તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગાઈડ:સોશિયલ મીડિયા પરથી કોરોનાના ઉપાયોનો અમલ કરતાં પહેલાં ચેતો, નિષ્ણાતો પાસેથી જાણો આવા દાવાઓની હકીકત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપાયોનો અમલ કરી વધારે માત્રામાં કાળી મરીનો ઉપયોગ કરવાથી પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે
  • આયુર્વેદ નિષ્ણાતને મતે કાળા મરી, આદુ અને મધ કફ નાશક છે તેનાથી કોરોના નાશ પામતો નથી

કોરોનાની બીજી લહેરમાં સોશિયલ મીડિયા પર તેનાથી બચવાના ઉપાયો જબરદસ્ત વાઈરલ થઈ રહ્યા છે. તેને સમજ્યા વગર લોકો ફોલો કરી કોરોનાની ગંભીરતા ભૂલી રહ્યા છે. ખુશીલાલ આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપલ ડૉ. ઉમેશ શુક્લાનું કહેવું છે કે આ ઉપાયોનું કોઈ વૈજ્ઞાનિક તારણ નથી. ન તો તેમના કોઈ ક્લિનિકલ ટેસ્ટ થયાં છે. આયુષ મંત્રાલયે કોરોનાથી બચવાના ઉપાયોની ગાઈડલાઈન જાહેર કરી છે. તેનું પાલન કરો આધાર વિનાના કોઈ પણ દાવાનું પાલન કરી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં બચવું જોઈએ.

દાવો: લવિંગ, કપૂર, નીલગિરિ અને અજમાનું તેલ સુંઘવાથી કોરોના નાશ પામે છે

હકીકત: સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ દાવા અંગે સંજીવની કેન્દ્રના આયુર્વેદ નિષ્ણાત ડૉ. પૂર્ણિમા શ્રીવાસ્તવનું કહેવું છે કે આયુર્વેદમાં પંચકર્મનાં માધ્યમથી નસ્ય વિધિનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિની પ્રકૃતિ જાણ્યા વગર તેની સારવાર કરવામાં આવતી નથી. લવિંગ, કપૂર વાળો ઉપાય કોરોનાનો નાશ કરતો નથી. પરંતુ હા તે બંધ નાકને ખોલી શકે છે. તેનો અમલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.

દાવો: વડના પાનને દૂધમાં ભેળવી પીવાથી કોરોના જળમૂળમાંથી દૂર થાય છે

હકીકત: વીણાવાદિની મહાવિદ્યાલયનના પ્રોફેસર ડૉ. રશ્મિ પ્યાસી જણાવે છે કે, વડના વૃક્ષને આયુર્વેદમાં પંચછીરી વૃક્ષોની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ રોગોના અવરોધ માટે કરવામાં આવે છે. ઘણા રોગોમાં તેના પાન, મૂળ, છાલ, ફળ કામ આવે છે પરંતુ કોરોના સંબંધિત કોઈ રિસર્ચ સામે આવ્યું નથી.

દાવો: કાળા મરી, આદુ અને મધથી કોરોના મરી જાય છે

હકીકત: વિંધ્ય હર્બલના આયુર્વેદાચાર્ય સંજય શર્માનું કહેવું છે કે આ વાતનું કોઈ જ પ્રમાણ નથી કે કાળા મરી, આદુ અને મધથી કોરોના વાઈરસ મરી જાય છે. જોકે હા આ 3 વસ્તુ કફ નાશક છે, પરંતુ તેનો ઉપયોગ ઉચિત માત્રામાં થવો જોઈએ. વધારા માત્રામાં કાળા મરીના ઉપયોગથી પેટ સંબંધિત બીમારી થઈ શકે છે.

દાવો: લીંબુંનો રસ નાકમાં નાખવાથી કોરોનાનું સંક્રમણ થતું નથી

હકીકત: આ દાવા વિશે પંડિત ખુશીલાલ આયુર્વેદ મહાવિદ્યાલયથી સેવાનિવૃત થયેલાં ડૉ. બી એન એસ પરમારનું કહેવું છે કે આ હકીકત છે કે આયુર્વેદમાં લીંબુંનું વિશેષ મહત્ત્વ છે. તેમાં વિટામિન C હોય છે. લીંબુંનો રસ ગરમ પાણીમાં પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ લીંબુંનો રસ નાકમાં નાખવાથી કોરોના મરી જાય છે તેવું કોઈ પ્રમાણ હજું સુધી મળ્યું નથી.