તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:વહેલી સવારે અને બપોર પછી આપણું શરીર વધારે કેલરી બર્ન કરે છે અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'કરન્ટ બાયોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો
  • તે મુજબ આપણું શરીર બપોર પછી અને વહેલી સવારે 10% વધારે કેલરી બર્ન કરે છે

જો તમે ડાયટ પર છો અથવા તમારી કેલરી બર્ન કરવા માટે હંમેશાં ચિંતિત રહો છો તો આ સમાચાર તમારા માટે છે. 'કરન્ટ બાયોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, આપણું શરીર બપોર પછી અને વહેલી સવારે 10% વધારે કેલરી બર્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તમારું શરીર આપમેળે જ તમારી કેલરી બર્ન કરવામાં લાગી જાય છે.

કેલરી બર્ન કરવાનું કામ શરીરની સર્કેડિયન રિધમ આપણી ઈન્ટર્નલ ક્લોકને લીધે થાય છે. આ જ ક્લોક આપણને ભૂખ અને ઊંઘ વિશે જણાવે છે. આ ક્લોક ક્યારે તમારા શરીરની કેલરી બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરી લે છે.

સર્કેડિયન રિધમ શરીરની કેલરી ક્યારે બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરે છે
સર્કેડિયન રિધમ શરીરની કેલરી ક્યારે બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરે છે

રિસર્ચ
ઈન્ટર્નલ ક્લોક અને કેલરી બર્ન વચ્ચેનું કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું હતું. તેમાં મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરવા માટે સર્કેડિયન રિધમની ભૂમિકા સમજવામાં આવી હતી. તેના માટે 7 વોલન્ટિયર્સ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમની પાસે કોઈ ઘડિયાળ કે ફોન પણ નહોતા. તેમને ટાઈમ ટુ ટાઈમ જમવા માટે સૂવા માટે અને જાગવા માટે આદેશ આપવામાં આવતા હતા.

તે દરમિયાન વોલન્ટિયર્સની સ્લીપ સાયકલ અને મેટોબોલિઝમનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે મોડી રાતે તેમણે ખૂબ ઓછી કેલરી બર્ન કરી જ્યારે સાંજે અને સવારે તેમણે સૌથી વધુ કેલરી બર્ન કરી હતી.

વજન ઓછું કરવા યોગ્ય શિડ્યુલ હોવું જરૂરી

વેટ લોસ કરવા માટે યોગ્ય રૂટિન ફોલો થવું જરૂરી
વેટ લોસ કરવા માટે યોગ્ય રૂટિન ફોલો થવું જરૂરી

રિસર્ચ સમજાવે છે કે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમણે સૂવાનું અને ભોજન કરવાનું યોગ્ય શિડ્યુલ બનાવવું જોઈએ. તેને લીધે શરીરની સર્કેડિયન રિધમ કન્ફ્યુઝ થતી નથી અને એક યોગ્ય ટાઈમે શરીરમાંથી કેલરી બર્ન થતી રહે છે.