સોશિયલ મીડિયા પર મેગી મિલ્ક શૅકનો ટ્રેન્ડ ઘણો વાઈરલ થયો. સોશિયલ મીડિયા પર વાઈરલ ટ્રેન્ડના એક્સપિરિઅન્સ તમે પણ કરો છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. આજકાલ ગરમાગરમ ગુલાબ જાંબુ કે બ્રાઉની સાથે ઠંડો આઈસક્રીમ ખાવાનો ટ્રેન્ડ છે. આ ફૂડ કોમ્બિનેશન તમારાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવા ફૂડ કોમ્બિનેશનથી તમારે શા માટે બચીને રહેવું જોઈએ જાણો આયુર્વેદિક ડૉ. જિતેન્દ્ર ગૌતમ પાસેથી....
આ કોમ્બિનેશન કેમ જોખમી?
સામાન્ય રીતે આપણાં શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વધારે પડતું ગરમ કે ઠંડું ખાવાથી શરીરને ખોરાક પચાવવામાં વધારે મહેનત કરવી પડે છે. આપણે જ્યારે એકદમ ગરમ કે ઠંડો ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીર સામાન્ય રીતે કામ કરતું નથી. આવો ખોરાક ખાઈએ ત્યારે તેને પચાવવા માટે શરીરને વધારે એનર્જી ખર્ચવી પડે છે.
આ કોમ્બિનેશન લેતાં હો તો સાવધાન
આઉટિંગ માટે ફેમિલી સાથે હો કે પછી ઘરે મહેમાન આવેલા હોય તો તમે ઘણી વખત સ્પેશિયલ ડ્રિન્કના નામે હોટ કોફી સાથે આઈસક્રીમ સર્વ કરી દો છો. સ્વાદે તો આવી કોફી સારી લાગશે પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક છે. ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે કોલ્ડ ડ્રિન્ક, હોટ બ્રાઉની સાથે આઈસક્રીમ, પિત્ઝા સાથે કોલ્ડ ડ્રિન્ક કોમ્બિનેશન પણ નુકસાનકારક છે.
કઈ બીમારીનું જોખમ?
ઠંડો અને ગરમ ખોરાક એકસાથે લેવાથી દાંત નબળાં પડી જાય છે. દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. આ સિવાય અપચો, ગેસ, કફ, લ્યુકોડર્મા, એનીમિયા, ડ્રાય સ્કિન સહિતની સમસ્યા થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.