ઘણાં લોકોને ઝડપથી જમવાની આદત હોય છે. જેથી તે પાંચ મિનિટમાં જમીને ઉભા થઇ જાય છે. આજે સવાલ એ થાય છે કે, તમે ફાસ્ટ ઇટર છો કે સ્લો? તમે ચાવી-ચાવીને ખાવ છો કે પછી જમવાનું ગળી જાવ છો. વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં જણાવ્યું હતું કે, જે લોકો ઝડપથી જમે છે, તે લોકોને અનેક બીમારીઓ થઇ શકે છે. આ લોકો સ્થૂળતાનો પણ શિકાર થઇ શકે છે. બ્લડ શુગરની બીમારી અને ડાયાબિટીસની શક્યતા પણ નકારી શકાતી નથી.
ઝડપથી જમવાથી શું થાય છે?
જે લોકો ઝડપથી જમે છે તે લોકોનું પેટ ભરાતું નથી. તેથી થોડા સમય બાદ તે કંઈક ખાઈ છે,જેને ઓવર ઇટિંગ કહેવાય છે. ઓવર ઇટિંગને કારણે લોકોને સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયની બીમારી થાય છે. શરીરના ગ્લુકોઝ લેવલમાં વધ-ઘટ થાય છે.
તમે કેવી રીતે જમો છો
જમવાની સ્પીડ | મેટ્રોબોલિક સિંડ્રોમનું જોખમ |
સામાન્ય | 6.5 |
ધીમે | 2.3 |
ઝડપી | 11.6 |
શ્વાસનળીમાં ફસાઈ શકે છે ખોરાક
જયારે તમે ચાવીને કે શાંતિથી નથી જમતા ત્યારે ખોરાકનો મોટો ટુકડો શ્વાસનળીમાં ફસાઈ જાય છે. જમતા સમયે ઘણીવાર લોકો વાતો કરતા હોય છે, ત્યારે પણ શ્વાસનળીમાં જમવાનું ફસાઈ જાય છે. જે મોતનું કારણ બની શકે છે.
ઝડપથી જમવાથી આ થાય છે...
વજન 70થી 80 કિલો થઇ જાય છે,
કમરની સાઈઝ વધી જાય છે
બ્લડ શુગર વધુ જાય છે
કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.