• Gujarati News
  • Lifestyle
  • Health
  • Be Alert If You Go To School, Gym And Club, The Risk Of Spreading Corona Is Highest Here, Wearing A Mask Is Necessary

હવામાં તરતો હોય છે કોરોના વાઇરસ:સ્કૂલ, જિમ અને ક્લબમાં કોરોના ફેલાવાનું જોખમ સૌથી વધારે, માસ્ક ન લગાવવાની ભૂલ ભારે પડી શકે છે

12 દિવસ પહેલા
  • અમેરિકાના વિજ્ઞાનીઓની ચેતવણી, વેન્ટિલેશન વગરની જગ્યાએ વધારે લોકો ભેગા થવાથી કોરોનાનું જોખમ વધારે

દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં અધધધ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27.72 લાખ કેસ નોંધાયા છે. ઘણા દેશોમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઉદભવી રહ્યો છે કે કોરોના ક્યાંથી અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલારાડો બોલ્ડરના સંશોધકોએ તેમના નવા રિસર્ચમાં આ સવાલોના જવાબ આપ્યા છે.

કેવી રીતે ફેલાય છે કોરોના વાઈરસ
કોવિડ-19 બીમારી SARS-CoV-2 નામના કોરોના વાઈરસથી થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હવા ફ્લૂઈડ અર્થાત તરલ હોય છે. એમાં અનેકો પ્રકારના કણ રહેલા હોય છે. એની સાથે કોરોના વાતાવરણમાં ફેલાય છે. વાઈરસ પણ આ હવામાં તરતો હોય છે, એમ જ માનવું. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ શ્વાસ છોડે છે તો વાઈરસ હવામાં ફેલાય છે. આવી હવામાં કોઈ વ્યક્તિ શ્વાસ લે તો તેને વાઈરસ સંક્રમિત કરી શકે છે.

સંશોધકોનું કહેવું છે કે કોરોના વાઈરસના કણ સૌથી ઊંડા શ્વાસ લેવા અને છોડવા પર ફેલાય છે. આ સિવાય જોરજોરથી બોલવા પર પણ એ ટ્રાન્સફર થાય છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે મેડિકલ ગ્રેડ માસ્ક પહેરવું જરૂરી છે.

આ જગ્યાએ કોરોના સંક્રમણની સૌથી વધારે ભીતિ
એન્વાયર્નર્મેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સંક્રમણના રિસ્ક ફેક્ટરની તપાસ કરી. એમાં વાઈરસના ટ્રાન્સફર થવાની ક્ષમતા, લોકોની બૂમો પાડી/ગીત ગાવાથી, શ્વાસ લેવાથી/છોડવાથી, રૂમની સાઈઝ, ભીડ હોવી ન હોવી અને માસ્ક પહેર્યું હોય કે નહિ સહિતનાં પરિબળો સામેલ હતા. રિસર્ચના ડેટા પ્રમાણે આ ભૂલ કરવાથી સંક્રમણ થઈ શકે છે:

  • ખરાબ એર ક્વોલિટી અને વેન્ટિલેશન વગરની જગ્યાએ વધારે લોકો ભેગા થવાથી, જેમ કે- જિમ, ક્લબ અને સ્કૂલનો ક્લાસરૂમ
  • ઓછી જગ્યાએ વધારે લોકોની એક્સર્સાઈઝ, ગીતો ગાવા અને જોરજોરથી બૂમો પાડવી.
  • માસ્ક ન પહેરવાથી.
  • વેન્ટિલેશન વગરની જગ્યા પર લાંબા સમય સુધી રહેવાથી.

કોરોનાથી બચવા આટલું કરો

  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ રીત અપનાવી તમે કોરોનાથી બચી શકો છો:
  • બને ત્યાં સુધી ખુલ્લી હવામાં જ જનસંપર્ક કરો. આ સિવાય વેન્ટિલેશનવાળા રૂમમાં જ લોકો સાથે મીટિંગ કરો.
  • ધ્યાન રાખો કે એક રૂમમાં લોકોની સંખ્યા મિનિમમ હોય.
  • લાંબા સમય સુધી એક જ જગ્યાએ ન રહો. લોકો સાથે મિનિમમ સમય પસાર કરો.
  • હેવી એક્સર્સાઈઝ, બૂમો પાડવી અને ગીતો ગાવાથી બચો.
  • સારી ક્વોલિટીનાં મેડિકલ ગ્રેડ માસ્કનો જ ઉપયોગ કરો. માસ્કનું ફિટિંગ યોગ્ય હોય એનું ધ્યાન રાખો.
અન્ય સમાચારો પણ છે...