શૉકિંગ:તમને યુવાન બનાવનાર બોટૉક્સ ઈન્જેક્શન હવે કોરોનાથી બચાવશે, આખું ગામ કોરોના ગ્રસ્ત હોવા છતાં બોટૉક્સ લેનારી મહિલા સંક્રમણથી બચી ગઈ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફ્રાન્સના સંશોધકોએ બોટૉક્સ ટ્રીટમેન્ટ લેનારા લોકો પર રિસર્ચ કર્યું
 • રસિર્ચમાં સામેલ બોટૉક્સ લેનારામાંથી માત્ર 2 લોકોમાં જ કોરોનાનાં લક્ષણો જણાયાં

તમને યંગ લુક આપનાર કેમિકલ બોટૉક્સ મહામારી ડામવા માટે પણ કામ લાગી શકે છે. બોટૉક્સનો ઉપયોગ ત્વચા પર કરચલી ઓછી કરવા માટે થાય છે. બોટૉક્સ ઈન્જેક્શનથી કોવિડ સંક્રમણ રોકી શકાય છે. આ ચોંકાવનારો દાવો ફ્રાન્સના સંશોધકોએ કર્યો છે.

બોટૉક્સ ઈન્જેક્શન કોરોના રોકવા માટે કેટલું સફળ સાબિત થાય છે તે જાણવા માટે સંશોધકોએ જુલાઈ મહિનામાં બોટૉક્સ ઈન્જેક્શન લેનારા 200 દર્દીઓ પર રિસર્ચ કર્યું. તેમાં સામે આવ્યું કે 200માંથી માત્ર 2 લોકોમાં જ કોરોનાનાં લક્ષણ જોવા મળ્યા.

રિસર્ચ કરનાર ફ્રાન્સના મોન્ટિપેલિયર યુનિવર્સિટી હોસ્પિટલના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બોટૉક્સ ઈન્જેક્શન કોરોના સામે લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ અંગે વૈજ્ઞાનિકો વધુ રિસર્ચ કરી રહ્યા છે.

કોરોના સામે બોટૉક્સ આ રીતે પ્રભાવશાળી
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એસિટિલકૉલિન કેમિકલના કારણે માંસપેશીઓ સંકોચાય છે અને કરચલી દેખાય છે. બોટૉક્સ ઈન્જેક્શન આ કેમિકલનો વ્યાપ રોકે છે અને માંસપેશીઓ રિલેક્સ કરે છે.

રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસ આ જ એસિટિલકૉલિન કેમિકલ સાથે કનેક્ટ થઈ કોશિકાઓ સંક્રમિત કરે છે. બોટૉક્સ આ કેમિકલ કન્ટ્રોલ કરે છે. તેથી તે કોવિડથી પણ બચાવી શકે છે. જોકે બોટૉક્સ ઈન્જેક્શન પર હજુ વધુ રિસર્ચ કરવાની જરૂર છે. તેથી સમજી શકાય કે તે કોરોના કન્ટ્રોલ કરવા માટે કેટલું અસરકારક છે.

5 પોઈન્ટમાં સમજો બોટૉક્સ ઈન્જેક્શનનું રિસર્ચ

 • બોટૉક્સ ઈન્જેક્શનની કોવિડ પર અસર જોવા માટે વૈજ્ઞાનિકોએ 193 લોકો પર રિસર્ચ કર્યું. તેમાં સરેરાશ 50 વર્ષની 146 મહિલાઓ હતી. આ તમામ મહિલાઓએ બોટૉક્સનાં ઈન્જેક્શન લીધા હતા.
 • બોટૉક્સનું ઈન્જેક્શન લીધાના 3 મહિના સુધી તેમનું મોનિટરિંગ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ લોકોને કોવિડ સંક્રમણ થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી.
 • રિસર્ચ પ્રમાણે, કોઈ પણ દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. જોકે માત્ર 2 દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો જોવાં મળ્યા.
 • 53 વર્ષની એક મહિલા લાગ વેગસની ટ્રિપથી પરત આવી હતી. તેને હળવા લક્ષણો જણાયા. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 70 વર્ષના દાદી પણ બીમાર થયા હતા જોકે તેમની તપાસ થઈ નહિ.
 • 'સ્ટોમેટોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ પ્રમાણે, રિસર્ચમાં સામેલ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો નહોતો.

આ રીતો બોટૉક્સ તમને યુવાન બનાવે છે

 • બોટૉક્સ ટ્રીટમેન્ટમાં એક ઈન્જેક્શનથી દવા કરચલીવાળી જગ્યાએ પહોંચે છે. ઈન્જેક્શનમાં બોટુલિનમ નામનું ટોક્સિન હોય છે. તે માંસપેશી ડેમેજ કરનાર એસિટિલકોલિનની માત્રા વધતાં રોકે છે. તે સંકોચાઈ ગયેલી માંસપેશી રિલેક્સ કરી કરચલી દૂર કરે છે.
 • બોટૉક્સ ઈન્જેક્શનનો ઉપયોગ માઈગ્રેનના દર્દીઓ પર પણ કરવામાં આવે છે. બ્રિટનમાં આશરે 10 લાખ લોકો બોટૉક્સ ટ્રીટમેન્ટ લે છે. અમેરિકામાં આ ટ્રીટમેન્ટ લેવી સામાન્ય વાત બની છે.
 • સંશોધકોના જણાવ્યાનુસાર, કોરોનાથી સંક્રમિત થનાર સામાન્ય માણસો અને બોટૉક્સ લેનાર લોકોનાં સ્વાસ્થ્યમાં અંતર જોવાં મળ્યું. રિસર્ચમાં ફ્રાન્સમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારના લોકો સામેલ હતા.

આખું ગામ સંક્રમિત હોવા છતાં બોટૉક્સ લેનાર મહિલા બચી ગઈ
સંશોધકોએ દક્ષિણ ફ્રાન્સમાં રહેનારી 64 વર્ષીય બોટૉક્સ લેનાર મહિલા પર રિસર્ચ કર્યું. આ મહિલાની દીકરી સંક્રમિત હોવા છતાં મહિલા અડીખમ રહી. મહિલાનો દાવો છે કે તેનાં ગામમાં દરેક વ્યક્તિ સંક્રમિત થઈ હતી પરંતુ તેને કોવિડ સ્પર્શી પણ ન શક્યો.

અન્ય સમાચારો પણ છે...