• Gujarati News
  • Lifestyle
  • Health
  • Before Mahima Chaudhary, This Actress Also Recovered From Cancer; Reducing Breastfeed, Giving Birth Late, Increases The Risk Of This Cancer

બ્રેસ્ટ કેન્સર:મહિમા ચૌધરી પહેલા આ એક્ટ્રેસિસ પણ કેન્સરથી રિકવર થઈ; બ્રેસ્ટફીડ ઓછું કરાવવાથી, મોડેથી બાળકોને જન્મ આપવાથી આ કેન્સરનું જોખમ રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનાલી બ્રેન્દ્રે અને મનીષા કોઈરાલા પણ કેન્સર સામે લડી ચૂકી છે

પરદેસ ફિલ્મની હિરોઈન મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી રહી છે. વાંકડિયા વાળવાળી આ અભિનેત્રીના માથા પર એકદમ નાનાં નાનાં વાળ જોઈ તેના ફેન્સ દુઃખી થઈ ગયા હશે પરંતુ અનુપમ ખેરે મહિમાને હીરો ગણાવી છે.

ઘણી એક્ટ્રેસને પહેલા પણ કેન્સર થયું છે
એક્ટ્રેસ મહિમા ચૌધરી પહેલાં સોનાલી બ્રેન્દ્રે અને મનીષા કોઈરાલા પણ કેન્સર સામે લડી ચૂકી છે. સોનાલી બ્રેન્દ્રેને વર્ષ 2018માં મેટાસ્ટેટિક કેન્સર થયું હતું. તેમાં કેન્સર એક અંગથી શરૂ થઈ શરીરના બીજા અંગો સુધી ફેલાય જાય છે. ઘણા પ્રકારના કેન્સરમાં, આ સ્થિતિને સ્ટેજ 4 કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મ 'દિલ સે'ની એક્ટ્રેસ મનીષા કોઈરાલાને ઓવેરિયન કેન્સર થયું હતું. પોતાની એક પોસ્ટમાં તેણે બીજા કેન્સર દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે લખ્યું હતું કે, ટ્રીટમેન્ટની આ જર્ની મુશ્કેલ છે, પરંતુ તેમાંથી પસાર થતા લોકોના ઈરાદા મજબૂત હોય છે.

ગુરુગ્રામ સ્થિતિ સીકે બિરલા હોસ્પિટલના ધ બ્રેસ્ટ સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. રોહન ખંડેલવાલના અનુસાર, બ્રેસ્ટ કેન્સર થવાના ઘણા કારણો છે. હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરપી (HRT) આપવાના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે મેનોપોઝ પછી થતી વઝાઈનલ ડ્રાયનેસ, હાડકાંમાં નબળાઈ અને હોટ ફ્લેશિઝના કારણે મહિલાઓને એચઆરટી આપવામાં આવતી હતી. છેલ્લા થોડા વર્ષોમાં એચઆરટી વિશે જાગૃતા વધવાથી હવે તેની જરૂર હોવા પર જ ડૉક્ટર તેને મહિલાઓને આપે છે, તેનાથી અમુક હદ સુધી કેન્સરને અટકાવવામાં મદદ મળશે.

'મધર ઈન્ડિયા'ની પ્રખ્યાત અભિનેત્રીને પણ કેન્સર થયું હતું
કોઈપણ એક્ટ્રેસના કેન્સર સંબંધિત સમાચાર આવે ત્યારે 'મધર ઈન્ડિયા' ફેમ એક્ટ્રેસ નરગિસ દત્તનું નામ સૌથી પહેલા યાદ આવે છે. બોલિવૂડ એક્ટર સંજય દત્તની માતા નરગિસ દત્તને પેન્ક્રિયાટિક કેન્સર થયું હતું. આ બીમારીના કારણે નરગિસનું મૃત્યુ થયા બાદ તેમના પતિ એક્ટર સુનીલ દત્તે 1981માં નરગિસ દત્ત ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન કેન્સરની બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતા ફેલાવવાનું કામ કરે છે.

