અમેરિકામાં અડધીથી વધુ વસ્તી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાઈ છે અને તે ફૂડની તેઓને લત લાગી ગઈ છે. આ પ્રકારનાં ભોજનમાં સુગર અને ફેટનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે, જે તમારા મગજને સીધુ પ્રભાવિત કરે છે. તેનાથી મગજનાં હોર્મોન સ્તર પણ અસંતુલિત થઈ જાય છે અને તે સિવાય યાદશક્તિ ચાલી જવાનું જોખમ પણ બન્યું રહે છે.
હાલ, મિશિગન યૂનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં એક વાત એ સામે આવી કે, ગળ્યું ખાવું એ તમારી એક આદત પણ બની શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની મનગમતી મિઠાઈ ખાય છે તો તેના શરીરમાં ડોપામાઈન નામનું એક હોર્મોન રિલિઝ થાય છે અને તે તમારી ગળ્યું ખાવાની આદતને પ્રોત્સાહન આપે છે.
અમેરિકામાં લોકોને સુુગર-ફેટનું વ્યસન થયું
મોટાભાગે લોકો જ્યારે વ્યસનનું નામ પડે એટલે બે જ બાબત વિચારે છે એક તો ધૂમ્રપાન અને બીજુ આલ્કોહોલ પણ અમેરિકામાં 14% વયસ્ક લોકો અને 12% બાળકોને સુગરયુક્ત અને ફેટી ફૂડ ખાવાનું વ્યસન થઈ ગયુ છે. વિશેષ રુપથી રજાના સમયમાં લોકો આ પ્રકારનું ભોજન વધારે પડતું ખાય છે. મિશિગન યૂનિવર્સિટીનાં એસોસિએટ પ્રોફેસર એશલે ગેરહાર્ટ કહે છે કે, ‘સુગરયુક્ત અને ફેટી ફૂડથી રિલિઝ થનારો ડોપામાઈન આનંદની અનુભૂતિ નથી કરાવતા પણ તે જ ક્રિયા વારંવાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.’
ફેટ-સુગરથી ડોપામાઈન 200% વધે છે
જેટલું વધુ ડોપામાઈન ડેવલોપ થાય છે તેટલી જ તે ક્રિયા વારંવાર કરવાની સંભાવના વધી જાય છે. વર્જિનિયા ટેકનાં ફ્રાલિન બાયોમેડિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટનાં સહાયક પ્રોફેસર એલેક્ઝેન્ડ્રા ડિફેલિસેંટોનિયો કહે છે કે, કરોડો લોકો તેનાથી પ્રભાવિત છે. ફેટ અને સુગરથી ડોપામાઈન લેવલ સામાન્ય સ્તરથી 200% જેટલું વધી જાય એટલે આપણે ડૉક્ટરની સલાહ મુજબ હેલ્થી ભોજન ખાવું જોઈએ.
સુગરથી 140 તો ફેટથી 160% સુધી ડોપામાઈન વધી શકે
સુગરનાં કારણે શરીરમાં ડોપામાઈન લેવલ 135-140% સુધી વધી શકે. બીજી તરફ ફેટથી 160% જેટલું ડોપામાઈન વધી શકે. આ સિવાય કોકિન સામાન્ય ડોપામાઈનનાં સ્તરને ત્રણ ગણું કરી શકે છે. જો કે, મેથામફેટામાઈન સામાન્ય. ડોપામાઈનનાં સ્તરને 10 ગણું વધારી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.