• Gujarati News
  • Lifestyle
  • Health
  • Blood Tests Can Tell If Patients Will Have A Long Covid After Recovery From Corona, Research By Cambridge University Researchers

લોન્ગ કોવિડની તપાસ:બ્લડ ટેસ્ટથી જાણી શકાશે કોરોનાથી રિકવરી બાદ દર્દીઓને લોન્ગ કોવિડ થશે કે નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનું રિસર્ચ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી સંક્રમિત બે તૃતીયાંશ દર્દીઓમાં કોઈના કોઈ સ્વરૂપે લોન્ગ કોવિડના લક્ષણ દેખાય છે
  • રિસર્ચ દરમિયાન સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે સંક્રમણ બાદ બ્લડમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન મોલિક્યુલનું નિર્માણ થાય છે

કોરોનાને માત આપનાર દર્દીઓને લોન્ગ કોવિડ થશે કે નહીં, તે હવે એક બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાશે. કોરોનાથી સંક્રમિત બે તૃતીયાંશ દર્દીઓમાં કોઈના કોઈ સ્વરૂપે લોન્ગ કોવિડના લક્ષણ દેખાય છે. કેટલાક કિસ્સામાં દર્દીઓ ઘણા મહિના સુધી પથારીમાંથી ઊભા પણ નથી થઈ શકતા. તેને સમજવા માટે ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ લોન્ગ કોવિડના દર્દીઓ પર રિસર્ચ કર્યું છે.

બ્લડ ટેસ્ટ દ્વારા કેવી રીતે જાણી શકાશે લોન્ગ કોવિડ વિશે, તેના લક્ષણો શું છે અને કેમ થાય છે લોન્ગ કોવિડ, જાણો આ સવાલના જવાબ...

બ્લડ ટેસ્ટથી જ કેમ આખરે શોધવામાં આવે છે?
રિસર્ચ દરમિયાન સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે સંક્રમણ બાદ બ્લડમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન મોલિક્યુલનું નિર્માણ થાય છે, તેને સાયટોકાઈન કહેવામાં આવે છે. તેનાથી જાણી શકાય છે કે દર્દીને લોન્ગ કોવિડ થશે કે નહીં.

સરળ શબ્દોમાં કહીએ તો સાયટોકાઈન ઘણા મહિના સુધી દર્દીના શરીરમાં સર્ક્યુલેટ થતું રહે છે. આવું જ એક સાયટોકાઈન કેમ્બ્રિજન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે જે લોન્ગ કોવિડના કારણે બને છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ બ્લડ ટેસ્ટ એક દમ ઓછી કિંમત અને ઓછા સમયમાં કરી શકાય છે. જે લોન્ગ કોવિડના જોખમને જણાવવા માટેની સરળ તપાસ છે.

સંશોધક ડૉ. ન્યારી સિથોલના અનુસાર, વર્તમાનમાં લોન્ગ કોવિડને શોધવા માટે અમારી પાસે કોઈ સચોટ તપાસ અથવા રીત નથી. બ્લડ ટેસ્ટથી સાયટોકાઈન જેવા બાયોમાર્કરની પુષ્ટિ થાય છે તો દર્દીમાં લોન્ગ કોવિડ થવાનું જોખમ રહે છે. આ બ્લડ ટેસ્ટ ડૉક્ટર્સને લોન્ગ કોવિડને શોધવામાં મદદ કરશે.

સાયટોકાઈન કેવી રીતે લોન્ગ કોવિડનું જોખમ વધારે છે?
સંશોધકોના અનુસાર, સંક્રમણ બાદ સાયટોકાઈન શરીરમાં ફરતું રહે છે અને બીમારી સામે લડતી ઈમ્યુન સિસ્ટમને એ જણાવે છે કે હજી પણ શરીરમાં વાઈરસ છે. આવું થવા પર ઈમ્યુન સિસ્ટમ ઝડપથી કામ કરવા લાગે છે. સરળ ભાષામાં કહીએ તો ઈમ્યુન સિસ્ટમ એક વખત શરૂ થઈ જાય તો તે અટકવાનું નામ નથી લેતી. પરિણામે, દર્દીઓ કોવિડથી સાજા થઈ ગયા બાદ પણ કેટલાક લોન્ગ કોવિડના લક્ષણો દેખાય છે.

શું છે લોન્ગ કોવિડ
લોન્ગ કોવિડની કોઈ મેડિકલ પરિભાષા નથી. સરળ ભાષામાં તેનો અર્થ છે શરીરમાંથી વાઈરસના ગયા બાદ પણ કેટલાક લક્ષણ દેખાતા રહે છે. કોવિડ-19ના જે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, તેમને મહિનાઓ બાદ પણ સમસ્યા થઈ રહી છે. કોવિડ-19થી સાજા થયા બાદ પણ લક્ષણો લાંબા સમય સુધી રહે તે લોન્ગ કોવિડ છે.

સંશોધકોના અનુસાર, રિકવર થયા બાદ દર્દીઓમાં ઘણા મહિનાઓ બાદ લોન્ગ કોવિડના લક્ષણ દેખાવાના શરૂ થાય છે. તેમાં થાક લાગવો, ડાયેરિયા, પેટમાં સમસ્યા જેવા લક્ષણો સામેલ છે.