70-80ના દાયકામાં એક અન્ય અભિનેત્રી મુમતાઝ પણ કેન્સર સર્સાઈવર રહી ચૂકી છે. ગ્લોબોકોન 2018ના આંકડા પ્રમાણે, બ્રેસ્ટ કેન્સર પછી સર્વાઈકલ કેન્સર ભારતીય મહિલાઓમાં થતું બીજું જોખમકારક કેન્સર છે. ભારતમાં કેન્સરથી થતાં કુલ મૃત્યુમાં સર્વાઈકલ કેન્સરનો હિસ્સો 10% છે.

એક વર્ષથી વધુ સમય સુધી બ્રેસ્ટફીડ કરાવવાથી બ્રેસ્ટ કેન્સર નથી થતું
ઓન્કોલોજિસ્ટ્સનું માનવું છે કે, અત્યારે સેલિબ્રિટી જ નહીં સામાન્ય મહિલાઓ પણ મોડેથી બાળકોને જન્મ આપી રહી છે. સ્મોકિંગ કરી રહી છે અને આલ્કોહોલ લઈ રહી છે. ડૉ. રોહન ખંડેવાલ જણાવે છે કે જે મહિલાઓ એક વર્ષથી વધુ સમય સુધી બ્રેસ્ટફીડ કરાવે છે, તેમને બ્રેસ્ટ કેન્સરની આશંકા ઓછી હોય છે. તે મહિલાઓ જે શિશુને જન્મ નથી આપતી, તેમને આ બીમારીની વધારે આશંકા રહે છે. જો કોઈ મહિલા 30 અથવા 35 વર્ષ પછી પ્રથમ બાળકને જન્મ આપે છે, તો તેમાં પણ બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા વધી જાય છે. સેલિબ્રિટીમાં બ્રેસ્ટ કેન્સરનું એક કારણ મોડેથી બાળકને જન્મ આપવાનું હોય શકે છે પરંતુ તે ઉપરાંત બીજા કારણોને અવગણી શકાય નહીં.

પિરિઅડ્સ શરૂ થવાની ઉંમરમાં ઘટાડો પણ કેન્સરનું કારણ છે
કેન્સર રોગ નિષ્ણાત એવું માને છે કે પિરિઅડ્સ સ્ટાર્ટ થવાની ઉંમર પણ ઘટી રહી છે. ડૉ. રોહન ખંડેલવાલના અનુસાર, આજથી બે દાયકા પહેલા પિરિઅડ્સ શરૂ થવાની ઉંમર 14-15 વર્ષની હતી, હવે 10-11 વર્ષની ઉંમરની છોકરીઓમાં પિરિઅડ્સ શરૂ થઈ જાય છે. તેનાથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે.

આ બીમારીથી બચવાનો કોઈ ઉપાય છે?

ભારતમાં દર 8 મિનિટમાં એક મહિલાના મૃત્યુનું કારણ સર્વાઈકલ કેન્સર છે. અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આવા કેન્સરની આશંકાને ઘટાડી શકાય છે. ડૉ. રોહન ખંડેલવાલ જણાવે છે-

  • ફેમિલીમાં કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો 25 વર્ષની ઉંમરથી જ ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરવો.
  • કેટલીક સ્ટડીઝમાં વેટ કંટ્રોલમાં રાખી સ્મોકિંગ, આલ્કોહોલથી દૂર રહેલી મહિલાઓમાં કેન્સરનું જોખમ 30% ઓછું જોવા મળ્યું.
  • મહિલાઓનો પોતાનો બોડી માસ ઈન્ડેક્સ 25 કરતા ઓછો હોવો જોઈએ
  • ગર્ભાશયનું કેન્સર અથવા સર્વાઈકલ કેન્સરથી બચવા માટે વેક્સિન પણ લઈ શકાય છે. તે બારથી તેર વર્ષની છોકરીઓને આપવામાં આવે છે. આ વેક્સિન 97% સુરક્ષા આપે છે.
અન્ય સમાચારો પણ છે...