બ્લેક ફંગસ પર એક્સપર્ટની સલાહ:નાકમાંથી લોહી આવવું, ચહેરા પર સોજો અને ચામડીનો રંગ બદલાવો પણ બ્લેક ફંગસનાં લક્ષણો; જાણો દર્દીઓમાં તેનાં લક્ષણો અલગ અલગ કેમ?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફંગસ વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ હાજર હોઈ શકે છે
  • શ્વાસનાં માધ્યમે ફંગસ ફેલાય છે તો તે નાક, મોં અને મોં સંક્રમિત કરે છે. ત્યાંથી સંક્રમણ મગજ સુધી પહોંચી શકે છે
  • હવામાં રહેલી બ્લેક ફંગસના કણ શ્વસન તંત્ર મારફતે રેસ્પિરેટરી સિસ્ટમ સુધી પહોંચી ફેફસાં સંક્રમિત કરે છે

દેશમાં ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોએ તેને મહામારી જાહેર કરી છે. તેના સૌથી વધારે કેસ કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. આ ફંગસ શરીરના અલગ અલગ ભાગમાં અસર કરી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, લક્ષણો પરથી કહી શકાય કે બ્લેક ફંગસનું સંકમણ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. AIIMSના ડાયરેક્ટર જૉ. રણદીપ ગુલેરિયા પાસેથી જાણો કયા દર્દીઓમાં બ્લેક ફંગસનું જોખમ વધારે છે અને કેવા લક્ષણો આ સંક્રમણ તરફ ઈશારો કરે છે....

સંક્રમણની જગ્યા પ્રમાણે લક્ષણો બદલાય છે
એક્સપર્ટ કહે છે કે, બ્લેક ફંગસનું સંક્રમણ શરીરના જે ભાગે થાય છે તે આધારે લક્ષણો જણાય છે. બ્લેક ફંગસ અર્થાત મ્યુકોરમાઈકોસિસનું સંક્રમણ 2 પ્રકારનું હોય છે.

1. રાઈનો ઓર્બિટલ સેરેબ્રલ મ્યુકોરમાઈકોસિસ
જ્યારે શ્વાસનાં માધ્યમે ફંગસ ફેલાય છે તો તે નાક, મોં અને મોં સંક્રમિત કરે છે. ત્યાંથી સંક્રમણ મગજ સુધી પહોંચી શકે છે. આવા કેસમાં માથાનો દુખાવો, નાકમાંથી પાણી આવવું, નાકમાં દુખાવો અને લોહી આવવું, ચહેરા પર સોજો, સ્કિનનો રંગ બદલાઈ જેવાં લક્ષણો જણાય છે.

2. પલ્મોનરી મ્યુકોરમાઈકોસિસ
જ્યારે હવામાં રહેલી બ્લેક ફંગસના કણ શ્વસન તંત્ર મારફતે રેસ્પિરેટરી સિસ્ટમ સુધી પહોંચે છે તો તેની અસર ફેફસાં પર થાય છે. આમ થવા પર તાવ, છાતીમાં દુખાવો. ઉધરસ કે છીંક ખાવા પર લોહી આવવું જેવાં લક્ષણો જણાય છે. કેટલાક કેસમાં તે પેટ સુધી પહોંચે છે. તેથી પેટ, સ્કિન અને શરીરના બીજા ભાગો પર પણ તેની અસર થાય છે.

આ દર્દીઓને સંક્રમણનું જોખમ વધારે
AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે, બ્લેક ફંગસના કેસ શરૂઆતમાં ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળી રહ્યા હતા જેમનું બ્લડ સુગર લેવલ વધારે હતું, પરંતુ તેનું જોખમ કીમોથેરપી લઈ રહેલા કેન્સર પેશન્ટને પણ છે. ઈમ્યુન સિસ્ટમ નબળી કરનાર ઈમ્યુનોસપ્રેસેંટ દવાઓ લેનારા દર્દીઓને પણ તેનું જોખમ છે. ડૉ. ગુલેરિયા કહે છે કે, કોરોના દર્દીઓમાં તેના કેસ વધી રહ્યા છે.

કોરોના દર્દીઓને જ કેમ થાય છે બ્લેક ફંગસ
કોરોનાની સારવાર દરમિયાન જે પ્રકારની દવાઓ આપવામાં આવે છે તેનાથી શરીરમાં લિમ્ફોસાઈટ્સની સંખ્યા ઓછી થઈ જાય છે. આ લિમ્ફોસાઈટ્સ વ્હાઈટ બ્લડ સેલ્સનો ભાગ છે, જે રોગો સામે લડવામાં મદદ કરે છે. શરીરમાં લિમ્ફોસાઈટ્સની સંખ્યા ઓછી થવાથી ઈમ્યુનિટી ઘટે છે તેને કારણે ફંગલ ઈન્ફેક્શન થાય છે. તેથી કોરોના પીડિતો અથવા રિકવર થઈ ચૂકેલા દર્દીઓને બ્લેક ફંગસ થાય છે.

તે શરીરમાં કેવી રીતે પહોંચે છે
વાતાવરણમાં રહેલા મોટા ભાગની ફંગસ શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશે છે. જો શરીરમાં કોઈ પ્રકારની ઈજા છે તો ત્યાંથી આ ઈન્ફેક્શનફેલાઈ શકે છે. જો શરૂઆતમાં તેની ઓળખ ન કરવામાં આવે તો આંખો જતી રહી છે. જે ભાગમાં આ બ્લેક ફંગસ થાય તે ભાગ સડી જાય છે.

બ્લેક ફંગસ ક્યાં ઉત્પન્ન થાય છે
આ ફંગસ વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ હોય છે. ખાસ કરીને જમીન અને સડનારા ઓર્ગેનિક મેટર્સમાં તે રહે છે. જેમ કે પાંદડાઓ, સડેલાં લાકડાં અને કમ્પોસ્ટ ખાતરમાં.