• Gujarati News
  • Lifestyle
  • Health
  • Be It Cold, Stress Or Dehydration Common Symptoms In All Illnesses, Know The Different Types And How To Treat Them

શું તમને માથાનો દુખાવો છે?:શરદી હોય, તણાવ હોય કે ડિહાઇડ્રેશન તમામ બીમારીઓમાં સામાન્ય લક્ષણ, જાણો જુદાં-જુદાં પ્રકારો અને સારવારની રીત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભલે તમને શરદી હોય, તણાવ હોય કે ડિહાઇડ્રેશન હોય માથાનો દુખાવો એ આ બધી બીમારીઓ સાથે સંકળાયેલ એક સામાન્ય લક્ષણ છે. આ માથાનો દુખાવો પણ તેની પીડાનાં આધારે જુદાં-જુદાં ભાગોમાં વર્ગીકૃત થયેલ હોય છે. મોટાભાગનાં લોકો આ વાતથી અજાણ છે કે, માથાનો દુખાવો અનેક પ્રકારનો હોય છે અને ઘણીવાર તે બીજી બીમારીને ઓવરલેપ(ઢાંકી દે છે) કરી દે છે, જેનાં કારણે બીમારીનાં સ્ત્રોતને ઓળખવું મુશ્કેલ બને છે. આ કારણોસર તે જાણવું ખૂબ જ અગત્યનું છે, કે તમે કયા પ્રકારનાં માથાનો દુખાવાથી પીડાઈ રહ્યાં છો? જેથી તેની યોગ્ય સારવાર કરી શકાય. તો ચાલો જાણીએ.

ક્લસ્ટર હેડેક
આંખમાં અથવા તેની આસપાસ થતો દુખાવો સામાન્ય રીતે ‘ક્લસ્ટર હેડેક’નો સંકેત છે. આ માથાનો દુખાવો ખૂબ જ અસાધારણ હોવાનું કહેવાય છે, પરંતુ તે માથાના દુખાવાના સૌથી ગંભીર સ્વરૂપોમાંનું એક છે. એક્સપર્ટ મુજબ આ માથાનો દુખાવો ઝડપથી અને સામાન્ય રીતે કોઈપણ ચેતવણી વિના થાય છે. ત્રણ કલાક સુધી આ બીમારી ટકી શકે છે. ઘણીવાર તમારી આંખોમાં અને તેની આસપાસ થતો દુખાવો તમારી ડોક, ગાલ, નાક, મંદિર અથવા ખભા સુધી (સામાન્ય રીતે ફક્ત એક બાજુ) ફેલાય છે.

સાયનસ હેડેક
નસકોરાંની આસપાસ દુખાવો એ માથાનાં દુખાવા સાથે સંકળાયેલ હોઈ શકે છે. આ માથાનો દુખાવો સામાન્ય રીતે માઈગ્રેન સાથે જોડાયેલો હોય છે, જેને ‘સાયનસ હેડેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સપર્ટનાં મત મુજબ આ પ્રકારનાં માથાનાં દુખાવામાં તમે ગાલ, ભમર, કપાળ અને દાંતમાં પણ દુખાવો અનુભવી શકો છો.

સર્વાઇકોજેનિક હેડેક
માથાનો દુખાવો જે ડોકનાં ભાગથી શરૂ થાય છે અને પાછળ તરફ ફેલાય છે તે ‘સર્વાઇકોજેનિક હેડેક’કહે છે. આ પ્રકારનો માથાનો દુખાવો એ કોઈ શારીરિક કે માનસિક બીમારીનાં કારણે થાય છે અને જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તેના કારણે તમારી તબિયત વધુ પડતી બગડી શકે છે. આ સમયે ડોકની હલનચલન ખૂબજ મુશ્કેલ બને છે. તાજેતરનાં સંશોધનમાં એ જાણવા મળ્યું છે, કે ડોકનો દુખાવો પણ માઈગ્રેનનું સામાન્ય લક્ષણ હોઈ શકે છે.

માથાનો દુખાવો થવા પાછળનાં મૂળભૂત કારણો
માથાનાં દુખાવાનાં પ્રકારો ઓળખવા ઉપરાંત તમે જે પીડા અનુભવી રહ્યાં છો તેનું અવલોકન કરવું પણ મહત્વપૂર્ણ છે. ઘણી એવી બાબતો છે કે જે માથાનો દુખાવો ઉત્તેજિત કરી શકે છે, જેમાં તણાવ, ઊંઘનો અભાવ, આંખમાં તાણ, વધુ પડતી કસરત વગેરે કારણો જવાબદાર છે. જો તમને લાંબા સમય સુધી માથાનો દુખાવો રહે તો તેનો અર્થ માઈગ્રેન હોઈ શકે છે. તે અન્ય લક્ષણો સાથે પણ આવી શકે છે જેમાં ઉબકા, દ્રષ્ટિમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. શરીરનાં અમુક ભાગમાં વધુ પડતી પીડા ક્લસ્ટર હેડેક સૂચવે છે, જે વારંવાર અથવા તો દિવસનાં કોઈ એક ચોકક્સ સમયે થઈ શકે છે.

માથાના દુખાવાની સારવાર કેવી રીતે કરવી?
માથાના દુખાવાથી ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લેવાથી રાહત મળી શકે છે. જો કે, આવી દવાઓનો આશરો લેતાં પહેલાં તમારે તમારાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઘરગથ્થુ ઉપચારોમાં આરામ કરવો, તમારા માથા અને ડોકનાં ભાગ પર ગરમ અથવા ઠંડા પાણીનો શેક કરવો અથવા મસાજ કરવી વગેરે ઉપચારો અજમાવી શકાય છે. જો માથાનો દુખાવો ગંભીર હોય અને કોઈપણ ઈલાજ તેના માટે અસરકારક સાબિત થઈ રહ્ચો ના હોય તો તરત જ તમારાં ડૉક્ટરની સલાહ લો.