તમારા હેરફોલની ટ્રીટમેન્ટ માટે તમે અનેકો શેમ્પૂ બદલીને થાકી ગયા છો તો તમારે પહેલાં તેનું કારણ જાણી લેવું જોઈએ. હેરફોલ થવાનું એક કારણ બાયોટિનની ઊણપ પણ છે. બાયોટિન એવું વિટામિન હોય છે જે શરીરમાં 'કેરોટિન'ની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. અપોલો હોસ્પિટલના ચીફ ડાયટિશિયન કાજલ યેપથો પાસેથી જાણો તમારા વાળ, સ્કિન અને નખ હેલ્ધી રાખવાની ટિપ્સ....
બાયોટિનની ઊણપથી આ સમસ્યા થાય છે
ડાયટિશિયન કાજલ જણાવે છે કે બાયોટિનને વિટામિન-B7 અને વિટામિન-Hના નામથી ઓળખાય છે. તેની ઊણપને કારણે હેરફોલ, નખ તૂટી જવા, ચામડી પર લાલ ચકામા થવા, ડ્રાય આઈઝ, ભૂખ ન લાગવી અને ઈન્સોમ્નિયા સહિતની સમસ્યા થાય છે. જોકે દર વખતે જરૂરી નથી કે આ તમામ લક્ષણોનું કારણ બાયોટિનની ઊણપ જ છે. ઘણી વખત આ સમસ્યા કોઈ બીમારી કે દવાને લીધી પણ થઈ શકે છે. શરીરમાં બાયોટિનની ઊણપને હેલ્ધી ડાયટથી દૂર કરી શકાય છે.
આ વસ્તુઓનું સેવન કરવાથી બાયોટિનની ઊણપ દૂર કરી શકાય છે
બાજરી
શિયાળામાં બાજરીનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. સાથે તેનાં મિનરલ્સ, ફાઈબર અને એમિનો એસિડ શરીરમાં બાયોટિન વધારવામાં મદદ કરે છે.
કેળા કેળામાં માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ, ફાઈબર, વિટામિન-B અને કોપર સાથે બાયોટિન પણ હોય છે. દરરોજ ડાયટમાં કેળું સામેલ કરવું જોઈએ.
શક્કરિયા શિયાળામાં તેનું સેવન કરવામાં આવે છે. બાફેલાં અથવા શેકેલા શક્કરિયા ખાવાથી બાયોટિનની ઊણપ દૂર કરી શકાય છે.
મશરૂમ નૂડલ્સ, પિત્ઝા અને શાકમાં ઉપયોગમાં લેવાતા મશરૂમ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. તેને શેકી મીઠું, ઓરેગાનો અને કાળી મરીના પાઉડર સાથે સર્વ કરી શકાય છે. તેનાં સેવનથી બાયોટિનની ઊણપ દૂર થાય છે.
નટ્સ અખરોટ, શીંગદાણા, બદામ સહિતનાં નટ્સ વિટામિનના સારા સોર્સ છે. તેને ડાયટમાં સામેલ કરવાથી હેર અને સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મેળવી શકાય છે.
આ સિવાય ઈંડાં, પાલક, સૂરજમુખી અને કોળાના બીમાં પણ બાયોટિન હોય છે.
બાયોટિન સાથે યોગ્ય ટ્રીટમેન્ટ પણ લો કોઈ પણ વસ્તુ જરૂરિયાત કરતા વધારે લેવાથી નુકસાનકારક સાબિત થાય છે. બાયોટિન સાથે પણ કંઈક આવું જ છે. વધારે માત્રામાં બાયોટિન લેવાથી શરીરને ઘણાં નુકસાન થઈ શકે છે. હેરફોલ સાથે સ્કિન અને નખ રિલેટેડ કોઈ સમસ્યા હોય તો પોતાની જાતે ટ્રીટમેન્ટ ન કરવી ડૉક્ટરની સલાહ જરૂર લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.