વધતી જતી ઉંમર સાથે સામાજિક રહેવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક રહેવાથી ડિમેન્શિયાના જોખમ ને ઘટાડી શકાય છે
  • સામાજિક સક્રિયતા ધરાવતા લોકો વધુ જ્ઞાનાત્મક હોય છે

હેલ્થ ડેસ્કઃ ‘અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલ’ની એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં દુનિયાભરમાં અલ્ઝાઇમર્સ ડિસીઝથી પીડાતા લોકોની સંખ્યા 15.2 કરોડ થઇ જશે. તેમાંથી સૌથી વધુ ડિમેન્શિયાથી પીડિત લોકોની સંખ્યા છે. ડિમેન્શિયાની બીમારી 50 વર્ષ પછીના ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે. સામાજિક રહેવાથી ડિમેન્શિયાના જોખમને ઘટાડી શકાય છે. ‘PLOS’ નામની જર્નલમાં પ્રકશિત થેયલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે.


‘​​​ડિમેન્શિયા’ એટલે કે ચિત્તભ્રમ અલ્ઝાઇમર્સ ડિસીઝનો એક પ્રકાર છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન’ના એક રિસર્ચમાં પુરવાર થયું છે કે, સામાજિક રહેવાથી ડિમેન્શિયાના જોખમ ને ઘટાડી શકાય છે. આ રિસર્ચમાં 10,228 લોકોને સામેલ કરાયા હતા. વર્ષ 1985થી 2013 સુધી કરવામાં આવેલા આ રિસર્ચમાં લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે વધારે સમય વિતાવવા માટે કહેવામા આવ્યું હતું અને તેમની પ્રવૃત્તિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.


આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ 50, 60 અને 70 ઉંમરની વ્યક્તિઓમાં સામાજિક રહેવાથી ડિમેન્શિયાની વ્યાપકતાનું અવલોકન કર્યું હતું.


આ રિસર્ચ મુજબ 60 વર્ષની ઉંમર પછી વધુ સામાજિક રહેવાથી ડિમેન્શિયા ઓછો વિકસિત થાય છે.  યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિક લિવિંગ્સ્ટન જણાવે છે કે, ‘સામાજિક સક્રિયતા ધરાવતા લોકો વધુ જ્ઞાનાત્મક હોય છે. વધતી ઉંમર સાથે વધારે જ્ઞાનાત્મક્તાથી ડિમેન્શિયા જેવી બીમારીઓના જોખમને ટાળી શકાય છે.’

અન્ય સમાચારો પણ છે...