કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સ્કૂલ અને ઘણા સેક્ટરની ઓફિસ બંધ છે. કોઈને મળ્યા વગર આખો દિવસ ઘરે રહેવું એ મોટું ચેલેન્જ છે. આ રીતે રહેવાની આપણને કોઈને આદત નથી. લોકો સમય પસાર કરવા માટે ફિલ્મ જોઈ રહ્યા છે, ગેમ્સ રમી રહ્યા છે અને સાથે જ કઈ વિચાર્યા વગર ખાઈ રહ્યા છે. મોડી રાતે ભૂખ લાગી હોય કે ઓફિસનું કામ કરતા કરતા મોઢું પણ ચાલુ રાખે છે. આખો દિવસ ખાવું એ એક પ્રકારની બીમારી માનવામાં આવે છે. તેનું કનેક્શન વ્યક્તિના મગજ સાથે હોય છે. આખો દિવસ ખાવાની આદત પર વાત કરી રહ્યા છે મેટ્રો હોસ્પિટલના સીનિયર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. અવનિ તિવારી...
બિંજ ઈટિંગ ડિસઓર્ડર શું છે?
બિંજનો અર્થ છે સતત. જ્યારે તમે કોઈ કામ સમય જોયા વગર કરતા હો, રૂટીન ડીસ્ટર્બ થાય તેને બિંજ કહેવાય છે. આને આપણે ખાવાની આદત સાથે જોડી દઈએ તો તે બિંજ ઈટિંગ ડિસઓર્ડર કહેવાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ આપણા સ્વાદ કે ખાવાની ઈચ્છા નહીં પણ માનસિક તકલીફ સાથે જોડાયેલો છે. મગજ જ્યારે અશાંત રહે છે ત્યારે તે ખાવાની આવી ટેવ પાડી દે છે. ડૉ, તિવારીએ કહ્યું, આ રીતે ખાવાથી વ્યક્તિ ડિપ્રેશન કે એન્ઝાયટીમાં ફસાઈ શકે છે.
આ ડિસઓર્ડરમાં લોકોની ઈટિંગ પેટર્ન કેવી હોય છે?
આનું કારણ શું?
ડૉ. અવનિએ કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં હોય છે ત્યારે તે જરૂર કરતા વધારે ખાય છે. તે પોતે શું ખાઈ રહ્યો છે તે ખબર રહેતી નથી. આ ડિસઓર્ડરનું કારણ ઘણા કારણ હોય શકે છે.
ડૉ. અવનિએ જણાવ્યું, આ તકલીફથી બચવા માટે સાઈકોલોજિસ્ટની મદદ લઇ શકો છો. બિહેવિયર થેરપી ઉપરાંત મેડિસિનની મદદથી સતત ખાવાની ખરાબ ટેવથી છૂટકારો મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.