હેલ્થ ટિપ્સ:ઉકાળેલું પાણી કે ફિલ્ટર કરેલું પાણી, તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું કયું?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પર્યાપ્ત માત્રામાં પાણી પીવું અથવા હાઇડ્રેટેડ રહેવું એ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરુરી છે. આપણું શરીર લગભગ 60 ટકા પાણીનું બનેલું હોય છે એટલે જો શરીર ડિહાઇડ્રેટેડ થાય તો તેની શારીરિક અને માનસિક રીતે ખરાબ અસર થઈ શકે છે. જો તમે કોઈપણ ચેપી બીમારીનો શિકાર ન બનવા ઈચ્છતા હો તો પાણીનું આવશ્યક માત્રામાં સેવન કરવું મહત્વપૂર્ણ છે.

એક્સપર્ટ કહે છે કે, ‘પાણી પીતા પહેલાં ઉકાળવું એ પાણીજન્ય ચેપના જોખમને ઘટાડવાની સૌથી સરળ રીત છે. હકીકતમાં, જ્યારે પણ પાણીની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવે છે ત્યારે આરોગ્ય નિરીક્ષકો પાણી ઉકાળીને પીવાની ભલામણ કરે છે. જો કે, ઉકળતું પાણી માત્ર માઇક્રોબાયલ સમસ્યાને ઘટાડી શકે છે, પરંતુ તે તમામ હાનિકારક ઝેરને સંપૂર્ણપણે દૂર કરી શકતું નથી.’ વધુમાં તે જણાવે છે કે, ‘વોટર ફિલ્ટર્સનો ઉપયોગ વિવિધ પ્રકારની અશુદ્ધિઓને દૂર કરીને પાણીને શુદ્ધ કરવા માટે થઈ શકે છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ અને ગંધને દૂર કરવા માટે વોટર ફિલ્ટર્સ બનાવવામાં આવ્યા છે. પાણી ઉકાળવાની પદ્ધતિની તુલનામાં ફિલ્ટરમાં પાણીનું શુદ્ધિકરણ ખૂબ જ ઝડપી હોય છે. જો કે વોટર ફિલ્ટર્સ તમારા સ્વાસ્થ્ય માટે કોઈ જાણીતું જોખમ ઊભું કરતા નથી.’

આ બંનેની સરખામણી કરતાં એક્સપર્ટ કહે છે, ‘પાણી ઉકાળીએ તો અમુક દૂષિત તત્વો જ દૂર થાય છે, તે સંપૂર્ણપણે શુદ્ધ થતું નથી જ્યારે બીજી તરફ ફિલ્ટર કોઈપણ મુશ્કેલી વિના અનુકૂળ, સલામત અને ઉત્તમ સ્વાદવાળું પાણી પૂરું પાડવા માટે વૈજ્ઞાનિક રીતે કાર્યક્ષમ છે. કદાચ ફિલ્ટર કરેલ પાણીનું એકમાત્ર નુકશાન એ છે કે, વોટર ફિલ્ટરેશન સિસ્ટમ થોડી ખર્ચાળ છે.’

મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ્સના RD ચીફ ડાયટિશન ઝમુરુદ એમ પટેલ CDEએ સમજાવ્યું કે, ‘ઉકાળેલું પાણી એ પાણી છે જે 212 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ થાય છે અને પછી થોડુ ઠંડુ કરીને પીવા માટે ઉપયોગમાં લેવાય છે જ્યારે ફિલ્ટર કરેલ પાણી એ પાણી વિવિધ ફિલ્ટરેશન પ્રક્રિયાઓ જેમ કે ઓસ્મોસિસ, આયન વિનિમય, કાર્બન ફિલ્ટર વગેરેમાંથી પસાર થાય છે અને પછી પીવા માટે વપરાય છે. જ્યારે તમે ઘરે ફિલ્ટરનો ઉપયોગ કરો છો - ત્યારે ખાતરી કરો કે તે નિયમિતપણે સાફ થાય છે, જો ન થતું હોય તો તે તમને ફિલ્ટર કરેલ પાણીની ઇચ્છિત ગુણવત્તા આપી શકશે નહીં. ઉકાળેલું પાણી સૂક્ષ્મજીવાણુઓથી મુક્ત હશે પરંતુ તેમાં ખનિજો અથવા ધાતુઓ જેવા દૂષકો હોઈ શકે છે, જ્યારે ફિલ્ટર કરેલ પાણી ભારે ધાતુઓ અને ખનિજોથી પણ મુક્ત હશે.’

જો કે, મને હજી પણ એ ચિંતા છે કે, ‘ફિલ્ટર કરેલ પાણી બેક્ટેરિયા/જંતુમુક્ત તો છે પણ તે કેટલું સારું છે? કારણ કે, તે પાણીને ઊંચા તાપમાને લઈ જતું નથી. જો તમે કડક પાણીવાળા વિસ્તારોમાં રહો છો તો તમે ફિલ્ટર કરેલ પાણી પસંદ કરી શકો છો અને જો તમે નરમ પાણીવાળા વિસ્તારોમાં રહો છો તો માત્ર ઉકાળેલું પાણી સારું છે. આ ઉપરાંત, જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે મિનરલ વોટર પસંદ કરી શકો છો.’