• Gujarati News
  • Lifestyle
  • Health
  • Be Careful If Your Child Has A Habit Of Chewing Nails Or Touching Mouth And Nose Frequently, It Can Spread Corona

ખરાબ આદતોથી કોરોનાને નોતરું:તમારાં બાળકની નખ ચાવવાની કે પછી વારંવાર મોં અને નાકનો સ્પર્શ કરવાની આદતથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે

રાધા તિવારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણથી બચાવવા માટે બાળકને નવશેકું પાણી આપો
  • બાળકનાં રમકડાં, બોટલ અને ઘરની અન્ય વસ્તુઓ વારંવાર સેનિટાઈઝ કરો

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ લહેરમાં તમારાં નાનાં બાળકો ઝપેટમાં ન આવી જાય તેથી તમારે ખાસ સારસંભાળ રાખવાની જરૂર છે. વયસ્કોની સરખામણીએ બાળકોમાં ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ વધારે હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાની એન્ટ્રી થઈ તે સમયથી જ વારંવાર હાથ ધોવા સહિતની હાઈજીન પ્રેક્ટિસ પાડવા માટે ડૉક્ટર્સ સલાહ આપી રહ્યા છે. સેનિટાઈઝ કર્યા વગરના હાથ ચહેરા અને આંખના સંપર્કમાં ન લાવવા જોઈએ.

ત્રીજી લહેરમાં દુનિયાભરમાં નાનાં બાળકો પણ કોવિડ પોઝિટિવ બની રહ્યા છે. તેને કારણે પેરેન્ટ્સ ડરી રહ્યા છે. દિલ્હીના પીડિયાટ્રિક ડૉક્ટર નેહા પાસેથી જાણો કઈ આદતોની બાળકોને ટેવ પાડી તમે કોરોના સંક્રમણથી બચાવી શકો છો....

નખ ચાવવાની આદત ગંભીર બીમાર કરી શકે છે

ગ્લોબલ જર્નલ ફોર રિસર્ચ એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે 4થી 6 વર્ષનાં નાનાં બાળકોમાં નખ ચાવવાની આદત વધારે હોય છે. તે કિશોરવસ્થામાં વધી જાય છે. કોરોના સંક્રમણ મોં, આંખ અથવા નાક સુધી આપણા હાથથી પણ પહોંચી શકે છે છે. તેથી નાનાં બાળકોને આ આદત હોય તે તે દૂર કરો.

બાળકોને ધમકાવો નહિ પ્રેમથી સમજાવો

નાનાં બાળકો વારંવાર હાથ આંખ અને નાકના સંપર્કમાં લાવતા હોય તો આ આદત જોખમ નોતરી શકે છે. નાનાં બાળકને તમે વારંવાર સમજાવી શકતા નથી તેથી તેની આસપાસની વસ્તુઓ સેનિટાઈઝ કરતા રહો. તેને સમજાવો કે આંખ અને નાકમાં વારંવાર આંગળી નાખવાથી બીમાર પડી શકાય છે. બાળકને ધમકાવવાને બદલે તેમને પ્રેમથી સમજાવો.

બાળકો સાથે ભોજન શેર ન કરો

શિયાળામાં કોરોના સાથે વાઈરલ ફીવર અને ફ્લૂનું પણ જોખમ રહે છે. તેથી તમારું એઠું ભોજન બાળકોને ન આપો. બાળકને અલગ થાળીમાં જમવાનું આપો. હંમેશાં બાળકને ગરમ ખોરાક આપો. વાસી ભોજન આપવાથી બચો. બાળકને નવશેકું પાણી આપો, જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે.

રમકડાં અને રિમોટ સહિતની વસ્તુઓ સેનિટાઈઝ કરો

નાનાં બાળકને રમકડાં, બોટલ, રિમોટ અને ઘરના સોફા સહિતની વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સેનિટાઈઝ કરો. ઘરમાં કોઈ વ્યક્તિ બહારથી આવી હોય તો તેને બાળકથી દૂર રાખો. બહારથી આવેલી વ્યક્તિ ઘર છોડે ત્યારે આખું ઘર સેનિટાઈઝ કરો.

બાળકોને પર્સનલ હાઈજીન શીખવાડો

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવો જ પૂરતું નથી. બાળકોને પર્સનલ હાઈજીન પણ શીખવાડો. બાળકોને આંખ, નાક અને ચહેરાને વારંવાર સ્પર્શ ન કરવા માટે કહો. માસ્ક પહેર્યા બાદ વારંવાર તેને ન ઉતારવાની સલાહ આપો.

દરવાજા, ટાઈલ્સ અને સીડી સહિતની વસ્તુ સેનિટાઈઝ કરો

વાઈરસના ઈન્ફેક્શનથી બચવા માટે ઘર ચોખ્ખું રાખો. ઘરના દરવાજા, ટાઈલ્સ, સીડીની રેલિંગ, ટેબલ, ફોન અને વારંવાર જે જગ્યાએ બાળકોના હાથ સંપર્કમાં આવે તેને સેનિટાઈઝ કરો. પગરખાં હંમેશાં ઘરની બહાર ઉતારો. બાળક બહાર ગયા બાદ ફરી ઘરમાં એન્ટ્રી કરે તો તેનાં કપડાં બદલો અને હાથ સેનિટાઈઝ કરો.

હાઈ રિસ્ક ફેમિલી મેમ્બરને બચાવો
બાળકોને તમારી સાથે દુકાન અને મોલ જેવી જગ્યાએ ન લઈ જાઓ. તમે ક્યાંય બહાર જઈ આવ્યા હો તો તરત બાળક સાથે સંપર્ક કરવાનું ટાળો. તમારા ઘરમાં વડીલ કે કોઈ ગંભીર બીમારીથી પીડિત દર્દી હોય તે તેને કોરોનાથી બચાવો. તેનાથી ઘરનાં બાળકો પણ સુરક્ષિત રહેશે.