આરોગ્ય / કાર-ટી સેલ થેરાપીથી 2-3 વર્ષમાં ભારતમાં પણ બ્લડ કેન્સરની સારવાર થઇ શકે છે

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • કિમોથેરાપીથી વધુ અસરકારક છે કાર-ટી સેલ થેરાપી
  • અત્યારે અમેરિકા, ચીન અને યુરોપના કેટલાક સેન્ટરોમાં જ આ સુવિધા છે
  • કાર-ટી સેલ થેરાપી સારવારનો ખર્ચ ત્રણ કરોડ રૂપિયા

Divyabhaskar.com

Feb 14, 2020, 05:38 AM IST

પવનકુમાર, નવી દિલ્હી: બે-ત્રણ વર્ષમાં ભારતમાં બ્લ્ડ કેન્સરની સારવારર કાર-ટી સેલ થેરાપીથી થઇ શકશે. તેના માટે ભારતની એક ખાનગી કંપનીની અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. આ થેરાપીથી સારવાર કરવાથી બ્લડ કેન્સના દર્દી 50-60 સાજા થવાનો દાવો કરાઇ રહ્યો છે. કેન્સરની સારવારમાં વપરાતી પરંપરાગત કીમોથેરાપીથી 5-10 ટકા દર્દીને જ લાભ થાય છે. તેના સાઇડ ઇફેક્ટ પણ વધુ હોય છે.
ટી સેલ્સ દર્દીના શરીરમાં જઇ કેન્સરના સેલ્સને મારી નાંખે

કાર-ટી સેલ થેરાપીમાં કેન્સરના દર્દીના બ્લડમાંથી ટી-સેલ્સ કાઢી તેને પ્રયોગશાળામાં મોડિફાય કરવામાં આવે છે. તેનાથી કેમેરિક એન્ટીજન રિસેપ્ટર( સીએઆર) તૈયાર કરાય છે. તેને દર્દીમાં ફરીથી ઇંજેક્ટ કરવામાં આવે છે. આ ટી સેલ્સ દર્દીના શરીરમાં જઇ કેન્સરના સેલ્સને મારી નાંખે છે. તેને ટારગેટેડ થેરાપી પણ કહેવાય છે. તેના સાઇડ ઇફેક્ટમાં હળવો તાવ, ખાંસી અને શરદી થઇ શકે છે. તેની દર્દી પર બહુ માઠી અસર પણ થતી નથી.
કાર-ટી સેલ થેરાપીની સફળતાની ટકાવારી 50-60 ટકા
હૈદરાબાદમાં એક કોન્ફ્રન્સમાં પહોંચેલા યુનિવર્સિટી ઓફ કેન્સાસમા પ્રોફેસર પવન એસ રેડ્ડીએ જણાવ્યું કે આ ટેક્નિકથી અમેરિકામાં તેમણે બ્લડ કેન્સરના આશરે 100 દર્દીઓની સારવાર કરી છે. તેમાં સફળતાની ટકાવારી 50-60 ટકા છે. આ થેરાપી માટે 7 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. સારવારનો ખર્ચ ત્રણ કરોડ રૂપિયા છે. હાલ અમેરિકા, ચીન અને યુરોપીયન દેશોના કેટલાક સેન્ટરોમાં આ સુવિધા છે. ડો. રેડ્ડીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આ થેરાપીનો ખર્ચ ઘટી શકે છે. બેંગલુરુની એક કંપની આ ટેક્નિક ભારતમાં લાવવા અમેરિકી એજન્સી સાથે વાતચીત કરી રહી છે.

X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી