ઈનોવેશન:હવે જટિલ મશીનોને બદલે નાનકડું 'પૅચ' કોરોના દર્દીઓનાં સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરશે, ઓક્સિજન લેવલ કે હાર્ટ રેટ અસામાન્ય બનતાં આપમેળે ડૉક્ટરને અલર્ટ કરશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકાગો યુનિવર્સિટી અને ડિજિટલ મેડિસીન સ્ટાર્ટ અપ PhysIQએ સંયુક્ત રીતે આ પૅચ ડેવલપ કર્યું
  • દર્દીનું ઓક્સિજન લેવલ કે હાર્ટ રેટ અસામાન્ય જણાય તો આ પૅચ ડૉક્ટરને અલર્ટ કરે છે

અત્યાર સુધી કોરોના દર્દીઓની દેખરેખ માટે ઓક્સિજન અને હાર્ટ રેટ મોનિટરિંગ માટે ખાસ પ્રકારના ગેજેટ અને હોસ્પિટલમાં જટિલ વાયર્સનો ઉપયોગ થતો આવ્યો છે. તેનાથી એક સ્ટેપ એડવાન્સ ચાલીને અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું સેન્સર તૈયાર કર્યું છે જે કોરોના દર્દીઓનું ઘરે બેઠાં જ ધ્યાન રાખી શકે. આ સેન્સરને ખાસ પ્રકારના પૅચમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. તે સતત દર્દીના છાતી પર લાગેલું હોય છે. પૅચ એક મોબાઈલથી કનેક્ટેડ રહે છે. તે રિયલ ટાઈમ ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ મોનિટરિંગ કરે છે.

સ્થિતિ વણસે તે પહેલાં ડૉક્ટર્સને અલર્ટ કરી શકાશે
આ સેન્સરને એમેરિકાની શિકાગો યુનિવર્સિટી અને ડિજિટલ મેડિસીન સ્ટાર્ટ અપ PhysIQએ સંયુક્ત રીતે ડેવલપ કર્યું છે. આ સેન્સર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે.

રિસર્ચ પ્રમાણે આ સેન્સરની મદદથી હોસ્પટિલમાં દૂર રહેલા ડૉક્ટર ઘરે રહેલાં દર્દીનાં સ્વાસ્થ્ય પર નજર રાખી શકે છે. દર્દીનાં સ્વાસ્થ્યમાં જો થોડોક પણ ફેરફાર જણાય તો આ સેન્સર અલર્ટ આપે છે. દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. તેનાથી દર્દી હોસ્પિટલની ભીડથી બચી શકે છે.

આ રીતે કામ કરે છે પૅચ
રિસર્ચમાં દર્દીને આ સેન્સર પૅચ આપવામાં આવ્યું તેમાં પલ્સ ઓક્સિમીટર સહિતના સેન્સર છે. આ સેન્સર મોબાઈલ ફોનના બ્લુટૂથથી કનેક્ટેડ રહે છે. ઓક્સિજન અથવા હાર્ટ રેટમાં ફેરફાર જણાતાં મોબાઈલ દ્વારા ડૉક્ટરને અલર્ટ મળે છે.

સ્વાસ્થ્ય બગડતાં દર્દીને અલર્ટ મળ્યું
59 વર્ષની એન્જેલા મિશેલ ફાર્મસી ટેક્નિશિયન છે. એન્જેલા જુલાઈ, 2020માં કોરોના સંક્રમિત થઈ. તેને આઈસોલેટ કરવામાં આવી અને તેની છાતીએ આ પૅચ લગાવવામાં આવ્યું.

એન્જેલા કહે છે કે, ત્રીજા દિવસે તેને શ્વાસ સંબંધિત તકલીફ થઈ. બાથરૂમમાં તે નાહવા ગઈ તો તેને પરસેવો થવા લાગ્યો. આવી સ્થિતિમાં તે બાથરૂમમાં જ બેસી ગઈ. તેવામાં હોસ્પિટલથી ફોન આવ્યો કે તેની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડૉક્ટર્સે તેને ઈમર્જન્સીમાં દાખલ થવાની સલાહ આપી.

એન્જેલા હોસ્પિટલ ન પહોંચી તો તેને ફરી ડૉક્ટરનો કોલ આવ્યો. તેને જણાવવામાં આવ્યું કે જો તે હોસ્પિટલ જઈ શકે તેમ નથી તો તેના માટે એમ્બ્યુલન્સ મોકલવામાં આવે. હોસ્પિટલમાં એન્જેલાને દાખલ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેનું ઓક્સિજન લેવલ ગંભીર લેવલે ઓછું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...