સંશોધન / બ્લડ ટેસ્ટ દ્વારા બ્રેસ્ટ કેન્સરની જાણ થઈ શકશે, વૈજ્ઞાનિકોએ નવું ઉપકરણ વિકસાવ્યું

Blood tests can detect breast cancer, scientists develop a new device

Divyabhaskar.com

Aug 14, 2019, 12:23 PM IST

હેલ્થ ડેસ્કઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ અભ્યાસમાં સ્તન કેન્સર (TARDIS) એટલે કે સ્તન કેન્સરની તપાસ અને સારવારના સંદર્ભમાં એક મોટી સફળતા મળી છે. પ્રારંભિક તબક્કાનાં સ્તન કેન્સર (TARDIS)થી પીડાઈ રહેલા દર્દીઓમાં જીવલેણ કોષો ઓળખવા માટે એક નવું રક્ત પરીક્ષણ થયું છે, જે અન્ય પરીક્ષણ કરતાં 100 ગણું સારું છે. એક નવાં સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક ઉપકરણ વિકસિત કર્યું છે, જે 'ટ્યૂમર DNA' ઓળખવા માટે લોહીના નમૂનાઓનીતપાસ કરે છે. તેને ટાર્ગેટેડ ડિજિટલ સિક્વન્સિંગ (TARDIS) નામ આપવામાં આવ્યું છે.

આ રીતે શોધ કરવામાં આવી
આ પરીક્ષણ સ્તન કેન્સર (TARDIS)ના ક્ષેત્રમાં ગેમ ચેન્જર માનવામાં આવે છે. 33 દર્દીઓ પર કરવામાં આવેલાં પરીક્ષણનું પરિણામ દર્શાવે છે કે, આ નવો ટેસ્ટ DNAનાં સ્તર પર થઈ રહેલા ફેરફારોને પણ ઓળખી શકે છે. સંશોધકોએ આશા વ્યક્ત કરી છે કે, આ પરીક્ષણ ડોકટર્સને એ શોધવામાં મદદ કરે છે કે કોઈ દર્દી દવાઓ પ્રત્યે સારી પ્રતિક્રિયા આપે છે કે નહીં, જેથી તેને કીમોથેરપી જેવી પીડાદાયક સારવારથી બચાવી શકાય.

કેવી રીતે થયું સંશોધન?
સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધન જણાવે છે કે, નવી ટેક્નિકથી ભવિષ્યમાં સારવારની રચના કરવામાં મદદ મળી શકે છે. TARDIS નામના ટેસ્ટને વિકસિત કરનારી ટીમે કહ્યું કે, DNA સ્તરે થઈ રહેલા ફેરફારને ઓળખવામાં આ પરીક્ષણ 100% અસરકારક છે. યુકે અને અમેરિકામાં 8માંથી 1 મહિલાને જીવનકાળના કોઈક તબક્કે સ્તન કેન્સર (TARDIS) થવાની સંભાવના હોય છે. સંશોધનકારોએ જણાવ્યું કે, આમાંથી 3૦% મહિલાઓ જેને નિયોએડજુવન્ટ નામની થેરપી આપવામાં આવે છે, તેનાથી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે. આ એક એવી થેરપી છે જેમાં કેમોથેરપીની મદદથી ગાંઠને સૂકવવામાં આવે છે. આ થેરપી શોધાયા બાદ એવી આશા છે કે હવે મહિલાઓને કીમોથેરપીમાંની પીડામાંથી પસાર નહીં થવું પડે.

X
Blood tests can detect breast cancer, scientists develop a new device
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી