ફટકડી ત્વચા અને વાળ માટે ફાયદાકારક:દાંતનો દુખાવો હોઈ કે શરીર પર ઘા રૂઝવવામાં અસરકારક, ખીલથી પણ રાહત મળશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફટકડીનો ઉપયોગ પાણી સાફ કરવા માટે થાય છે પણ શું તમે જાણો છો કે, તેનો ઉપયોગ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા અને ત્વચાની સુંદરતા જાળવવા માટે પણ થઈ શકે છે. ફટકડીમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણો ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયી છે. તેને રોજિંદા ત્વચા પર લગાવવાથી ફેસ પર રંગત આવી ગઈ છે. આ સાથે જ મોઢાની કરચલીઓથી પણ રાહત મળે છે. ફટકડીમાં એસ્ટ્રિજેન્ટ અને હેમોસ્ટેટિક ગુણો સામેલ હોય છે, જે તમારા શરીરના ઘા રુઝવવામાં સહાયરુપ બને છે. આયુર્વેદાચાર્ય ડૉ. સિદ્ધાર્થ સિંહ પાસેથી ફટકડીના ફાયદા અને નુકશાન વિશે જાણીએ.

ફટકડી શું છે?
ફટકડીનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. તે ક્રિસ્ટલ જેવું દેખાય છે. અંગ્રેજીમાં તેને ‘એલમ’ કહેવામાં આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટી-બાયોટિક, એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી અને એસ્ટ્રિજન્ટ ગુણો સામેલ હોય છે. આ ગુણોના કારણે જ ફટકડીનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓના નિદાનમાં કરવામાં આવે છે.

જ્યારે ઇજા થાય ત્યારે લગાવો
સામાન્ય ઈજા થાય તો કંઈપણ કરવાને બદલે પહેલા તેને ફટકડીવાળા પાણીથી ધોઈ લો. આમ, કરવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થઈ જશે. ફટકડીનો પાવડર ઘા પર પણ લગાવી શકાય છે, પરંતુ ઘાને ફટકડીવાળા પાણીથી સાફ કરવો એ વધુ સારો ઉપાય છે.

પરસેવાની દુર્ગંધ દૂર કરો
શરીર પરની ગંદકી અને પરસેવાની ગંધને દૂર કરવા માટે ફટકડીવાળા પાણીથી સ્નાન કરવું ખૂબ જ સારું છે. ફટકડીનો ઉપયોગ એ લોકો માટે ફાયદાકારક છે કે, જેમને વધુ પરસેવો વળે છે. તે લોકોએ નહાતી વખતે ડોલમાં ફટકડી ઉમેરવી જોઈએ અને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. જેનાથી પરસેવાની સમસ્યાથી રાહત મળે.

દાંતના દુખાવામાં ફાયદાકારક
દાંતના દુખાવાને દૂર કરવા ફટકડીવાળા પાણીમાં માજૂફળ ઉમેરી તે પાણીનો ઉપયોગ માઉથવોશ તરીકે કરો તમને રાહત મળશે.

ખીલથી છુટકારો મળે
ખીલથી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ખીલ પર માજૂફળ અને ફટકડીવાળું પાણી લગાવી શકો છો. તે તમારી ત્વચા પરનું વધારાનું તેલ ઘટાડે છે.

મૂત્રમાર્ગનો ચેપ દૂર થાય
યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે. યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા એ યુટીઆઈના લક્ષણો છે. ફટકડી એ યુટીઆઈની સારવાર માટે ફાયદાકારક છે. આ માટે માજુફળ અને ફટકડીને ગરમ પાણીમાં સારી રીતે ઉકાળો. આ પાણીથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરી લો. તે ચેપને દૂર કરવામાં મદદરુપ સાબિત થશે અને યોનિમાર્ગની સ્વચ્છતા જાળવવામાં પણ મદદ કરશે.

તાવ, ઉધરસ અને અસ્થમા પણ ઠીક થશે
ઉધરસ, તાવ જેવી તકલીફોનું ફટકડીથી નિદાન કરી શકાય છે. જો સૂકી ઉધરસ છે અથવા ઉધરસ આવવા પર જો વધારે પડતી લાળ નીકળતી હોય તો બંને સ્થિતિઓમાં ફટકડી ફાયદાકારક છે. ફટકડીના પાણીથી કોગળા પણ કરી શકાય છે. ફટકડી પણ મધ લગાવીને જો ચાટવામાં આવે તો પણ તમને ઉધરસથી રાહત મળી શકે છે. ફટકડી તાવમાં પણ અસરકારક છે. જો તમને તાવ આવે તો ફટકડીના પાણીથી સ્નાન કરો, તાવ તુરંત છૂમંતર થઈ જશે.

સ્કેલ્પની સમસ્યાથી રાહત મળશે
જો સ્કેલ્પ સાથે જોડાયેલી સમસ્યા છે તો તેમાં ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડીના માથામાં રહેલી જૂ અને ગંદકીને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે જો તમે ફટકડીના પાણીથી વાળ અને સ્કેલ્પની સફાઈ કરો છો તો તમને ખોળાની સમસ્યા, ખંજવાળ અને બળતરા પણ શાંત થશે.

ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

શેવિંગ પછી શા માટે લગાવવામાં આવે છે ફટકડી?
ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો સામેલ હોય છે, જે બેક્ટેરિયાની સાફ-સફાઈ કરે છે. દાઢી બનાવ્યા પછી ફટકડીનો ઉપયોગ કરવાથી ત્વચા પર કોઈ ચેપ નહી લાગે. શેવિંગ દરમિયાન નીકળતા લોહીને બંધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જ તે તમારા ફેસની ત્વચાને સોફ્ટ પણ બનાવે છે.

ત્વચા માટે ફાયદાકારક - જો તમે ત્વચાની બીમારીથી પરેશાન છો તો ત્વચાને રોજ ફટકડીના પાણીથી સાફ કરો.
ટોન્સિલ્સથી રાહત મળે- જો ટોન્સિલ્સમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં એક ચપટી ફટકડી અને મીઠું નાખી કોગળા કરો. આનાથી ટોન્સિલ્સમાં દુખાવો દૂર થશે.
લોહી નીકળવાનું બંધ થઈ જશે- શેવિંગ કરતી વખતે જો કટ લાગી જાય ને લોહી નીકળવા લાગે છે તો તેને તરત જ ફટકડીથી ત્વચા પર ઘસો. આનાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે.
કોલેરાથી રાહત મળે - જો કોલેરા હોય તો પાણીમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને પીવો. તેનાથી કોલેરાના દર્દીઓને રાહત મળે છે.