રિસર્ચ / બાળપણમાં વાયુ પ્રદૂષણમાં રહેવાથી માનસિક બીમારીનું જોખમ વધે છે

Being in air pollution in childhood increases the risk of mental illness

  • 10 mg/m3 કરતાં વધારે વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી સ્કિઝોફ્રેનિયા થવાનું જોખમ 20% વધે છે
  • બાળપણમાં ઓછાં લેવલનાં  વાયુ પ્રદૂષણમાં રહેલાં લોકોને સ્કિઝોફ્રેનિયા થવાનું જોખમ 20%થી ઓછું હોય છે

Divyabhaskar.com

Jan 10, 2020, 01:57 PM IST

હેલ્થ ડેસ્કઃ વાયુ પ્રદૂષણની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે. બાળપણમાં વાયુ પ્રદૂષણનો સંપર્ક પણ ઉંમર વધતા જોખમી સાબિત થાઈ શકે છે. તેનાથી schizophrenia (સ્કિઝોફ્રેનિયા)થવાનું જોખમ વધે છે. સ્કિઝોફ્રેનિયા એક પ્રકારની માનસિક બીમારી છે. ‘જામા નેટવર્ક ઓપન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં iPSYCHના જિનેટિક ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ડેટા પરથી જાણવા મળ્યું કે 10 mg/m3 કરતાં વધારે વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી સ્કિઝોફ્રેનિયા થવાનું જોખમ 20% વધે છે.

આ રિસર્ચમાં 23,355 વોલન્ટિયર્સને સામેલ કરાયા હતા, જેમાંથી 3,531 લોકોને સ્કિઝોફ્રેનિયા હતું. આ તમામ લોકો પર કરવામાં આવેલા અભ્યાસ પરથી માલુમ પડ્યું કે જે લોકો બાળપણમાં ઓછાં લેવલનાં વાયુ પ્રદૂષણમાં રહેલાં છે તેમને સ્કિઝોફ્રેનિયા થવાનું જોખમ 20%થી ઓછું થાય છે. આ તમામ લોકોઆ તેમનું બાળપણ કઈ જગ્યાએ પસાર કર્યું હતું અને ત્યાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ કેટલું હતું તેના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા.

X
Being in air pollution in childhood increases the risk of mental illness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી