આજકાલ લોકોની સવાર અને રાત મોબાઈલથી પડે છે. મોબાઈલને કારણે લોકોને બધી જ પ્રકારની માહિતી આંગળીના ટેરવે મળી જાય છે. પરંતુ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ અને વાઈફાઈ રેડિએશન તમને અલ્ઝાઈમરનાં દર્દી બનાવી શકે છે. આ દાવો કરંટ અલ્ઝાઈમર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઇલ રેડિએશન મગજના કોષોમાં કેલ્શિયમનું લેવલ વધારે છે, જે અલ્ઝાઈમર રોગનું મુખ્ય કારણ છે.
Wifi ટેક્નોલોજીની મગજ પર અસર
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ અલ્ઝાઈમર સંબંધિત ઘણા અભ્યાસોનો રીવ્યુ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ જોયું કે ફોનના ઉપયોગથી ઇલેક્ટ્રોમૈગ્નેટિક ફોર્સ (EMF) જનરેટ થાય છે. જેના કારણે મગજ પર ખરાબ અસર પડી રહી છે. સંશોધકો માને છે કે વાયરલેસ કોમ્યુનિકેશન સિગ્નલો મગજમાં ખાસ કરીને વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલો (VGCCs) એક્ટિવ કરે છે જેના કારણે કેલ્શિયમનું પ્રમાણ વધે છે.
મગજનાં ભાગમાં કેલ્શિયમનું પ્રમાણ અચાનક વધી જાય ત્યારે અલ્ઝાઈમરનું સ્ટેજ પણ જલ્દી આવી જાય છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે EMFના કારણે કોષોમાં કેલ્શિયમ જમા થવાને કારણે અલ્ઝાઈમર રોગ સમય પહેલા જ થઈ શકે છે.
અલ્ઝાઈમર થવાને કારણે ઉંમર પણ ઘટે
ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અલ્ઝાઈમર સંબંધિત ફેરફારો લોકોમાં લક્ષણો દેખાય તે પહેલા 25 વર્ષની શરૂઆતમાં જ દેખાવા લાગે છે. પરિણામો એ પણ કહે છે કે EMF ના સંપર્કમાં આવવાથી અલ્ઝાઈમર વૃદ્ધાવસ્થા પહેલા આવી શકે છે.
ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 20 વર્ષથી અલ્ઝાઇમરના દર્દીઓની ઉંમર ઘટી રહી છે. અલ્ઝાઇમર થવા પાછળનું કારણે દુનિયાભરમાં વાયરલેસ કમ્યુનિકેશન ટેક્નોલોજીના વધતા જતા ઉપયોગને કારણે થાય છે. હાલના અભ્યાસની વાત કરવામાં આવે તો 30થી 40 વર્ષના યુવાનો પણ આ બીમારીની ઝપેટે આવી રહ્યા છે. ઘણા કલાકો સુધી મોબાઈલ અને વાઇફાઇના રેડિએશન એક્સપોઝ થવાને કારણે થઇ રહ્યું છે. જેને 'ડિજિટલ ડિમેંશિયા' પણ કહેવામાં આવે છે.
મહામારી ના બને તેનું રાખવું પડશે ધ્યાન
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, અલ્ઝાઈમરને રોગચાળો બનતો અટકાવવા માટે ત્રણ વિષયો પર સંશોધન કરવું પડશે.
દુનિયામાં 4.4 કરોડ લોકો ડિમેંશિયાનો શિકાર
અલ્ઝાઈમર ન્યૂઝ ટુડે વેબસાઈટ અનુસાર, વિશ્વમાં 4.4 કરોડ લોકો અલ્ઝાઈમર સહિત અમુક પ્રકારના ડિમેંશિયાથી પીડિત છે. તેમાંથી લગભગ 53 લાખ લોકો 65 વર્ષથી વધુ ઉંમરના છે, જ્યારે 2 લાખ લોકો યુવાન છે અને અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણોથી ઝઝૂમી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.