દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં અધધધ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27.72 લાખ કેસ નોંધાયા છે. ઘણા દેશોમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઉદભવી રહ્યો છે કે કોરોના ક્યાંથી અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલારાડો બોલ્ડરના સંશોધકોએ તેમના નવા રિસર્ચમાં આ સવાલોના જવાબ આપ્યા છે.
કેવી રીતે ફેલાય છે કોરોના વાઈરસ
કોવિડ-19 બીમારી SARS-CoV-2 નામના કોરોના વાઈરસથી થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હવા ફ્લૂઈડ અર્થાત તરલ હોય છે. એમાં અનેકો પ્રકારના કણ રહેલા હોય છે. એની સાથે કોરોના વાતાવરણમાં ફેલાય છે. વાઈરસ પણ આ હવામાં તરતો હોય છે, એમ જ માનવું. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ શ્વાસ છોડે છે તો વાઈરસ હવામાં ફેલાય છે. આવી હવામાં કોઈ વ્યક્તિ શ્વાસ લે તો તેને વાઈરસ સંક્રમિત કરી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે કોરોના વાઈરસના કણ સૌથી ઊંડા શ્વાસ લેવા અને છોડવા પર ફેલાય છે. આ સિવાય જોરજોરથી બોલવા પર પણ એ ટ્રાન્સફર થાય છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે મેડિકલ ગ્રેડ માસ્ક પહેરવું જરૂરી છે.
આ જગ્યાએ કોરોના સંક્રમણની સૌથી વધારે ભીતિ
એન્વાયર્નર્મેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સંક્રમણના રિસ્ક ફેક્ટરની તપાસ કરી. એમાં વાઈરસના ટ્રાન્સફર થવાની ક્ષમતા, લોકોની બૂમો પાડી/ગીત ગાવાથી, શ્વાસ લેવાથી/છોડવાથી, રૂમની સાઈઝ, ભીડ હોવી ન હોવી અને માસ્ક પહેર્યું હોય કે નહિ સહિતનાં પરિબળો સામેલ હતા. રિસર્ચના ડેટા પ્રમાણે આ ભૂલ કરવાથી સંક્રમણ થઈ શકે છે:
કોરોનાથી બચવા આટલું કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.