ્લિકેશન છે. તેને એક વીડિયો ગેમની જેમ ડેવલપ કરાઈ છે. આ એપ ઓપન કરતાં જ અનેક ફૂડ આઈટેમ્સ દેખાય છે. તેમાંથી હેલ્ધી ફૂડ ખાવા માટે તમારે સ્ક્રીન પર ટેપ કરવું પડે છે અને જંક ફૂડની અવગણના કરવાની હોય છે.

આ એપ મગજને એવી રીતે ટ્રેનિંગ આપે છે કે બ્રેન હેલ્ધી ફૂડ ખાવાની હેબિટ પાડે છે અને જંક ફૂડથી દૂર રહેવા માટે અલર્ટ થાય છે. રિસર્ચ પ્રમાણે, આમ કરવાથી જંક ફૂડ ખાવાની ઈચ્છા ઓછી થતી જાય છે.

દરરોજ 1 કલાક ગેમિંગ ટાઈમ
આ રિસર્ચમાં 1234 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. તેમને દરરોજ 10 વખત 4 મિનિટ આ ગેમ રમવા માટે કહેવામાં આવ્યું. તેમનું કહેવું હતું કે એપના ઉપયોગ પછી વજન ઓછું થયું.

રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, આ ગેમ 1 મહિનો દરરોજ 1 કલાક રમવામાં આવે તો તમારું વજન ઓછું થઈ શકે છે. બાળકો સિવાય વયસ્કો માટે પણ આ ગેમ ઉપયોગી સાબિત થશે.

દુનિયાભરમાં મેદસ્વિતા વધવાનો રેટ 3 ગણો વધ્યો
WHOના ડેટા પ્રમાણે, છેલ્લા 45 વર્ષમાં મેદસ્વિતા વધવાનો દર 3ગણો થયો છે. 2025 સુધી 27 લાખ યુવાનો ઓવરવેટ થઈ જશે. દુનિયાભરમાં દર વર્ષે 28 લાખ લોકો માત્ર મેદસ્વિતાને કારણે મૃત્યુ પામે છે.

અન્ય સમાચારો પણ છે...