તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Blacks Are Less Likely To Have Successful IVF Treatment Than Whites, Scientists Claim; Economic Hardship And Obesity Can Be The Cause

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારું રિસર્ચ:ગોરા લોકો કરતા અશ્વેતોમાં IVF ટ્રીટમેન્ટ સફળ થવાની શક્યતા ઓછી, વૈજ્ઞાનિકોનો દાવો; આર્થિક તંગી અને મેદસ્વિતા કારણ હોઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IVF ટ્રીટમેન્ટની સફળતા પણ માણસના રંગ પર નિર્ભર કરે છે. આ દાવો નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રાયોલોજી ઓથોરિટીના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ગોરા લોકોની સરખામણીએ અશ્વેત લોકોમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સફળ થવાની સંભાવના ઓછી હોય છે.

રિસર્ચના અનુસાર, IVF દ્વારા 30થી 34 વર્ષના અશ્વેત દર્દીઓનો સરેરાશ બર્થ રેટ 23 ટકા હતો, જ્યારે શ્વેત દર્દીઓમાં આ આંકડો 30 ટકા હતો. સાઉથ એશિયાઈ દર્દીઓનો બર્થ રેટ 25 ટકા હતો.

શું હોય છે IVF
IVF એટલે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન, ગર્ભધારણની એક કૃત્રિમ પ્રક્રિયા છે. IVF પ્રક્રિયાથી જન્મેલા બાળકોને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આ ટેક્નિક તે મહિલાઓ માટે વરદાન છે જે કોઈ કારણોસર માતા નથી બની શકતી.

4 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધકોએ 2014થી 2018 સુધી રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, 31 ટકા અશ્વેતોમાં પ્રજનન સાથે સંબંધિત સમસ્યા છે. તેનું કારણ ફેલોપિયન ટ્યુબમાં સમસ્યા હોઈ શકે છે. ગોરા અને અશ્વેતની વચ્ચે આટલો તફાવત કેમ છે, તેના પર સંશોધનકર્તા સેલી શેશાયર કહે છે કે, તેનો સચોટ જવાબ આપવો મુશ્કેલ છે પરંતુ બર્થ રેટ ઓછો હોવાનું કારણ આર્થિક તંગી અને શરીરમાં પહેલાથી રહેલી બીમારીઓ જેમ કે મેદસ્વિતા હોઈ શકે છે.

તે સિવાય અશ્વેત દર્દીઓમાં ઉંમર વધવાની સાથે હૃદય રોગ થવાનું જોખમ વધારે રહે છે. આ પણ એક કારણ છે જે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી વધારે છે.

બાળકો ન થવાને કારણે છૂટાછેડા થઈ રહ્યા છે
રોયલ કોલેજની મહિલા રોગ નિષ્ણાત ડૉ. ક્રિસ્ટીન ઈકેચીના જણાવ્યા પ્રમાણે, પ્રજનન ક્ષમતા અને તેની સારવારની સફળતા ઘટવાના જે પરિણામો સામે આવ્યા છે તેને અવગણી શકાય નહીં. બાળકો ન થવાથી પતિ-પત્નીના જીવન પર નકારાત્મક અસર પડે છે. તેઓ તણાવ અને બેચેનીથી ઘેરાયેલા રહે છે. ઘણા કિસ્સામાં સંબંધો પણ તૂટી જાય છે. તેથી તેનું કારણ જાણવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો